Get The App

નવા વર્ષના પ્રથમ દિવસે ખાદ્યતેલોના વાયદા બપોર પછી ઉછળતાં અફડાતફડી

- હાજર બજારમાં પણ કરન્ટ: પામતેલમાં રૂ.૮૭૫માં હજાર ટનના વેપાર થયા

Updated: Jan 1st, 2020

GS TEAM

Google News
Google News
નવા વર્ષના પ્રથમ દિવસે ખાદ્યતેલોના વાયદા બપોર પછી ઉછળતાં  અફડાતફડી 1 - image

મુંબઈ, તા. 01 જાન્યુઆરી 2020, બુધવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે આયાતી ખાદ્યતેલોના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. વાયદા બજારમાં બપોર સુધી ભાવ શાંત રહ્યા પછી બપોર પછી ઝડપી તેજી જોવા મળી હતી.  અમેરિકા તથા મલેશિયાના બજારો બંધ રહ્યા હતા. ઈન્ડોન્શિયામાં ૨૦૧૩ પછીનું સૌતી ભીષણ પૂર આવ્યાના સમાચાર હતા તથા આની અસર હવે ત્યાં  પામંતેલના ઉત્પાદન પર કેવી પડે છે તેના પર ખેલાડીઓની નજર રહી હતી.

 દરમિયાન, ઘરઆંગણે વાયદા  બજારમાં આજે મોટી ઉછળકુદ નવા વર્ષના પ્રથમ દિવસે જોવા મળતા બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીોનો વાયદો આજે રૂ.૭૯૯.૬૦ ખુલી નીચામાં  રૂ.૭૯૩.૯૦ થયા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૮૧૨ થઈ સાંજે ભાવ રૂ.૮૧૧.૬૦ રહ્યા હતા. 

આજ રીતે સોયાતેલનો વાયદો આજે સવારે રૂ.૯૩૫.૬૦ ખુલી નીચામાં  ભાવ રૂ.૯૩૩ થયા પછી  ભાવ ઉછળી ઉંચામાં રૂ.૯૪૪ બોલાઈ રહ્યા હતા.   વાયદા બજારમાં બપોર પછી તેજીવાળા દાખલ થયા હતા.  દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવુ પામતેલના હવાલા રિસેલના વધી  રૂ.૮૭૮ રહ્યા હતા.

જ્યારે  જેએનપીટીના ભાવ રૂ.૮૭૦ રહ્યા હતા. વેપારો ધીમા હતા. દરમિયાન,  રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીમાં આજે રૂ.૮૭૫માં વેપારો થયા પછી ભાવ રૂ.૮૭૮ બોલાતા થયાની ચર્ચા  હતી. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૮૧૦ રહ્યા હતા.

ભારતમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની આયાત જકાત ગણવા બેન્ચમાર્ક  તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં  સરકારે વૃદ્ધી કરતાં ઈફેકટીવ  ઈમ્પોર્ટ ડયુટી ઉંચી ગઈ છે તથા  તેની અસર પણ આજે બજાર પર વર્તાઈ રહી હતી.  આજે મુંબઈ બજારમાં  સોયાતેલના ભાવ ડિગમના રૂ.૯૦૦ તથા રિફા.ના ભાવ રૂ.૯૩૫ રહ્યા હતા.

જ્યારે સન ફલાવરના ભાવ રૂ.૯૦૦ તથા રિફા.ના રૂ.૯૪૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૯૪૫ તથા કોપરેલના રૂ.૧૩૨૦ બોલાતા હતા. જ્યારે સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૮૦ રહ્યા હતા. જ્યારે  રાજકોટ બાજુ ભાવ રૂ.૧૧૫૦ તથા ૧૫ કિલોના રૂ.૧૮૪૦થી ૧૮૫૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૮૬૫ વાળા વધી રૂ.૮૭૦થી ૮૭૩ રહ્યા હતા.

જ્યારે મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલના ભાવ રૂ.૯૨૦ વાળા રૂ.૯૨૫ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ દિવેલના ભાવ આજે ૧૦ કિલોના રૂ.૩ નરમ બોલાઈ રહ્યા હતા.  જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૨૬૫ વાળા ૪૨૫૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં  આજે સનફલાવર ખોળના ભાવ ટનના રૂ.૨૩૫૦૦ વાળા રૂ.૨૪૦૦૦ રહ્યા હતા.  જ્યારે અન્ય ખોળો શાંત હતા.

દરમિયાન સોયાબીનની આવકો આજે  બપોરે મધ્ય પ્રદેશ બાજુ આશરે સવા લાખ ગુણી આવી હતી તથા ત્યાં હાજર ભાવ રૂ.૪૩૫૦થી ૪૪૫૦ તથા પ્લાન્ટ ડિલીવરીના  ૪૫૦૦થી ૪૫૭૫ રહ્યા હતા જ્યારે  ત્યાં સોયાતેલના  હાજર ભાવ રૂ.૮૯૦થી ૮૯૫ તથા રિફા.ના રૂ.૯૩૦થી ૯૪૦ રહ્યાના સમાચાર હતા.  સૌરાષ્ટ્રમાં  કપાસના ભાવ જાતવાર રૂ.૯૦૦થી ૧૧૧૦ રહ્યા હતા.


Tags :