Get The App

પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ: જાણો SBI, HDFC, PNB અને કેનરા બૅન્કના નવા રેટ

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
Bank Charges on IMPS check Transaction Charges


Bank Charges on IMPS check Transaction Charges: જો તમે ઇન્ટરનેટ કે મોબાઇલ બૅન્કિંગ દ્વારા પૈસા મોકલો છો, તો તમારા માટે આ એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. દેશની ઘણી મોટી બૅન્કોએ હવે ઇમીડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS) પર ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. IMPS ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકોને હવે નક્કી કરેલી મર્યાદા મુજબ ફી ચૂકવવી પડશે. પહેલાં મોટાભાગની બૅન્કો આ સુવિધા એકદમ મફત આપતી હતી.

દેશની સૌથી મોટી સરકારી બૅન્ક 'સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)'એ તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. SBIએ છૂટક ગ્રાહકો માટે તેના IMPS ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા ફેરફારો 15 ઑગસ્ટ, 2025થી લાગુ થશે.

SBIના નવા ચાર્જ (15 ઓગસ્ટથી લાગુ) 

- ₹25,000 રૂપિયા સુધી - કોઈ ચાર્જ નહીં

- ₹25,000 રૂપિયાથી ₹1 લાખ રૂપિયા સુધી - 2 રૂપિયા + GST

- ₹1 લાખ રૂપિયાથી ₹2 લાખ રૂપિયા સુધી - 6 રૂપિયા + GST

- ₹2 લાખ રૂપિયાથી ₹5 લાખ રૂપિયા સુધી - 10 રૂપિયા + GST

કેનેરા બૅન્કમાં નવા ચાર્જ 

- ₹1000 રૂપિયા સુધી: કોઈ ચાર્જ નહીં

- ₹1000 રૂપિયાથી ₹10,000 રૂપિયા સુધી: 3 રૂપિયા + GST

- ₹10,000 રૂપિયાથી ₹25,000 રૂપિયા સુધી: 5 રૂપિયા + GST

- ₹25,000 રૂપિયાથી ₹1,00,000 રૂપિયા સુધી: 8 રૂપિયા + GST

- ₹1,00,000 રૂપિયાથી ₹2,00,000 રૂપિયા સુધી: 15 રૂપિયા + GST

- ₹2,00,000 રૂપિયાથી ₹5,00,000 રૂપિયા સુધી: 20 રૂપિયા + GST

પંજાબ નેશનલ બૅન્ક(PNB)ના નવા ચાર્જીસ

- ₹1,000 સુધી: કોઈ ચાર્જ નહીં

- ₹1,001 થી ₹1,00,000 સુધી બ્રાન્ચમાંથી: ₹6 + GST ઓનલાઇન: ₹5 + GST

- ₹1,00,000 થી વધુ બ્રાન્ચમાંથી: ₹12 + GST ઓનલાઇન: ₹10 + GST

આ પણ વાંચો: શેરબજારની સળંગ છ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 572 પોઈન્ટ તૂટ્યો, ઓટો-આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ

HDFC બૅન્કના નવા ચાર્જીસ (1 ઑગસ્ટ, 2025થી લાગુ)

- ₹1,000 સુધી: સામાન્ય ગ્રાહક: ₹2.50, વરિષ્ઠ નાગરિક: ₹2.25

- ₹1,000થી ₹1,00,000 સુધી: સામાન્ય ગ્રાહક: ₹5, વરિષ્ઠ નાગરિક: ₹4.50

- ₹1,00,000થી વધુ: સામાન્ય ગ્રાહક: ₹15, વરિષ્ઠ નાગરિક: ₹13.50

નોંધ: HDFC બૅન્કના ગોલ્ડ (Gold) અને પ્લેટિનમ (Platinum) એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને આ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

IMPS શું છે?

ઇમીડિએટ પેમેન્ટ સર્વિસ (Immediate Payment Service), જેને ટૂંકમાં IMPS કહેવામાં આવે છે, તે એક રિયલ-ટાઇમ પેમેન્ટ સર્વિસ છે. આ સેવા દિવસના 24 કલાક ઉપલબ્ધ હોય છે. તેનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા થાય છે. આ સર્વિસ દ્વારા ગ્રાહકો ગમે તે સમયે તરત જ પૈસા મોકલી અને મેળવી શકે છે.

પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ: જાણો SBI, HDFC, PNB અને કેનરા બૅન્કના નવા રેટ 2 - image

Tags :