Get The App

8 જાન્યુઆરીએ ભારત બંધ,જાણો કયા સંગઠનોનું હડતાળને સમર્થન?

- હડતાળમાં 10 ટ્રેડ યુનિયનો અને 60 વિદ્યાર્થી સંગઠન સામેલ

Updated: Jan 8th, 2020

GS TEAM

Google News
Google News
8 જાન્યુઆરીએ ભારત બંધ,જાણો કયા સંગઠનોનું હડતાળને સમર્થન? 1 - image

નવી દિલ્હી,7  જાન્યુઆરી 2020 મંગળવાર

8 જાન્યુઆરીનાં દિવસે 10 ટ્રેડ યુનિયન દ્વારા ભારત બંધનું એલાન કર્યું છે,ટ્રેડ યુનિયનોનું કહેવુ છે કે કેન્દ્ર સરકારની આર્થિક અને લોક વિરોધી નિતીઓનાં વિરોધમાં હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે, તે ઉપરાંત તે સરકારનાં નવા મજુર કાયદાનો પણ વિરોધ કરી રહ્યા છે.

વિદ્યાર્થી સંગઠનોએ શિક્ષણ સંસ્થાઓની ફિ વધારાનાં વિરોધમાં આ હડતાળમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.6 બેંક યુનિયને પણ હડતાળનું સમર્થન કર્યું છે,જેના કારણે બેંકિંગ કામકાજ પર અસર જોવા મળશે.

બેંક બંધ રહેવાની અસર એટીએમ સર્વિસ પર થશે, અને 8-9 જાન્યુંઆરીનાં દિવસે રોકડની અછત સર્જાઇ શકે છે, ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 25 કરોડ લોકો તેમાં જોડાઇ શકે છે.ભારત બંધ સાથે સંકળાયેલી મહત્વની વાતો જાણવી જરૂરી છે.

1 આ 10 ટ્રેડ યુનિયનો હડતાળમાં સામેલ

INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC  અને અન્ય સેક્ટોરલ ઇન્ડીપેન્ડન્ટ ફેડરેશન તથા એશોસિયેશન્સ હડતાળમાં જોડાશે.

8 જાન્યુઆરીએ ભારત બંધ,જાણો કયા સંગઠનોનું હડતાળને સમર્થન? 2 - image2 આ હડતાળને સમર્થન આપતા અન્ય સંગઠનો

તે ઉપરાંત 60 વિદ્યાર્થી સંગઠન, યુનિવર્સિટીઓનાં અધિકારીઓએ પણ હડતાળનો ભાગ બનવાનું એલાન કર્યુ છે.આ શિક્ષણ સંસ્થાઓમાં ફી વધારો અને શિક્ષણનાં થઇ રહેલા વેપારીકરણનો વિરોધ કરશે.

3 કયા-કયા બેંક યુનિયનો હડતાળમાં જોડાયા?

 કુલ 6 બેંક યુનિયનો જેવા કે ઇન્ડીયા બેંક એમ્પ્લોઇ એસોસિયેશન (AIBEA), ઓલ ઇન્ડીયા બેંક ઓફિસર્સ એસોસિયેશન (AIBOA) તે ઉપરાંત BEFI, INBEF, INBOC  અને બેંક કર્મચારી સેના મહાસંઘ (BKSM)એ પણ હડતાળને સમર્થન જાહેર  કર્યું છે. જે બેંક યુનિયન સમર્થન કરી કહ્યા છે.

તેમના સમર્થિત બેંક 8 જાન્યુઆરીનાં દિવસે બંધ રહેશે, દેશની સૌથી મોટી બેંક (SBI)એ જો કે કહ્યું છે કે આશા છે કે એસબીઆઇ રક  આ હડતાળની એટલી બધી અસર નહીં થાય, કેમ કે બેંકનાં બહું ઓછા કર્મચારી એવા છે જે આ હડતાળમાં ભાગ લઇ રહેલા યુનિયનોનાં સભ્યો છે. 

4 એટીએમ પર શુ થશે અસર?

બેંકનાં કામકાજ પર અસર થશે અને વધું બેંકો બંધ રહેશે તો રોકડની અછત સર્જાશે,જેના કારણે એટીએમમાં નાણા ઉપાડવા માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી શકે છે. આ સમસ્યા 9 જાન્યુઆરીનાં દિવસે પણ યથાવત રહેશે.

5 બેંકમાં કયા-કયા કામોમાં વિક્ષેપ સર્જાશે?

બેંકની રોકડ ઉપાડવાની સર્વિસ ઉપરાંત ચેક ક્લિયરિંગનું કામ પણ નહીં થાય,જો કે ઓનલાઇન બેંકિંગનાં કામકાજ પર કોઇ અસર નહીં થાય.ઘણી બેંકોએ શેર બજારને પણ પણ 8 જાન્યુઆરીની તેમની હડતાળ અંગે આગોતરી જાણકારી આપી ચુકી છે.    

Tags :