Get The App

ટેક્સપેયર્સ માટે મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR, લંબાવાઈ ડેડલાઈન

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
ટેક્સપેયર્સ માટે મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR, લંબાવાઈ ડેડલાઈન 1 - image


ITR Deadline Extended: ટેક્સપેયર્સ (કરદાતા) માટે મોટા રાહતના સમાચાર છે. ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2024-25 (AY 2025-26) માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2025થી લંબાવીને 15 સપ્ટેમ્બર, 2025 કરી છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મની નોટિફિકેશન જાહેર કરવામાં વિલંબ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈન્કમ ટેક્સ વિભાગે X (પૂર્વ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી હતી.

CBDTએ X પર આપી માહિતી

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા X પર આ અંગે માહિતી આપી હતી કે, 'કરદાતાઓ મહેરબાની કરીને નોંધ લો! CBDT એ ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ તે 31 જુલાઈ 2025 હતી. ડેડલાઈનમાં આ વધારો ITR ફોર્મમાં મહત્ત્વના સુધારા, સિસ્ટમ ડેવલપમેન્ટ જરૂરિયાતો અને TDS ક્રેડિટ દર્શાવવા જેવા ફેરફારોને લીધે કરવામાં આવ્યો છે. આ ફેરફારો તમામ માટે સરળ અને વધુ સચોટ ફાઇલિંગ અનુભવ સુનિશ્ચિત કરે છે.'

આ પણ વાંચો: UPI માટે નવી ગાઈડલાઈન, 1 ઓગસ્ટથી દિવસમાં એક એપ પર 50 વખત જ બેલેન્સ ચેક કરી શકાશે

ફાઈલિંગ માટે મળશે વધુ  46 દિવસ

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આઈટીઆર ફાઈલિંગ કરવાની મુદ્દત લંબાવવામાં આવતાં કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા વધારાના 46 દિવસ મળશે. મોટાભાગના સામાન્ય કરદાતાઓ આ મુદ્દતનો લાભ લઈ શકશે. જેમના ખાતાનું ઓડિટ કરવું જરૂરી નથી તેવા તમામ કરદાતાઓ હવે 15 સપ્ટેમ્બર, 2025 સુધી આઈટીઆર ફાઈલ કરી શકશે. આ તારીખ બાદ ITR ફાઇલ કરવા પર  રૂ. 5,000 સુધીની પેનલ્ટી ચૂકવવી પડશે.

સમયમર્યાદા વધારવા પાછળનું કારણ

CBDT અનુસાર, 'નાણાકીય વર્ષ 2025-26 માટે સૂચિત ITRમાં માળખાકીય અને કન્ટેન્ટ આધારિત ફેરફારો કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ આઈટીઆર ફાઈલિંગને સરળ, પારદર્શી બનાવવાનો છે. જે સચોટ ફાઈલિંગ પર ભાર મૂકે છે. જેના માટે ફોર્મ 26AS અને એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)માં ફેરફારો કરવામાં આવ્યા છે. આઈટીઆર દ્વારા કરવામાં આવેલા ફેરફારોને સમજવા તેમજ રિટર્ન ફાઈલ કરવામાં આ નવી ડેડલાઈન મદદરૂપ બનશે.'

આ પણ વાંચો: ITR ફાઇલ કરતાં પહેલા ખાસ ચેક કરવા જોઈએ આ 2 ફૉર્મ, નહીંતર અટકી શકે છે રિફંડ!

ટેક્સપેયર્સ માટે મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR, લંબાવાઈ ડેડલાઈન 2 - image

Tags :