For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખાધતેલોમાં મિશ્ર હવામાન: એરંડા તથા દિવેલના ભાવ ફરી ઉંચકાયા

- કાચાતેલ તથા રિફાઈન્ડ વચ્ચેનો ડયુટી તફાવત ૧૫ ટકા કરવા માગ કરાઈ

Updated: Nov 24th, 2022


મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ આયાતી ખાધતેલોમાં તેજી આગળ વધી હતી.   દેશી ખાદ્યતેલોમાં  હવામાન મિશ્ર હતું.  વિશ્વ બજારમાં  મલેશિયા પામતેલ વાયદો વધ્યા પછી ફરી ઘટી છેલ્લે  ૫૫થી ૬૦ પોઈન્ટ  નરમ   રહ્યો હતો.  ચીનમાં કોવિડનો  ઉપદ્રવ ફરી વધી રહ્યાના નિર્દેશોની અસર વિશ્વ  બજારમાં પામતેલ પપર દેખાઈ  હતી. દરમિયાન, અમેરિકામાં  સોયાતેલના  ભાવ ઓવરનાઈટ  ૧૦૫થી ૧૧૦ પોઈન્ટ ઉછળ્યા  હતા. 

આજે ત્યાં  પ્રોજેકસનમાં ભાવ  જાહેર  રજાના કારણે  બંધ રહ્યા હતા.  દરમિયાન,  મુંબઈ  હાજર બજારમાં  ૧૦ કિલોના ભાવ  આયાતી  પામતેલના  વધી  રૂ.૯૭૦  રહ્યા હતા.  હવાલા  રિસેલમાં  રેડીમાં રૂ.૯૬૮થી ૯૭૦ તથા  ફોરવર્ડમાં  ૧થી ૧૦  ડિસેમ્બર માટે   રૂ.૯૭૫થી  ૯૭૭માં મળીને કુલ આશરે  ૧૫૦થી ૨૦૦ ટનના વેપાર થયા હતા.  રિફાઈનરીના  ડાયરેકટ  ડિલીવરીના  ભાવ રૂ.૯૯૦ જેવા ઉંચા  રહેતાં ડાયરેકટ  ડિલીવરીમાં  આજે નવા વેપારો ન હતા.

ક્રૂડ પામ ઓઈલ  સીપીઓ કંડલાના ભાવ  રૂ.૮૮૫ વાળા  રૂ.૮૮૦ રહ્યા હતા. દરમિયાન,   ક્રૂડ પામ ઓઈલ તથા આરબીડી  પામોલીનની ઈમ્પોર્ટ ડયુટી  વચ્ચેનો  તફાવત વધારી  ૧૫ ટકા  સુધી  કરવાની માગણી  કેન્દ્ર સરકારને કરવામાં આવી હોવાનું  ધી સોલવન્ટ  એક્સ્ટ્રેકટર્સ એસોસીએશન  ઓફ ઈન્ડિયાના  સૂત્રોએ જણાવ્યું  હતું.

દરમિયાન, સૌરાષ્ટ્ર ખાતે  કોટન વોશ્ડના ભાવ  રૂ.૧૨૪૦થી  ૧૨૪૫ વાળા આજે  રૂ.૧૨૨૫થી  ૧૨૩૫ રહ્યા હતા જ્યારે   સિંગતેલના  ભાવ શાંત હતા.  મુંબઈ બજારમાં   સિંગતેલના ભાવ  રૂ.૧૫૩૦ તથા  કપાસિયા તેલના  ભાવ રૂ.૧૩૨૦  રહ્યા હતા.   સોયાતેલના ભાવ વધી  ડિગમના  રૂ.૧૩૨૦ તથા  રિફાઈન્ડના  રૂ.૧૩૩૫  રહ્યા હતા. 

 મસ્ટર્ડના   ભાવ વધી  રૂ.૧૪૩૦  તથા  રિફાઈન્ડ  રૂ.૧૪૬૦  રહ્યા હતા. સનફલાવરના ભાવ  રિફન્ન્ડના  ઘટી રૂ.૧૪૫૦ રહ્યા હતા.   દિવેલના હાજર ભાવ  રૂ.૩ વધ્યા  હતા જ્યારે હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૫ ઉંચકાયા હતા.

એરંડા વાયદા બજારમાં ભાવ રૂ.૨૦થી ૨૫ ઉંચકાયા  હતા. મુંબઈ ખોળ બજારમાં   આજે ટનના  ભાવ જોકે એરંડા ખોળમાં  રૂ.૧૦૦ નરમ  હતા જ્યારે   સોયાખોળના  ભાવ ટનના રૂ.૨૫૦તી ૩૦૦ ઉંચકાયા હતા.  કપાસિયા  ખોળના ભાવ  ટનના રૂ.૧૫૦૦ વધ્યા હતા. 

Gujarat