Get The App

અમેરિકાના વોલ સ્ટ્રીટમાં 5 વર્ષમાં 2 લાખ નોકરીઓ ઘટી જશે, કારણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
AI Impact on Jobs


AI Impact on Jobs: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે દરેક ઉદ્યોગ પર અસર કરી રહ્યું છે, જેની અસર હવે ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં પણ જોવા મળી શકે છે. જેમ આપણે જાણીએ છીએ કે AI ટેક્નોલોજી સંબંધિત ઘણા કાર્યો ઝડપથી અને સચોટ રીતે કરી શકે છે. જેના કારણે ઘણા લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે. 

આગામી 3 થી 5 વર્ષમાં 2 લાખ નોકરીઓ જોખમમાં 

બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સ અનુસાર, વૈશ્વિક બેન્ક આગામી 3 થી 5 વર્ષમાં 200,000 થી વધુ નોકરીઓ કાપવાની તૈયારીમાં છે. સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે બેન્કના મુખ્ય માહિતી અને તકનીકી અધિકારીઓએ સૂચવ્યું હતું કે તેઓ તેમના કર્મચારીઓની સંખ્યામાં સરેરાશ 3%નો ઘટાડો કરશે. બેક ઓફિસ, મિડલ ઓફિસ અને ઓપરેશન ક્ષેત્ર સૌથી વધુ જોખમમાં છે. તેમજ ગ્રાહક સેવાઓમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

આ નોકરીઓ પર સૌથી વધુ અસર જોવા મળશે 

AI સિસ્ટમ્સ ઝડપથી મોટી માત્રામાં માહિતીની પ્રક્રિયા કરી શકે છે અને માનવી કરતાં ઘણી વખત ઝડપી ઇનસાઈટ જનરેટ કરી શકે છે. આથી બેક-ઓફિસ, મિડલ-ઓફિસ અને ઓપરેશનલ વિભાગો પર પડશે, જ્યાં નિયમિત અને રિપીટેટીવ કામ કરવામાં આવે છે તેવી નોકરીઓ પર  કાપની અસર સૌથી વધુ જોવા મળી શકે છે. ડેટા એનાલિસિસ, ફાઇનાન્સિયલ ટ્રેડ અસેસ્મેન્ટ અને રિસ્ક ઇવેલ્યૂશન જેવી જવાબદારીઓ પ્રભાવિત થઈ શકે છે, કારણ કે AI સિસ્ટમ્સ ઝડપથી મોટી માત્રામાં માહિતીની પ્રક્રિયા કરી શકે છે અને માનવી કરતાં ઘણી વખત ઝડપી ઇનસાઈટ જનરેટ કરી શકે છે.

આ પણ વાંચો: EPFO ખાતાધારક માટે જરૂરી સમાચાર, 15 જાન્યુઆરીથી સુધી ઉતાવળે પતાવી લેજો આ કામ!

બેન્કિંગ ક્ષેત્રમાં AIનો સૌથી વધુ ઉપયોગ

AIના કારણે લોકોની નોકરી પર વધુ અસર થઇ રહી છે. નાણાકીય કટોકટીના પગલે ખર્ચમાં ઘટાડો થાય તેમજ પ્રક્રિયા વધુ ઝડપી બનાવી શકાય તે માટે બેન્કો તેમની IT સિસ્ટમને આધુનિક બનાવી રહી છે, જેને ધ્યાનમાં લેતા AI વધુ ઉપયોગી છે. આ પહેલા પણ, કેટલાક અહેવાલો સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે AI બેંકિંગ ઉદ્યોગમાં અન્ય કોઈપણ ક્ષેત્ર કરતાં વધુ નોકરીઓ ખતમ કરી શકે છે. બેંકિંગ ક્ષેત્રમાં લગભગ 54% નોકરીઓને AIથી ખતરો છે. 

અમેરિકાના વોલ સ્ટ્રીટમાં 5 વર્ષમાં 2 લાખ નોકરીઓ ઘટી જશે, કારણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ 2 - image


Google NewsGoogle News