For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

SVBમાં હજારો ભારતીય સ્ટાર્ટઅપ્સની રૂ.8200 કરોડથી વધુની થાપણો અટવાઈ

Updated: Mar 17th, 2023

Article Content Image

- નાદારીની કગાર પર આવી ગયેલું અમેરિકાનું એસવીબી ફાઈનાન્શિયલ ગ્રુપ

- બેંકિંગ સંકટ ફરી વધવાના સંકેત : અમેરિકી શેર બજારોમાં મોડી સાંજે ગાબડાં : સ્ટાર્ટઅપ્સને લોકલ બેંકોએ ફંડિંગ સપોર્ટ આપવો જોઈએ : આઈટી પ્રધાન

મુંબઈ : અમેરિકાનું બેંકિંગ સંકટ ફરી ઘેરાઈ રહ્યું છે. આ બેંકિંગ સંકટમાં ભારતીય આઈટી જાયન્ટ કંપનીઓ અને હજારો સ્ટાર્ટઅપ્સના કરોડો ડોલર વિવિધ અમેરિકી બેંકોમાં ફસાયા છે. નાદારીની કગાર પર આવી ગયેલી અને હવે લેણદારો સામે રક્ષણ મેળવવા કોર્ટમાં ગયેલા અમેરિકાના એસવીબી ફાઈનાન્શિયલ ગ્રુપની સંકટમાં આવી ગયેલી સિલિકોન વેલી બેંક(એસવીબી)માં હજારો ભારતીય સ્ટાર્ટઅપ્સના એક અબજ ડોલર જેટલી એટલે કે રૂ.૮૨૦૦ કરોડથી વધુ થાપણો અટવાઈ હોવાનું ભારતના આઈટી પ્રધાને જણાવ્યું હતું. 

એસવીબી ફાઈનાન્શિયલ ગ્રુપના નાદારીની કગાર પર આવી જતાં લેણદારો સામે રક્ષણ મેળવવાની ફરજ પડતાં થાપણદારો, લોકોનો અમેરિકાની બેંકિંગ વ્યવસ્થા પરનો ભરોસો ફરી ડગમગવાના સંકેત મળી રહ્યા છે. જેના પરિણામે મોડી સાંજે અમેરિકી શેર બજારોમાં ફરી ગાબડાં પડયા હતા. ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૪૦૦ પોઈન્ટ જેટલો આરંભિક કલાકોમાં તૂટયો હતો. આ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કોચી ખાતે એક કાર્યક્રમમાં બોલતા ભારતીય બેંકોને સાવધ રહેવા ચેતવણી ઉચ્ચારી હતી.

અમેરિકાની બેંકિંગ વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે, ત્યારે એક તરફ એસવીબી બેંકને રેગ્યુલેટર ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને(એફડીઆઈસી) બેંકની તમામ  થાપણોનવી બ્રિજ બેંકને ટ્રાન્સફર કરવાનું જાહેર કરી બેંકમાં થાપણદારોની મૂડી બચાવવા પ્રયાસ થઈ રહ્યા છે અને બીજી સંકટમાં આવેલી  ફર્સ્ટ રિપબ્લિક બેંક(એફઆરબી)ને સંકટમાંથી ઊગારવા અમેરિકાની મોટી બેંકો દ્વારા સંયુક્ત રીતે ૩૦ અબજ ડોલરનું ફંડિંગ, લાઈફલાઈન પૂરી પાડવાનું જાહેર કરાયું છે. પરંતુ એસવીબી ફાઈનાન્શિયલ ગ્રુપના નાદારીની કગાર પર આવી જતાં લેણદારો સામે રક્ષણ મેળવવાની ફરજ પડતાં થાપણદારો, લોકોનો અમેરિકાની બેંકિંગ વ્યવસ્થા પરનો ભરોસો ફરી ડગમગવાના સંકેત મળી રહ્યા છે. 

આ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કોચી ખાતે એક કાર્યક્રમમાં બોલતા ભારતીય બેંકોને સાવધ રહેવા ચેતવણી ઉચ્ચારી હતી. આ ઉપરાંત કોઈ બેંકનું નામ આપ્યા વિના તેમણે કહ્યું હતું કે, આ બેંક તેની એસેટ્સ કરતાં વધુ પડતી મનેજ ન કરી શકાય એટલી વધુ પડતી થાપણો ધરાવતી હતી.

કેલિફોર્નિયા સ્થિત બેંકિંગ નિયમનકારોએ ડિસેમ્બર ૨૦૨૨ના અંતે ૨૦૯ અબજ ડોલરની એસેટ્સ ધરાવતી એસવીબી બેંકને સંકટમાં આવી જતાં તાળા મારી દીધા હતા. જે પૂર્વે એક જ દિવસમાં થાપણદારોએ બેંકમાંથી ૪૨ અબજ ડોલર ઉપાડી લીધા હતા. અમેરિકી સરકારે પણ આ મામલામાં દરમિયાનગીરી કરીની થાપણદારોને તેમનું ફંડ જ્યારે જોઈએ ત્યારે ઉપલબ્ધ બનવાની બાયધરી આપી હતી. ભારતના ટેકનોલીજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુરૂવારે મોડી રાત્રે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, મુદ્દો એ છે કે આવનારા મહિનામાં તેની તમામ અનિશ્ચિતતાઓ સાથે જટિલ ક્રોસ બોર્ડર યુ.એસ. બેંકિંગ સિસ્ટમ પર નિર્ભર રહેવાના બદલે આપણે સ્ટાર્ટઅપ્સને ભારતીય બેંકિંગ સિસ્ટમમાં કેવી રીતે વાળી શકશું એ છે. આ સંકટ અમેરિકી બેંકિંગ સંકટ વચ્ચે ભારતના આઈટી પ્રધાને ફરીલોકલ બેંકોએ સ્ટાર્ટઅપ્સને વધુ ધિરાણ આપવું જોઈએ એવું સૂચવ્યું છે.

હજારો ભારતીય સ્ટાર્ટઅપ્સની અમેરિકાની સિલિકોન વેલી બેંકમાં એક અબજ ડોલરથી વધુ થાપણો હોવાનો અંદાજ તેમણે આપ્યો હતો. ચંદ્રશેખર આ સપ્તાહમાં જ ૪૬૦થી વધુ  હિસ્સેદારોને મળ્યા હતા, જેમાં એસવીબી બંધ થવાથી પ્રભાવિત સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. તેમણે તેમના સૂચનો નાણા પ્રધાન નિર્મલા સીતારામનને આપ્યા છે. તેમણે આ બાબતે વધુ કહ્યું હતું કે, ભારતીય બેંકો એસવીબીમાં નાણા ધરાવતા સ્ટાર્ટઅપ્સને કોલેટરલ તરીકે ઉપયોગ કરીને ડિપોઝિટ-બેક્ડ ક્રેડિટ લાઈન ઓફર કરી શકે છે. ભારત વિશ્વના સૌથી મોટા સ્ટાર્ટઅપ્સ બજારોમાં એક છે, જેમાં તાજેતરના વર્ષોમાં ઘણાએ અબજો ડોલરનું વેલ્યુએશન અને વિદેશી રોકાણકારોનું સમર્થન મેળવ્યું છે. જે પૈકી ઘણા ડિજિટલ અને અન્ય ટેક બિઝનેસોમાં સક્રિય છે. 

SVB બેંકની નાદારીએ અમેરિકી શેર બજારોમાં શુક્રવારે ફરી ધોવાણ 

- આરંભમાં ડાઉ જોન્સ 475 પોઈન્ટ તૂટયો  ફર્સ્ટ રિપબ્લિકનો શેર 26 ટકા ગબડયો

ફર્સ્ટ રિપબ્લિક બેંકને અમેરિકાની મોટી બેંકોએ મળીને ૩૦ અબજ ડોલરનું ફંડિંગ પેકેજ આપ્યા છતાં સંકટમાં આવી ગયેલી એસવીબી બેંકના અમેરિકાનું એસવીબી ફાઈનાન્શિયલ ગ્રુપ દ્વારા નાદારી નોંધાવવામાં આવ્યાના અહેવાલ છે.

અમેરિકાના બેંકિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાના પરિણામે ઈન્વેસ્ટરોનો વિશ્વાસ ફરી ડગમતાં આજે અમેરિકી શેર બજારોમાં ખુલતામાં ફરી ગાબડાં પડયા હતા. ફર્સ્ટ રિપબ્લિક બેંકનો શેર ગુરૂવારે ૧૦ ટકા જેટલો સુધર્યા બાદ આજે ફરી ૨૬ ટકા જેટલો ગબડી જઈ ૨૫ ડોલર આવી ગયો હતો.

અમેરિકી બેંક સિલિકોન વેલી બેંક(એસવીબી)ની પેરન્ટ એસવીબી ફાઈનાન્શિયલ ગ્રુપ નાદારી નોંધાવી રહ્યાના અહેવાલે બેંકિંગ ક્ષેત્રે કટોકટી વકરવાની ચિંતાએ ન્યુયોર્ક શેર બજારનો ડાઉ જોન્સ ઈન્ડેક્સ આરંભિક કામકાજમાં ૪૭૫ પોઈન્ટનો ઘટાડો અને એસ એન્ડ પી ૫૦૦ ઈન્ડેક્સમાં ૦.૬ ટકાનો  ઘટાડો બતાવાતો હતો. જ્યારે નાસ્દાક કોમ્પોઝિટ ઈન્ડેક્સમાં પણ ૧૫૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકી શેર બજારમાં લિસ્ટેડ ક્રેડિટ સ્વિસનો શેર પણ ૫૦ અબજ ડોલરના સ્વિસ નેશનલ બેંકની લાઈફ લાઈન છતાં આજે ફરી ૩.૬ ટકા જેટલો ગબડયો હતો.

Gujarat