આઈટી, બેંકિંગ શેરો તૂટયા : સેન્સેક્સ ૪૯૩ પોઈન્ટ ઘટીને ૭૭૨૩૫
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૧૩૩ પોઈન્ટ ઘટીને ૨૪૧૫૫
FPIs/FIIની કેશમાં રૂ.૧૬૫૨ કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : રશીયા અને યુક્રેન વચ્ચે ફરી આક્રમક યુદ્વના એંધાણ અને ઈરાન તથા અમેરિકા વચ્ચે હોર્મુઝ પર કબજાને લઈ થઈ રહેલા દાવા વચ્ચે ઈરાન, ઓમાન વચ્ચે સમજૂતીના અહેવાલોને લઈ અમેરિકાની ઓમાનને ધમકીને લઈ મામલો ગરમાતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં પણ સેન્સેક્સ, નિફટી બેઝડ ધોવાણ વધ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ સતત મજબૂત બની રહ્યા હોઈ અને અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ નબળો પડતાં ફંડોએ આજે સાવચેતીમાં શેરોમાં નવી તેજીની પોઝિશન લેવાથી દૂર રહી હળવા થવાનું પસંદ કર્યું હતું.સેન્સેક્સ ૪૯૨.૭૦ પોઈન્ટ તૂટીને ૭૭૨૩૫.૪૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૩૨.૭૫ પોઈન્ટ ઘટીને ૨૪૧૫૪.૯૦ બંધ રહ્યા હતા.
આઈટી ઈન્ડેક્સ ૪૯૦ પોઈન્ટ તૂટયો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફરી વ્યાપક વેચવાલી થઈ હતી. નેલ્કો દ્વારા અમેરિકાની ડીટુડી સેટેલાઈટ કોમ્યુનિકેશન કંપની એલવિઓમાં બે કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવ્યાના પોઝિટીવ સમાચાર છતાં શેર રૂ.૧૩૨.૨૫ તૂટીને રૂ.૯૪૯.૨૫ રહ્યો હતો. માસ્ટેક રૂ.૯૫ તૂટીને રૂ.૧૭૧૭.૪૫, ટાટા એલેક્સી રૂ.૧૦૨.૯૦ ઘટીને રૂ.૩૬૬૧.૧૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૨૬.૩૦ ઘટીને રૂ.૫૪૪૫.૯૦, એલટીએમ રૂ.૧૨૭.૮૫ ઘટીને રૂ.૪૫૬૫.૮૫, ટીસીએસ રૂ.૩૪ ઘટીને રૂ.૨૨૮૧, ઝેનસાર રૂ.૬.૬૦ ઘટીને રૂ.૪૮૩.૯૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૯૦.૧૧ પોઈન્ટ તૂટીને ૨૯૧૦૫.૭૩ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફરી વેચવાલી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફરી ફંડોનું વેચવાલીનું પ્રેશર વધતું જોવાયું હતું. યશ બેંક ૪૩ પૈસા ઘટીને રૂ.૨૨.૪૮, કેનેરા બેંક રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૨૯.૨૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૯૫ ઘટીને રૂ.૨૪૪.૦૫, યુનિયન બેંક રૂ.૨.૧૫ ઘટીને રૂ.૧૮૫.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪.૩૫ ઘટીને રૂ.૩૮૭.૩૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૦.૩૦ ઘટીને રૂ.૧૦૫૩.૭૦, એચડીએફસી બેંક રૂ.૬.૮૦ ઘટીને રૂ.૭૨૩.૨૦ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરો તૂટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે વેચવાલી રહી હતી. ભેલ રૂ.૯.૮૦ ઘટીને રૂ.૪૨૫.૨૦, જીવી ટી એન્ડ ડી રૂ.૯૫ ઘટીને રૂ.૪૧૯૫, પોલીકેબ રૂ.૨૦૫ ઘટીને રૂ.૯૧૪૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૯૬ ઘટીને રૂ.૫૩૫૪ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોનું પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. હિન્દુસ્તાન ઝિંક રૂ.૯.૪૦ ઘટીને રૂ.૫૫૮.૨૦, સેઈલ રૂ.૨.૬૦ ઘટીને રૂ.૧૭૦.૪૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૭૩૧.૯૦, એનએમડીસી રૂ.૮૪.૨૯, હિન્દાલ્કો રૂ.૭.૫૦ ઘટીને રૂ.૧૦૪૨.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૯૬.૦૨ પોઈન્ટ ઘટીને ૪૧૭૭૯.૫૩ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડોની ખરીદી
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી થઈ હતી.પિરામલ ફાર્મા રૂ.૫.૮૦ વધીને રૂ.૨૧૦.૫૫, કોન્કોર્ડ બાયો રૂ.૫૩.૪૦ વધીને રૂ.૧૫૬૬.૮૦, હાઈકલ રૂ.૪.૬૫ વધીને રૂ.૨૧૭.૩૫, સુવેન રૂ.૭.૮૫ વધીને રૂ.૩૪૧.૦૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૨૪.૪૫ પોઈન્ટ વધીને ૫૦૮૧૩.૮૩ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ઘટાડે સપોર્ટ
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ઘટાડે સિલેક્ટિવ શેરોમાં ખરીદીનો સપોર્ટ મળતો જોવાયો હતો. મધરસન રૂ.૧.૭૦ વધીને રૂ.૧૬૯.૯૫, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૨.૫૦ વધીને રૂ.૪૭૨.૪૫, ભારત ફોર્જ રૂ.૧૦.૮૫ વધીને રૂ.૨૦૯૮, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૬ વધીને રૂ.૩૪૧૬, એમઆરએફ રૂ.૩૯૪.૬૫ વધીને રૂ.૧,૩૩,૪૪૨ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતી
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓની નફારૂપી વેચવાલી વધતાં માર્કેટબ્રેડથ વધુ નબળી પડી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૪૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૮૭થી ઘટીને ૧૮૯૦ અને ઘટનારની સંખ્યા ૨૩૫૩થી વધીને ૨૪૨૬ રહી હતી.
DIIની રૂ.૨૫૭૯ કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૬૫૧.૫૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૩,૫૪૩.૩૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૮૯૧.૭૭ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૫૭૯.૩૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
રોકાણકારોની સંપતિ ઘટી
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૬૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૯૦.૭૯ લાખ કરોડ પહોંચ્યું હતું.









