Get The App

પામતેલમાં પુન: રેકોર્ડ ઉંચા ભાવ : રૂનો નવો પાક વધી 3.60 લાખ ગાંસડી આવવાનો અંદાજ બતાવાયો

- કપાસિયા તેલમાં સૌરાષ્ટ્ર પાછળ જોકે તેજીનો ચમકારો:

- એરંડા હાજર, વાયદો તથા દિવેલના ભાવમાં ઘટાડા તરફી પવન

Updated: Nov 29th, 2019

GS TEAM

Google News
Google News
પામતેલમાં પુન: રેકોર્ડ ઉંચા ભાવ : રૂનો નવો પાક વધી 3.60 લાખ ગાંસડી આવવાનો અંદાજ બતાવાયો 1 - image

મુંબઈ, તા. 29 નવેમ્બર 2019, શુક્રવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી.  ભાવ જોકે મક્કમ રહ્યા હતા. દરમિયાન, કોટન એડવાઈઝરી બોર્ડના  જણાવ્યા મુજબ ૨૦૧૯-૨૦ના નવા રૂ વર્ષમાં  ઉત્પાદન વધી ૩૬૦ લાખ ગાંસડી થવાની આશા છે. દેશમાં કપાસમાં હેકટરદીઠ પેદાશ વધતાં નવો પાક મોટો આવવાની શક્યતા  બતાવાઈ છે. હેકટરદીઠ આવી ઉત્પાદકતા  આ વર્ષે ૪૪૩ કિલોથી વધી ૪૮૬  કિલો થઈ હોવાનું  સીએબીએ જણાવ્યું  હતું.

વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. મલેશિયામાં આજે પામતેલનો વાયદો છેલ્લે નજીકની ડિલીવરીમાં   જોકે ૧૭ પોઈન્ટ નરમ હતો જ્યારે દૂરની ડિલીવરીમાંં  ભાપ ૨૪, ૨૧ તથા ૧૮ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. ત્યાં જોકે પામ પ્રોડકટના ભાવ અઢીથી પાંચ ડોલર નરમ હતા.  અમેરિકામાં  થેંક્સ ગિવીંગના તહેવારોના પગલે શિકાગો તથા ન્યુયોર્કના કૃષી બજારો બંધ રહ્યાના સમાચાર હતા. 

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે  ૧૦ કિલોના ભવા સિંગતેલના રૂ.૧૦૩૦ રહ્યા હતા.  જ્યારે રાજકોટ બાજુ રૂ.૯૮૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૮૦થી ૧૫૯૦ રહ્યા હતા.  ત્યાં કોટન વોશ્ડના ભાવ જોકે ઉછળી રૂ.૭૬૦થી ૭૬૩ રહ્યા હતા.   

મુંબઈ બજારમાં  આજે કપાસિયા તેલના ભાવ વધી રૂ.૮૧૦ રહ્યા હતા. દરમિયાન, સિંગદાણાની ઓલ ઈન્ડિયા દૈનિક સરેરાશ આવકો હાલ આશરે ૪ લાખ ગુણી આવી રહી છે સામે લોકલ તથા નિકાસકારોની માગ નીચા ભાવોએ સારી રહ્યાના વાવડ હતા. મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૨૫ હજાર  ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૬૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૦૦થી ૯૫૦ રહ્યાના સમાચાર હતા.

મુંબઈ હાજર બજારમાં આજે પામતેલના ભાવ હવાલા રિસેલના ઉછળી રૂ.૭૫૫ તથા જેએનપીટીના રૂ.૭૪૮ બોલાતાં  નવા ઉંચા ભાવ જોવા મળ્યા હતા. જોકે નવા વેપારો ધીમા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ  ઉછળી રૂ.૬૭૪ રહ્યા હતા જ્યારે વાયદા બજારમાં સીપીઓ વાયદાના ભાવ રૂ.૬૭૧.૫૦ રહ્યા પછી ઉંચામાં રૂ.૬૭૭.૭૦ થઈ સાંજે ભાવો રૂ.૬૭૬ રહ્યા હતા. 

દરમિયાન સોયાતેલ વાયદાના  ભાવ રૂ.૮૧૦.૧૫ રહ્યા પછી  ઉંચામાં ભાવ રૂ.૮૧૬.૬૫ થઈ સાંજે ભાવ રૂ.૮૧૩.૫૦ રહ્યા હતા.

મુંબઈ હાજર બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૮૦થી ૭૮૫ તથા રિફા.ના રૂ.૭૯૫ના મથાળે મક્કમ રહ્યા હતા  જ્યારે  સનફલાવરના ભાવ રૂ.૭૮૫ તથા રિફા.ના રૂ.૮૨૫થી ૮૩૦ રહ્યા હતા.  મસ્ટર્ડના ભાવ વધી રૂ.૮૪૦ જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૩૦૦ વાલા ૧૨૯૦ રહ્યા હતા.  દક્ષિણના સમાચાર ઉછાળે વેચવાલી બતાવતા હતા. 

દરમિયાન,  મુંબઈ બજારમાં  આજે દિવેલના ભાવ રૂ. પાંચ ઘટયા હતા  જ્યારે  મુંબઈ એરંડાના હાજર ભાવ રૂ.૪૨૨૫ વાળા રૂ.૪૨૦૦ રહ્યા હતા.  મુંબઈ ખોળ બજારમાં  કપાસિયા ખોળના ભાવ ટનના રૂ.૨૨૮૦૦ વાલા રૂ.૨૧૦૦૦ બોલાયા હતા. જ્યારે સનફલાવર ખોળના ભાવ રૂ.૨૧૫૦૦ વાલા ૨૩૦૦૦ તથા સોયાખોળના રૂ.૩૨૮૭૦ વાળા રૂ.૩૩૩૯૦થી ૩૩૩૯૫ રહ્યા હતા.  અન્ય ખોળો શાંત હતા.

ઘરઆંગણે આજે સોયાબીનની આવકો બપોરે આશરે ૭ લાખ ગુણી નોંધાઈ હતી તથા ત્યાં હાજર ભાવ રૂ.૩૭૦૦થી ૪૦૫૦ રહ્યા હતા.  જ્યારે પ્લાન્ટના ભાવ રૂ.૩૯૨૫થી ૪૦૫૦ રહ્યા હતા. ત્યાં આજે સોયાતેલના ભાવ રૂ.૭૭૦થી ૭૭૫ તથા રિફા.ના રૂ.૮૦૮થી ૮૧૩  રહ્યાના સમાચાર હતા.  ભારતમાં  ખાદ્યતેલોમાંથી  બાયો ડિઝલ બનાવવા વધુ પ્લાન્ટો  સ્થાપવામાં આવનાર હોવાના સમાચાર હતા. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર-પ્રદેશ ખાતે આવા એકમો ઉભા થનાર છે  તથા આ એકમોની કુલ સ્થાપક ક્ષમતા વાર્ષિક આશરે ૧૦૨૦૦ ટન જેટલી રહેવાની શક્યતા છે. દરમિયાન, એરંડા વાયદાના ભાવ આજે સાંજે રૂ.૬૦થી ૯૪ માઈનસમાં રહ્યા હતા.


Tags :