- નિફટી સ્પોટ 100 પોઈન્ટ ગબડીને 26042 : મેટલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધોવાણ : FPIs/FIIની કેશમાં રૂ.318 કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંતના દિવસો અને સપ્તાહાંતે આજે હોલી-ડે મૂડ સાથે મોટા ફંડો, ખેલાડીઓની ગેરહાજરી અને વૈશ્વિક મોરચે નિરૂત્સાહ સાથે વર્ષ ૨૦૨૬ માટે આર્થિક મોરચે વિશ્વાસની કટોકટીને લઈ આજે શેરોમાં એકંદર મંદીની રૂખ રહી હતી. વૈશ્વિક ફંડો હાલના દિવસોમાં ઈક્વિટીને બદલે સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં રેકોર્ડ બ્રેક તેજીને લઈ આ મેટલમાં રોકાણ તરફ વળ્યા હોઈ અને હજુ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહી અમેરિકાએ વેનેઝુએલાને ભીંસમાં લેવાની સાથે હવે નાઈજીરિયામાં આઈસીસના મથકો પર હવાઈ હુમલા કરતાં અને બીજી તરફ બાંગ્લાદેશમાં ચૂંટણીઓ પૂર્વે મોટી હલચલને લઈ ભારત માટે પણ ડેવલપમેન્ટ પર નજર વચ્ચે ફંડોએ નવી તેજીમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવતા બજારમાં નિરસતા વધતી જોવાઈ હતી. ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, ફાર્મા શેરોમાં વેચીને હળવા થવાનું પસંદ કર્યું હતું. જ્યારે મેટલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી ચાલુ રહી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું સતત વ્યાપક વેચાણ ચાલુ રહ્યું હતું. સેન્સેક્સ ૩૬૭.૨૫ પોઈન્ટ ગબડીને ૮૫૦૪૧.૪૫ અને નિફટી ૫૦ સ્પોટ ૯૯.૮૦ પોઈન્ટ તૂટીને ૨૬૦૪૨.૩૦ બંધ રહ્યા હતા.
આઈટી ઈન્ડેક્સ ૩૩૭ પોઈન્ટ ઘટયો : બ્લુક્લાઉડ, માઈન્ડટેક, કોફોર્જ, જેનેસીસ, બીએલએસઈ ગબડયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં સપ્તાહના અંતે ફંડો હળવા થયા હતા. બ્લુક્લાઉડ રૂ.૨.૨૦ તૂટીને રૂ.૨૨.૮૪, માઈન્ડટેક રૂ.૮.૨૦ ઘટીને રૂ.૨૦૧.૧૦, કોફોર્જ રૂ.૬૪.૨૦ ઘટીને રૂ.૧૬૭૩.૨૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૪૩૯.૪૦, બીએલએસઈ રૂ.૭.૨૦ ઘટીને રૂ.૨૦૭.૭૦, સિગ્નિટી ટેક રૂ.૪૮.૦૫ ઘટીને રૂ.૧૬૫૫.૫૦, ઓરિઓનપ્રો રૂ.૨૮ ઘટીને રૂ.૧૧૦૧.૧૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૬.૪૫ ઘટીને રૂ.૭૨૩.૫૦, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૧૨૭.૦૫ ઘટીને રૂ.૬૦૩૪.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૩૬.૫૬ પોઈન્ટ ઘટીને ૩૭૪૨૦.૩૯ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી વધી : ટીમકેન રૂ.૭૨ તૂટી રૂ.૨૯૯૨ : સુપ્રિમ ઈન્ડ., કમિન્સ, પોલીકેબ ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોની વેચવાલી વધી હતી. ટીમકેન રૂ.૭૧.૭૦ તૂટીને રૂ.૨૯૯૨, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૫ ઘટીને રૂ.૩૨૭૬.૩૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૫૧.૪૫ ઘટીને રૂ.૩૮૭૮.૫૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૫૫.૪૫ ઘટીને રૂ.૪૩૫૪.૧૦, ઝેનટેક રૂ.૧૭.૫૦ ઘટીને રૂ.૧૩૭૩.૩૦, જયોતી સીએનસી રૂ.૧૨.૩૦ ઘટીને રૂ.૯૮૧.૭૦, પોલીકેબ રૂ.૮૮.૪૦ ઘટીને રૂ.૭૫૪૦, વારી એનજીૅ રૂ.૩૨.૮૦ ઘટીને રૂ.૩૦૪૬.૩૫, કેઈઆઈ રૂ.૪૦.૩૫ ઘટીને રૂ.૪૩૬૯.૪૦, સીજી પાવર રૂ.૫.૫૦ ઘટીને રૂ.૬૫૫.૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૬૨.૨૩ પોઈન્ટ ઘટીને ૬૭૧૪૧.૫૬ બંધ રહ્યો હતો.
વાહનોના વેચાણ માટે વર્ષાંતે ઓટો કંપનીઓની ઓફરો છતાં નબળા પ્રતિસાદે ઓટો શેરો હીરો, બજાજ ઘટયા
વર્ષાંતે ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા વાહનોના સ્ટોકને ખાલી કરવા ગ્રાહકોને ડિસ્કાઉન્ટોની ઓફર છતાં વેચાણમાં નબળો પ્રતિસાદ સાંપડી રહ્યો હોઈ ઓટો શેરોમાં ફંડો નવી ખરીદીથી દૂર હળવા થયા હતા. ઉનો મિન્ડા રૂ.૨૧ ઘટીને રૂ.૧૨૬૯.૬૦, અપોલો ટાયર રૂ.૬.૧૦ ઘટીને રૂ.૫૦૫.૫૫, હીરો મોટોકોર્પ રૂ.૬૨.૮૦ ઘટીને રૂ.૫૬૩૫.૩૫, બજાજ ઓટો રૂ.૯૯.૨૫ ઘટીને રૂ.૯૦૬૬.૪૫, બોશ રૂ.૩૬૦.૬૦ ઘટીને રૂ.૩૫,૮૩૨.૨૫, ટીવીએસ મોટર રૂ.૩૩.૬૦ ઘટીને રૂ.૩૬૩૨.૪૫, એમઆરએફ રૂ.૧૨૦૧.૩૫ ઘટીને રૂ.૧,૫૦,૨૧૧, મારૂતી સુઝુકી રૂ.૧૧૮.૧૦ ઘટીને રૂ.૧૬,૫૮૯.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૩૬.૩૧ પોઈન્ટ ઘટીને ૬૧૬૧૦.૪૫ બંધ રહ્યો હતો.
ફાર્મા શેરોમાં સાવચેતી : બ્લિસ જીવીએસ, કેપીએલ, નેક્ટર, થ્રીબી બ્લેકબાયો, એડવાન્સ એન્ઝાઈમ ઘટયા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોની નવી ખરીદીમાં વર્ષાંતે સાવચેતી સાથે કેટલાક શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. બ્લિસ જીવીએસ રૂ.૯.૨૦ ઘટીને રૂ.૧૬૬.૬૦, કેપીએલ રૂ.૬૦.૨૫ ઘટીને રૂ.૧૧૦૧.૪૫, થ્રીબી બ્લેકબાયો રૂ.૬૦.૮૫ ઘટીને રૂ.૧૩૯૩.૮૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૧૧.૪૦ ઘટીને રૂ.૨૯૫.૯૫, એસ્ટ્રાઝેનેકા રૂ.૨૫૪.૦૫ ઘટીને રૂ.૮૯૦૮.૭૦, આરતી ફાર્મા રૂ.૧૮.૩૦ ઘટીને રૂ.૭૪૨.૧૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૫૯.૬૧ પોઈન્ટ ઘટીને ૪૩૮૭૦.૭૬ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : નાલ્કો રૂ.૧૧ વધી રૂ.૩૦૭ : હિન્દુસ્તાન ઝિંક, એપીએલ અપોલો વધ્યા
સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડ બ્રેક અવિરત તેજી સાથે પેલેડિયમ, પ્લેટીનમના ભાવો પણ ઉછળતાં અને વૈશ્વિક મોરચે નોન-ફેરસ મેટલના ભાવોમાં પણ મજબૂતી પાછળ આજે પસંદગીના મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. ખાસ ચાંદીના ભાવોમાં વધારા પાછળ નાલ્કો રૂ.૧૧.૫૦ વધીને રૂ.૩૦૬.૯૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૧.૯૦ વધીને રૂ.૬૩૬.૭૫, હિન્દાલ્કો રૂ.૮.૬૦ વધીને રૂ.૮૭૨.૮૦ રહ્યા હતા. જ્યારે એપીએલ અપોલો રૂ.૨૮.૫૦ વધીને રૂ.૧૮૮૫.૭૦, એનએમડીસી રૂ.૧.૨૩ વધીને રૂ.૮૨.૬૩ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૬૬.૩૩ પોઈન્ટ વધીને ૩૫૬૫૮.૬૩ બંધ રહ્યો હતો.
રેલવે શેરોમાં તેજી : રેલ વિકાસ નિગમ, રેલટેલ, ઈરકોન, એમએમટીસી, આઈઆરએફસી વધ્યા
ખરાબ બજારે આજે એ ગુ્રપના પસંદગીના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. રેલ વિકાસ નિગમ રૂ.૪૨.૨૫ વધીને રૂ.૩૮૭.૯૫, એમએમટીસી રૂ.૬.૭૦ વધીને રૂ.૬૪.૨૧, આઈઆરએફસી રૂ.૧૨.૦૫ વધીને રૂ.૧૩૩.૫૦, હિન્દુસ્તાન કોપર રૂ.૩૮.૯૫ વધીને રૂ.૪૭૫.૪૫, જીએમડીસી રૂ.૪૩.૯૫ વધીને રૂ.૫૮૯.૬૦, રેલ ટેલ રૂ.૨૧.૫૦ વધીને રૂ.૩૭૮.૦૫, કિર્લોસ્કર ફેરસ રૂ.૨૫.૧૫ વધીને રૂ.૪૬૨.૮૦, ઈરકોન રૂ.૮.૩૦ વધીને રૂ.૧૭૮.૮૫, ટેક્સરેઈલ રૂ.૬.૧૫ વધીને રૂ.૧૪૦.૨૫ રહ્યા હતા.
FPIs/FIIની રૂ.૩૧૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૭૭૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૩૧૭.૫૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૮૩૨.૩૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૧૪૯.૯૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૧૭૭૨.૫૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૯૯૮૦.૬૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૨૦૮.૧૨ કરોડની વેચવાલી કરી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં વર્ષાંતે સતત ગાબડાં : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૫૪૦ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ મોટી વેચવાલી સાથે ઘણા શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં પડતાં જોવાયા હતા. જેથી માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૮૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૯૮થી ઘટીને ૧૬૯૦ અને ઘટનારની સંખ્યા ૨૩૯૪થી વધીને ૨૫૪૦ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૦૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૩.૯૭ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં હેમરિંગ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી ચાલુ રહેતાં ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧.૦૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૩.૯૭ લાખ કરોડ રહ્યું હતું.


