Get The App

પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું

- જાન્યુઆરીની ટોચથી પાકિસ્તાની શેરબજારના ઈન્ડેકસમાં ૨૦ ટકાથી વધુનો બોલેલો કડાકો

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું 1 - image

અમદાવાદ : ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પરના હવાઈ હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. આ તણાવની વિનાશક અસર સોમવારે વિશ્વભરના શેરબજારો પર પડી હતી. ભારતના બેંચમાર્ક ઈન્ડેકસ સેન્સેક્સ લગભગ ૨ ટકાનો ઘટાડો નોંધાતા રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. જોકે પાકિસ્તાની શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ હતી. 

કરાચી સ્ટોક એક્સચેન્જમાં અમુક જ ક્ષણોમાં અબજો રૂપિયા સ્વાહા થયા છે. કેએસઈ-૩૦ ઈન્ડેકસમાં એક જ દિવસમાં ૧૦ ટકાનો કડાકો નોંધાતા રોકાણકારો સ્તબ્ધ થઈ ગયા હત. પરિસ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે આ નાસભાગને અટકાવવા ટ્રેડિંગ એક કલાક માટે બંધ રાખવાની ફરજ પડી હતી.

સોમવારની સવાર પાકિસ્તાની શેરબજાર માટે 'બ્લેક મન્ડે' સાબિત થઈ હતી. શરૂઆતના ટ્રેડિંગમાં, કરાચી સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ કેએસઈ-૩૦ લગભગ ૯.૮ ટકા ગબડયો હતો. પાકિસ્તાની શેરબજારના ઇતિહાસમાં આ સૌથી મોટો એક દિવસનો ઘટાડો છે. વેચાણનું દબાણ એટલું ગંભીર હતું કે ટ્રેડિંગ એક કલાક માટે રોકવું પડયું. એક કલાકના હોલ્ટ બાદ માર્કેટમાં સામાન્ય સુધારો આવ્યો પરંતુ દિવસના અંતે ફરી કરાચી ઈન્ડેકસ ૧૦ ટકા વધુ ઘટીને તળિયે બંધ આવ્યો હતો.

માહિતી અનુસાર, કરાચી ઈન્ડેકસ શુક્રવારની બંધ સપાટી ૫૧,૩૨૨ની સામે આજે ૪૬,૩૫૧ પર ખુલીને ઈન્ટ્રાડેમાં ૪૮,૭૮૧ સુધી સુધરીને દિવસના અંતે ૪૬,૨૫૨ પર ૯.૮૮ ટકાના ઘટાડે બંધ આવ્યો છે.આ ઘટાડા સાથે પાકિસ્તાની શેરબજાર આધિકારીક ધોરણે મંદીના વમળમાં ધકેલાયું છે. જાન્યુઆરીના ટોચેથી ૨૦ ટકાથી વધુનો કડાકો ઈન્ડેકસમાં નોંધાઈ ચૂક્યો છે.આ આર્થિક વિનાશ ફક્ત આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે જ નહીં, પરંતુ પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ અને સરહદ વિવાદોને કારણે પણ છે.