Get The App

BIG NEWS | ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઇન લંબાવાઈ, આજે છેલ્લો મોકો

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
BIG NEWS | ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઇન લંબાવાઈ, આજે છેલ્લો મોકો 1 - image


ITR Last Date Extended: આવકવેરા વિભાગે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધુ એક દિવસ લંબાવી છે. તેથી, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 16 સપ્ટેમ્બર 2025 છે. અગાઉ આ તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. જોકે, ITR ફાઇલ કરવાની સૌથી પહેલી અંતિમ તારીખ 31 જુલાઈ 2025 હતી, જે પહેલાથી જ લંબાવવામાં આવી હતી.

રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી

આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે એક દિવસ વધારીને 16 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ પગલું તે કરદાતાઓની સુવિધા માટે લેવામાં આવ્યું છે જેમને આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓના કારણે રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.



આ પણ વાંચોઃ યુપીઆઈથી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ રોકડ ઉપાડી શકાશે

ક્યાં સુધી કરી શકાશે ફેરફાર?

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જરૂરી અપડેટ્સ અને ફેરફારો કરવા માટે 16 સપ્ટેમ્બરે રાત્રે 12:00 વાગ્યાથી સવારે 2:30 વાગ્યા સુધી મેન્ટેનન્સ કરવામાં આવશે.  

ITR ફાઇલ કરવાની તારીખ એક દિવસ લંબાવવાથી કરદાતાઓને થોડી રાહત મળી છે. પરંતુ વિભાગે દરેકને સમયસર તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અપીલ કરી છે, જેથી છેલ્લી ઘડીએ ટેક્નિકલ સમસ્યાઓ અથવા દંડ ટાળી શકાય.

દંડની જોગવાઈ

વધારાના દંડથી બચવા માટે સમયસર આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું જરૂરી છે. ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 234F હેઠળ, જે કરદાતાઓ પાસે ટેક્સનું દેવું હોય છે તેમને નિર્ધારિત સમયમર્યાદા પછી રિટર્ન ફાઇલ કરવા બદલ દંડ કરવામાં આવે છે. જો કરદાતાની કુલ આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય, તો મોડા ITR ફાઇલ કરવા બદલ 5000 રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવશે. બીજી બાજું, જેમની આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તેમને 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ પણ વાંચોઃ સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ ‘એન્યુઅલ ફાસ્ટેગ પાસ’ લાવશે, નીતિન ગડકરીની જાહેરાત

મોડા ITR ભરવાથી શું તકલીફ થશે? 

સમયસર ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ ન કરવાથી માત્ર દંડ જ નહીં પરંતુ ઘણી અન્ય સમસ્યાઓ પણ થાય છે. કલમ 234A હેઠળ, ટેક્સ ચુકવવાની બાકી રકમ પર દર મહિને 1% વ્યાજ ચૂકવવું પડે છે. આ ઉપરાંત, રિટર્ન મોડા ફાઇલ કરવાથી પ્રોસેસિંગમાં પણ વધુ સમય લાગે છે અને રિફંડ મેળવવામાં પણ વિલંબ થાય છે. જો માહિતી છુપાવવામાં આવે અથવા ખોટી રીતે આપવામાં આવે, તો ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ જેલની સજા પણ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, 3 મહિનાથી 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.


Tags :