LPG, ITRથી માંડીને UPS સુધી... સપ્ટેમ્બરથી થશે 7 મોટા ફેરફાર, સામાન્ય માણસો પર ભારણ વધશે
Rule Change from September: દર મહિનાની જેમ, આવતીકાલથી એટલે કે સપ્ટેમ્બર મહિનાથી કેટલાક મહત્ત્વના નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે, જે તમારી આર્થિક સ્થિતિ પર સીધી અસર કરશે. આ ફેરફારોમાં આધાર કાર્ડ અપડેટ, ITR ફાઇલિંગ, NPS અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, LPG, જેટ ફ્યુઅલ અને CNG-PNGના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.
1. ITR ફાઇલિંગ
ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ આ વર્ષે ITR ભરવાની છેલ્લી તારીખ 30 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર, 2025 કરી હતી. આ સમયગાળો હવે આ મહિને પૂરો થઈ રહ્યો છે. જો તમે 15 સપ્ટેમ્બર પહેલાં ITR ફાઈલ નહીં કરો તો તમને નોટિસ મળી શકે છે.
2. NPS ડેડલાઈન
રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન યોજના (UPS) પસંદ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ તારીખ 30 જૂન હતી. આ યોજના સરકારી કર્મચારીઓ માટે છે.
3. ભારતીય ટપાલના નિયમો
1 સપ્ટેમ્બર, 2025થી ટપાલ વિભાગ (DoP) ડોમેસ્ટિક રજિસ્ટર્ડ પોસ્ટ સેવાને સ્પીડ પોસ્ટ સેવામાં મર્જ કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે હવે તમે દેશમાં કોઈ પણ રજિસ્ટર્ડ પોસ્ટ મોકલશો, તો તે સ્પીડ પોસ્ટ દ્વારા જ ડિલિવર થશે, સામાન્ય રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા નહીં.
4. ક્રેડિટ કાર્ડના નિયમો
SBI કાર્ડસે 1 સપ્ટેમ્બર, 2025થી તેના કેટલાક પસંદગીના કાર્ડ માટે નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. આ ફેરફાર મુજબ, આવા કાર્ડ્સ ધરાવતા ગ્રાહકો હવે ડિજિટલ ગેમિંગ અને સરકારી વેબસાઇટ્સ પરના વ્યવહારો માટે રિવોર્ડ પોઈન્ટ્સ મેળવી શકશે નહીં.
આ પણ વાંચો: સોનામાં આગ ઝરતી તેજી : રૂ.1,06,700 ની ટોચે
5. સ્પેશિયલ FD યોજના
ઈન્ડિયન બેન્ક અને IDBI બેન્ક જેવી બેન્કો હાલમાં કેટલીક ખાસ FD યોજનાઓ ચલાવી રહી છે. ઈન્ડિયન બેન્કની 444-દિવસ અને 555-દિવસની યોજનાઓમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2025 છે. તેવી જ રીતે, IDBI બેન્કની 444-દિવસ, 555-દિવસ અને 700-દિવસની સ્પેશિયલ FDમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ પણ 30 સપ્ટેમ્બર છે.
6. CNG-PNG અને જેટ ફ્યુઅલ
ઓઈલ કંપનીઓ દર મહિને LPG સિલિન્ડરની સાથે CNG, PNG અને જેટ ફ્યુઅલ (AFT)ના ભાવમાં પણ ફેરફાર કરે છે. એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બર મહિનાથી આના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.
7. LPG સિલિન્ડરની કિંમત
દર મહિનાની જેમ, 1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર થઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનાથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ રહ્યો છે.