Business

3 મહિનામાં ભારતીયોએ ઘરમાં મૂકી રાખેલું 50,000 કિલો સોનું વેચી માર્યું, જાણો આખરે શેનો છે ડર

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
ભારતમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડાથી સામાન્ય પરિવારો ચિંતિત છે. IBJA મુજબ, એપ્રિલ-જૂનમાં ગ્રાહકોએ 50,000 કિલોગ્રામ જૂનું સોનું વેચ્યું, જે ગયા વર્ષ કરતાં 43% વધુ છે. પાંચ મહિનામાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹36,000 ઘટીને ₹1,43,205 થયો છે. આગામી સમયમાં ભાવ વધુ ઘટવાની શક્યતા છે, જેથી લોકો રોકડ પસંદ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 મહિનામાં ભારતીયોએ ઘરમાં મૂકી રાખેલું 50,000 કિલો સોનું વેચી માર્યું, જાણો આખરે શેનો છે ડર

Gold Price Sharp Drop: ભારતમાં સોનાના ભાવમાં આવેલા તીવ્ર ઘટાડાને કારણે સામાન્ય પરિવારો અને રોકાણકારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આગામી સમયમાં સોનાના ભાવ હજુ વધુ ગગડશે તેવા ડરથી લોકો સોનું ખરીદવાને બદલે પોતાના ઘરનું જૂનું સોનું વેચી રહ્યા છે. 'ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિએશન'(IBJA)ના જણાવ્યા અનુસાર, એપ્રિલ-જૂનના માત્ર 90 દિવસની અંદર ગ્રાહકોએ આશરે 50,000 કિલોગ્રામ(50 ટન) જૂનું સોનું વેચી દીધું છે, જે ગયા વર્ષની સરખામણીએ 43 ટકા વધુ છે. મોટાભાગના લોકો સોનાના બદલામાં નવા દાગીના લેવાને બદલે રોકડા(કેશ) લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

5 મહિનામાં 36,000 રૂપિયાનો ઘટાડો
જાન્યુઆરી 2026માં 10 ગ્રામ સોનાનો ભાવ 1,80,000 રૂપિયાની ઐતિહાસિક સપાટીએ હતો, જે આજે MCX પર ઘટીને 1,43,205 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે માત્ર પાંચ મહિનામાં સોનાના ભાવમાં અંદાજે 36,000 રૂપિયાનો મોટો કડાકો બોલાયો છે. ઓલ બુલિયન જ્વેલર્સ ઍસોસિએશનના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સોનાનો ભાવ ઘટીને 1,35,000 અથવા તો 1,20,000 રૂપિયા સુધી નીચે આવી શકે છે. વૈશ્વિક બજારમાં પણ સોનું 3,850 ડૉલરથી 4,030 ડૉલર પ્રતિ આઉન્સની રેન્જમાં રહેવાની શક્યતા છે.

લગ્નસરા પહેલાં અસમંજસ

આગામી ત્રણ મહિનામાં તહેવારો અને લગ્નની સીઝન શરૂ થઈ રહી છે. જેમના ઘરે લગ્ન છે, તેઓ પણ દાગીનાની કિંમત વધુ ઘટી ન જાય તે માટે અત્યારથી જ જૂનું સોનું વેચીને નવું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
ગોલ્ડ રિસાયકલિંગ વધશે: નાણાકીય વર્ષ 2025-26માં ભારતે 72.4 અબજ ડૉલરના સોનાની આયાત કરી હતી. વર્ષ 2025માં રિસાયકલિંગ દ્વારા 125થી 150 ટન સોનું બજારમાં પાછું આવ્યું હતું, જે વર્તમાન ટ્રેન્ડ મુજબ 2026માં વધીને 200થી 250 ટન સુધી પહોંચી શકે છે.
ઘરોમાં સોનાનો ભંડાર: એક અનુમાન મુજબ, ભારતીય પરિવારો પાસે અંદાજે 30,000 ટન સોનું રાખેલું છે, જે વિશ્વમાં સૌથી વધુ પૈકીનું એક છે.