મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ દુબઈમાં ખરીદ્યું વિશ્વનું સૌથી મોંઘુ લક્ઝુરિયસ ઘર

- અંબાણી પરિવાર બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામના નવા પડોશી બનશે
ન્યુયોર્ક, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે દુબઈમાં 80 મિલિયન ડોલર (રૂ. 640 કરોડ)નું ઘર ખરીદ્યું છે જે દુબઈમાં અત્યાર સુધીનું સૌથી મોંઘું ઘર છે. અહેવાલ અનુસાર, આ ઘર મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના નામે ખરીદવામાં આવ્યું છે. જે સમુદ્ર કિનારે દ્વીપસમૂહના ઉત્તર ભાગમાં આવેલું છે. આ ઘરમાં 10 બેડરૂમ, 1 સ્પા, ઈન્ડોર અને આઉટડોર પૂલ, પ્રાઈવેટ થિયેટર, જિમ સહિત ઘણી લક્ઝરી સુવિધાઓ છે.

હકીકતમાં દુબઈ વિશ્વભરના ધનિક લોકો માટે અતિ સમૃદ્ધ જીવનશૈલી માટે પસંદગી તરીકે ઉભરી આવ્યું છે. ત્યાંની સરકાર વિદેશીઓને ઘર ખરીદવા સહિત અન્ય કામોમાં પણ ઘણી છૂટ આપી રહી છે. આ સાથે દુબઈ સરકાર લાંબા ગાળાના ગોલ્ડન વિઝા આપી રહી છે જે અન્ય દેશોના લોકોને અહીં રહેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
હવે અંબાણી પરિવાર બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામના નવા પડોશી બનશે. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામે પોતાની પત્ની વિક્ટોરિયા સાથે અહીં ઘર ખરીદ્યું છે.

