IDBI બેન્કનું ખાનગીકરણ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા, સરકાર LIC સાથે મળી વેચશે 61 ટકા હિસ્સો
IDBI Bank Disinvestment: સરકારે વધુ એક બેન્કનું ખાનગીકરણ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાલુ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં આઈડીબીઆઈ બેન્કનો 61 ટકા હિસ્સો વેચશે. હાલ સરકાર આઈડીબીઆઈ બેન્કમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો એલઆઈસી પાસે છે. સરકાર અને એલઆઈસી બંને મળીને પોતાનો હિસ્સો વેચી બેન્કનું ખાનગીકરણ કરશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસિઝના સચિવ એમ. નાગરાજૂએ આ અંગે જણાવ્યું હતું કે, સરકાર આઈડીબીઆઈ બેન્કમાં પોતાનો હિસ્સો વર્ષ 2025ના અંત સુધીમાં વેચી દેશે. આ ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આઈડીબીઆઈ બેન્ક સંપૂર્ણપણે ખાનગી બેન્ક બનશે.
2023થી ચાલી રહી છે પ્રક્રિયા
સચિવ અનુસાર, આ બેન્કનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની પ્રક્રિયા જાન્યુઆરી, 2023થી ચાલી રહી છે. ત્યારે અનેક ભલામણો પણ મગાવવામાં આવી હતી. જેમાં બિડર્સના નામ પણ પસંદ કરવામાં આવ્યા હતાં. ગત મહિને 9 એપ્રિલે DIPAMના સચિવ અરૂનિશ ચાવલાએ જણાવ્યું હતું કે, આઈડીબીઆઈ બેન્કની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં હાલ વેલ્યૂએશનથી માંડી અન્ય રેગ્યુલેટરી કામકાજ બાકી છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આશા વધી, કારણ કે ક્રૂડ ઓઇલનો ભાવ 60 ડૉલરથી પણ નીચે આવ્યો
47 હજાર કરોડનો લક્ષ્યાંક
કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં ડિસઈન્વેસ્ટમેન્ટ માટે રૂ. 47000 કરોડનો લક્ષ્યાંક મૂક્યો છે. આ લક્ષ્ય પૂર્ણ કરવા માટે આઈડીબીઆઈ બેન્ક મોટી ભૂમિકા નિભાવશે. જો સરકાર આ ડિસઈન્વેસ્ટમેન્ટ પૂર્ણ કરશે તો તેને હજારો કરોડ રૂપિયાની આવક થશે. તેમજ લક્ષ્યાંક પણ પૂર્ણ થશે.
કેટલી છે બેન્કની અસેટ
આઈડીબીઆઈ બેન્કની કુલ માર્કેટ કેપ 2024માં રૂ. 3,64,271 કરોડ હતી. જે માર્ચ, 2025માં વધી રૂ. 4,11,661 કરોડે પહોંચી છે. સરકાર અને એલઆઈસીના કુલ 61 ટકા હિસ્સાની વેલ્યૂ રૂ. 2,51,113 કરોડ થશે.