Get The App

EPFO: જૂના PF એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી, નહીં તો થશે મોટું નુકસાન

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
EPFO: જૂના PF એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી, નહીં તો થશે મોટું નુકસાન 1 - image


EPFO Account Transfer Process: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) પોતાના સભ્યો માટે પીએફ સુવિધા સરળ અને અનુકૂળ બનાવવા સતત સુધારા કરી રહ્યું છે. બેલેન્સ ચેક કરવાથી માંડી એકાઉન્ટ ટ્રાન્સફર કરવા સુધીની તમામ સુવિધાઓ EPFO ​​દ્વારા પૂરી પાડવામાં આવે છે. જો કે,  તમે તમારી કંપની બદલો છો તો તમારા જૂના પીએફ બેલેન્સને નવા એમ્પ્લોયરમાં ટ્રાન્સફર કરવું જરૂરી છે, નહીં તો ઉપાડ તેમજ વ્યાજ ગણતરીમાં ફેરફાર જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જૂના પીએફ એકાઉન્ટ પર વ્યાજ મળતુ નથી

જ્યારે પણ નવી કંપનીમાં જોડાવો ત્યારે તમારા જૂના પીએફ બેલેન્સને નવા એમ્પ્લોયરમાં ટ્રાન્સફર કરવુ અત્યંત જરૂરી છે.  જેની પાછળનું મુખ્ય કારણ જૂના ઈનએક્ટિવ પીએફ એકાઉન્ટ પર વ્યાજ થોડા વર્ષો સુધી જ મળે છે. સમય મર્યાદા બંધ થતાં વ્યાજ મળવાનું બંધ થઈ જાય છે. જૂના પીએફ એકાઉન્ટ પર 36 મહિના અર્થાત ત્રણ વર્ષ સુધી જ વ્યાજ મળે છે. જો ત્રણ વર્ષ સુધી પીએફમાં કોઈ યોગદાન ન થયું હોય તો એકાઉન્ટને ઈનએક્ટિવ કરી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં વ્યાજ મળવાનું બંધ થઈ જાય છે.

આ પણ વાંચોઃ IDBI બેન્કનું ખાનગીકરણ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા, સરકાર LIC સાથે મળી વેચશે 61 ટકા હિસ્સો

પીએફ ટ્રાન્સફર ન કરવા પર થશે નુકસાન

ઈપીએફ દેશની સૌથી વિશ્વસનીય રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે. જેમાં ટેક્સમાં છૂટની સાથે સારૂ વ્યાજ મળે છે. પરંતુ જો તમે નોકરી બદલ્યા બાદ જૂનો પીએફ એકાઉન્ટ નવા કંપનીમાં ટ્રાન્સફર નહીં કરો તો તમને મોટુ નુકસાન થઈ શકે છે. વ્યાજનો લાભ લઈ શકશો નહીં. જેનાથી તમારી નિવૃત્તિ સમયની પીએફ રકમ ઘટે છે. તેમજ તમારા રિટાયરમેન્ટ પર પણ અસર થઈ શકે છે. વધુમાં પીએફ ઉપાડ સમયે પણ તકલીફ નડી શકે છે. જેમાં પહેલાં તમારે વન એકાઉન્ટ વન ઈપીએફ પ્રક્રિયા હાથ ધરવી પડે છે. જેમાં અરજી મંજૂર થાય ત્યારબાદ જ પીએફ ઉપાડવા માટે સક્ષમ બનો છો.

જાતે જ કરી શકો છો ટ્રાન્સફર

ઈપીએફઓ દ્વારા સુવિધાઓ વધારવામાં આવતાં હવે કર્મચારીઓ જાતે જ પોતાનું જૂનું પીએફ એકાઉન્ટ નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે. જેમાં ઈપીએફઓની વેબસાઈટ પર લોગઈન કરી ટ્રાન્સફર પ્રક્રિયા કરવાની રહે છે. નોંધ લેવી કે, યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) બદલાતો નથી. માત્ર એકાઉન્ટમાં જમા રકમ જ ટ્રાન્સફર થાય છે. જેમાં લોગઈન કર્યા બાદ ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરવાની રહે છે. જેમાં વન મેમ્બર-વન ઈપીએફ એકાઉન્ટ પર ક્લિક કરી વિગતો ભરવાની રહેશે. બાદમાં ઓટીપી વેરિફાય કરી અરજી સબમિટ કરવી પડશે. જેમાં તમારા જૂના અને નવા એમ્પ્લોયર્સના વેરિફિકેશનની જરૂર પડે છે. 

કમ્પાઉન્ડિંગનો લાભ નહીં મળે

જૂના એકાઉન્ટમાં પીએફ યોગદાન બંધ થતાં તમને કમ્પાઉન્ડિંગ વ્યાજનો લાભ મળશે નહીં, સાથે જો એકાઉન્ટમાં આધાર, બેન્ક અને પાનની વિગતો અપડેટ નહીં હોય તો ઉપાડ સમયે અને અન્ય સેવાઓમાં મુશ્કેલી નડી શકે છે.

EPFO: જૂના PF એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી, નહીં તો થશે મોટું નુકસાન 2 - image

Tags :