Business

શેરબજારમાં હાહાકાર: નિફ્ટી IT ઇન્ડેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, જાણો કયા શેરોમાં ભારે કડાકો

By GS Team
3 Jun 20262 mins read
TukuTouch Logo
ભારતીય શેરબજારમાં આજે અચાનક ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. સવારે દબાણ સાથે ખૂલેલા બજારમાં બપોર સુધીમાં પ્રોફિટ બુકિંગ અને ગભરાટભરી વેચવાલી હાવી થઈ ગઈ હતી. આ કડાકામાં સૌથી મોટો ફટકો આઇટી (IT) સેક્ટરને પડ્યો છે, જ્યાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 5.73% એટલે કે 1700થી વધુ પોઇન્ટ તૂટીને 29,338.3 ની સપાટીએ પહોંચી ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં હાહાકાર: નિફ્ટી IT ઇન્ડેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, જાણો કયા શેરોમાં ભારે કડાકો

IT Stocks Crash: ભારતીય શેરબજારમાં આજે અચાનક ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. સવારે દબાણ સાથે ખૂલેલા બજારમાં બપોર સુધીમાં પ્રોફિટ બુકિંગ અને ગભરાટભરી વેચવાલી હાવી થઈ ગઈ હતી. આ કડાકામાં સૌથી મોટો ફટકો આઇટી (IT) સેક્ટરને પડ્યો છે, જ્યાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 5.73% એટલે કે 1700થી વધુ પોઇન્ટ તૂટીને 29,338.3ની સપાટીએ પહોંચી ગયો હતો.

દિગ્ગજ આઇટી શેરો પાણી-પાણી

આઇટી સેક્ટરની અગ્રણી કંપની ટીસીએસ(TCS)નો શેર સૌથી વધુ 8.74% ગગડીને ₹2231 પર કારોબાર કરી રહ્યો હતો, જે જુલાઈ 2020 પછીનું તેનું સૌથી નીચું સ્તર છે. આ સિવાય અન્ય આઇટી કંપનીઓની સ્થિતિ પણ નાજુક જોવા મળી:

એચસીએલ ટેક (HCL Tech): 4.84%ના ઘટાડા સાથે ₹1183 પર.

ઇન્ફોસિસ (Infosys): 4.19%નો મોટો ઘટાડો.

વિપ્રો (Wipro): 3.67% તૂટીને ₹202 પર આવી ગયો.

LTM અને કોફોર્જ (Coforge): આ શેરોમાં પણ અનુક્રમે 8% અને 6.30% સુધીનો મોટો કડાકો બોલાઈ ગયો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ

બપોરે 12:30 વાગ્યા આસપાસ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1100 પોઇન્ટ અથવા 1.53% તૂટીને 73,506.15 પર આવી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 323.20 પોઇન્ટ અથવા 1.38% ના ઘટાડા સાથે 23,160.35 પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. બજારના તમામ 16 સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં (ઘટાડા સાથે) કારોબાર કરી રહ્યા હતા.

IT કંપનીઓ તૂટવા પાછળના 4 મુખ્ય કારણો

AI(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો ખતરો: બજારમાં એવો ડર ઘર કરી ગયો છે કે જનરેટિવ એઆઇ અને ઓટોમેશનને કારણે પરંપરાગત આઇટી સેવાઓની માંગમાં મોટો ઘટાડો આવી શકે છે.

પ્રોફિટ બુકિંગ: છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 6% જેટલો ઉછળ્યો હતો, જેથી રોકાણકારોએ આજે નફો વસૂલ કરવાનું યોગ્ય માન્યું હતું.

વિદેશી રોકાણકારો(FIIs)ની વેચવાલી: ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ભારતીય આઇટી સેક્ટરમાંથી નાણાં ખેંચીને વૈશ્વિક સ્તરે એઆઇ ક્ષેત્રે રહેલી નવી તકો તરફ વાળી રહ્યા છે.

વૈશ્વિક તણાવ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો (આશરે 105 ડૉલર) અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે સમગ્ર માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.