Get The App

વિશ્વના સૌથી વધુ દેવું ધરાવતા 10 દેશોમાં જાપાન, અમેરિકા, સિંગાપુર, ઈટાલીનો સમાવેશ

- ડેટ ટુ જીડીપી રેેશીયોમાં અમેરિકા ૧૨૫ ટકા સાથે આઠમાં ક્રમે : વિકસિત દેશોની તુલનાએ વિકાસશીલ દેશોની સારી સ્થિતિ : ભારત ૩૫માં ક્રમે

- વિશ્વનું દેવું જીડીપીના ૯૨.૪ ટકાથી વધીને ૯૪.૭ ટકા પહોંચ્યું

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વના સૌથી વધુ દેવું ધરાવતા 10 દેશોમાં જાપાન, અમેરિકા, સિંગાપુર, ઈટાલીનો સમાવેશ 1 - image

નવી દિલ્હી : ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઈએમએફ) દ્વારા ઓકટોબર ૨૦૨૫ના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક જનરલ ગવર્મેન્ટ ગ્રોસ ડેટ-જીડીપીની ટકાવારીની રીતે કેટલું છે એના જાહેર થયેલા આંકડા ચોંકાવનારા છે. વિશ્વના કહેવાતા વિકસિત દેશો અસાધારણ દેવાની ખાઈમાં ખૂંપેલા છે. જ્યારે ભારત સહિતના કેટલાક વિકાસશીલ દેશોની સરકારનું દેવું વિકસિત દેશોની તુલનાએ ઓછું છે.

અમેરિકા જેવું અમેરિકા અસાધારણ દેવા બોજ તળે દબાયેલું હોઈ વિશ્વના સૌથી વધુ ટોપ ૧૦ ડેટ ટુ જીડીપી રેશિયો ધરાવતા એટલે કે જીડીપીની ટકાવારીની રીતે ઊંચું દેવું ધરાવતાં દેશોમાં ૧૨૫ ટકા રેશીયો સાથે આઠમાં ક્રમે છે.

ટોચના ૧૦ ડેટ ટુ જીડીપી રેશીયો ધરાવતા દેશોમાં પ્રથમ ક્રમે જાપાન ૨૨૯.૬, સુદાન ૨૨૧.૫ ટકા સાથે બીજા ક્રમે, સિંગાપુર ૧૭૫.૬ ટકા સાથે ત્રીજા સ્થાને, ગ્રીસ ૧૪૬.૭ ટકા સાથે ચોથા સ્થાને, બહેરિન ૧૪૨.૫ ટકા સાથે પાંચમાં ક્રમે, ઈટાલી ૧૩૬.૮ ટકા સાથે છઠ્ઠા ક્રમે, માલદિવ ૧૩૧.૮ ટકા સાથે સાતમાં ક્રમે, અમેરિકા-યુનાઈટેડ સ્ટેટ્સ ૧૨૫ ટકા સાથે આઠમાં ક્રમે, સેનેગલ ૧૨૨.૯ ટકા સાથે નવમાં સ્થાને અને ફ્રાંસ ૧૧૬.૫ ટકા ડેટ ટુ જીડીપી રેશીયો સાથે ૧૦માં ક્રમે છે.

જાપાન, અમેરિકા જેવા વિકસિત દેશોની તુલનાએ ભારત તુલનાત્મક ઓછો ડેટ ટુ જીડીપી રેશીયો ૮૧.૪ ટકા સાથે ૩૫માં ક્રમે અને ચાઈના ૯૬.૩ ટકા સાથે ૨૧માં ક્રમે છે. આમ એશીયાના બે દેશો જાપાન અને સિંગાપુર ગ્લોબલ ડેટ રેન્કિંગમાં આ વર્ષે ટોચના ૧૦માં છે. વિશ્વનું જનરલ સરકારી કુલ દેવું જીડીપીના જે ૨૦૨૪માં ૯૨.૪ ટકા હતું, એ વધીને ઓકટોબર ૨૦૨૫માં ૯૪.૭ ટકા રહ્યું છે.