Get The App

રોકાણકારોને સુરક્ષિત માપદંડો સાથે અલ્ગો ટ્રેડિંગની મંજૂરી

- સેબીના આ સર્કયુલરની જોગવાઈઓ ૧લી ઓગસ્ટ ૨૦૨૫થી લાગુ થશે

- ૧લી એપ્રિલ ૨૦૨૫ સુધીમાં સેબી સાથે પરામર્શ કરી સ્ટોક એક્સચેન્જોના નેજા હેઠળ બ્રોકર્સ ઈન્ડસ્ટ્રીઝ સ્ટાન્ડર્ડ ફોરમ દ્વારા અમલીકરણના ધોરણો ઘડવામાં આવશે

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
રોકાણકારોને સુરક્ષિત માપદંડો સાથે અલ્ગો ટ્રેડિંગની મંજૂરી 1 - image


મુંબઈ : અલ્ગો ટ્રેડીંગ માટે હવે રિટેલ રોકાણકારોને પણ મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સુરક્ષિત ધોરણો-પગલાં સાથે મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી અલ્ગોરિધમ થકી ટ્રેડીંગ પરવાનગી માત્ર સંસ્થાકીય રોકાણકારોને જ હતી.રિટેલ રોકાણકારો દ્વારા અલ્ગો ટ્રેડિંગ માટે મંજૂરી આપવા માંગ વધી રહી હતી. રિટેલ રોકાણકારોને અલ્ગો ટ્રેડિંગમાં સુરક્ષિત ટ્રેડિંગ માટેની સવલત પૂરી પાડવા અને આ માટે રિસ્ક મેનેજમેન્ટમાં એક્સચેન્જો અને બ્રોકરોની ભૂમિકા મહત્વની  હોઈ સેબીએ વર્તમાન નિયમનકારી માળખાની સમીક્ષા કરવા અને તેને સુધારવાનો નિર્ણય લીધો છે. રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને યોગ્ય ચેક એન્ડ બેલેન્સની ખાતરી સાથે આ મંજૂરી આપવાનું નક્કી કરાયું છે. ઉલ્લેખનીય છે કે, સેબીએ ૯, ડિસેમ્બર ૨૦૨૧ના રિટેલ રોકાણકારો દ્વારા અલ્ગો ટ્રેડિંગમાં સહભાગી થવા એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (એપીઆઈ)પર ચર્ચા પત્ર જારી કર્યો છે.

એક્સચેન્જોની જવાબદારી અલ્ગોરિધમિક ટ્રેડીંગના સુપરવાઈઝરીની ચાલુ રહેશે. ૧લી એપ્રિલ ૨૦૨૫ સુધીમાં સેબી સાથે પરામર્શ કરી સ્ટોક એક્સચેન્જોના નેજા હેઠળ બ્રોકર્સ ઈન્ડસ્ટ્રીઝ સ્ટાન્ડર્ડ ફોર્મ દ્વારા અમલીકરણના ધોરણો ઘડવામાં આવશે. સેબીના આ સર્કયુલરની જોગવાઈઓ ૧લી ઓગસ્ટ ૨૦૨૫થી લાગુ થશે. એપીઆઈ દ્વારા અલ્ગો ટ્રેડિંગની જોગવાઈના હેતુ માટે બ્રોકરો પ્રમુખ રહેશે,.

કોઈપણ અલ્ગો પ્રદાતા અથવા ફિનટેક/વેન્ડર હોય ત્યારે એ બ્રોકર દ્વારા પૂરા પાડવામાં આવતા એપીઆઈના ઉપયોગ કરતી વખતે એ તેના (અહીં અલ્ગો પ્રોવાઈડર ) એજન્ટ રહેશે.

એપ્લિકેશન પ્રોગ્રામિંગ દ્વારા ઉદ્દભવતા તમામ અલ્ગો ઓર્ડર બ્રોકરો દ્વારા અલ્ગો પ્રદાતાઓ સુધી વિસ્તરેલ ઈન્ટરફેસ (એપીઆઈ)ને સ્ટોક એક્સચેન્જ દ્વારા પૂરા પડાતા યુનિક આઈડેન્ટિફાયર સાથે ટેગ કરવાના રહેશે. પ્રોગ્રામિંગ સમજણનો ઉપયોગ દ્વારા ટેક-સેવિ રિટેલ રોકાણકારો દ્વારા જાતે જ ડેવલપર કરાયેલા અલ્ગોને જો તે દર સેકન્ડે ટુથ્રેસોલ્ડનો ચોક્કસ ઓર્ડર પાર કરે તો જ તેમના બ્રોકર થકી એક્સચેન્જ સાથે રજીસ્ટર્ડ કરાવવાનું રહેશે.

આ ઉપરાંત આ રિટેલ રોકાણકારો દ્વારા ઉપયોગમાં લેવાયેલા એ જ રજીસ્ટર્ડ અલ્ગો માટે તેમના પરિવાર માટે (અન્ય રોકાણકારો માટે નહીં) મંજૂરી આપવામાં આવશે. આ હેતુ માટે ફેમિલી-પરિવાર એટલે પોતે, પત્ની, આશ્રિત બાળકો અને આશ્રિત માતા-પિતા ગણવામાં આવશે.

સેબીએ આ માટે હવે બ્રોકરોએ શું કરવાનું રહેશે એની સ્પષ્ટતા કરી છે. જેમાં (૧) બ્રોકરે અલ્ગો ઓર્ડરો બાબતે તમામ ઓર્ડરોને ઓળખવા અને વર્ગીકૃત કરવા તેમની પાસે રહેલી સિસ્ટમ, પ્રોસીજર-પ્રક્રિયા હોવાની ખાતરી કરવાની રહેશે.

(૨) ઓપન એપીઆઈની પરવાનગી રહેશે નહીં અને ફક્ત યુનિક વેન્ડર ક્લાયન્ટ સ્પેસિફિક એપીઆઈ કી અને સ્ટેટિક આઈપી બ્રોકર દ્વારા વ્હાઈટલિસ્ટેડ કરાયેલ હોય એની જ મંજૂરી રહેશે. અલ્ગો પ્રદાતા અને એન્ડ યુઝર (રોકાણકાર)ની ઓળખ થઈ શકે એ માટે આ જરૂરી દર્શાવાયું છે.

(૩) માત્ર ઓઓથ (ઓપન ઓથેન્ટિકેશન) ૩ આધારિત પ્રમાણીકરણ-ઓથોન્ટિકેશન હોવું જરૂરી રહેશે અન્ય તમામ પ્રમાણીકરણ પધ્ધતિઓ બંધ કરવામાં આવશે. (૪) બે ફેકટર ઓથોન્ટિકેશન થકી એપીઆઈની એક્સેસ પ્રમાણિત કરવાની રહેશે. (૫) અલ્ગો પ્રોવાઈડરો આ બ્રોકરને એજન્ટો હોવાથી ફક્ત એમ્પેનલ્ડ અલ્ગો પ્રદાતાઓ સાથે ડિલ કરવાની રહેશે અને તમામ સંબંધિત ફરિયાદોનું નિવારણ લાવવાનું રહેશે.

અલ્ગો ટ્રેડિંગ સંબંધિત હાલની જોગવાઈ દ્વારા (પરંતુ તેના સુધી મર્યાદિત નહીં) રોકાણકારોને અલ્ગો ટ્રેડિંગની સુવિધા પૂરી પાડતાં બ્રોકરો તેનું પાલન કરવાનુ ચાલુ રાખવાનું રહેશે.

જેમાં (૧) અલ્ગો ટ્રેડિંગની સુવિધા બ્રોકર દ્વારા ત્યારે જ પૂરી પાડવામાં આવશે, જ્યારે દરેક અલ્ગો માટે સ્ટોક એક્સચેન્જની જરૂરી પરવાનગી મેળવાઈ હોય.

(૨) ઓડિટ ટ્રેઈલ કરવા અને પરવાનીત અલ્ગોમાં સુધારા કે ફેરફાર માટે એક્સચેન્જની બ્રોકર દ્વારા મંજૂરી માટે બધા અલ્ગો ઓર્ડર દ્વારા પ્રદાન કરાયેલ યુનિક આઈડેન્ટિફિકેશન સાથે ટેગ કરવામાં આવશે.

(૩) અલ્ગો ટ્રેડિંગ સંબંધિત રોકાણકારોની ફરિયાદોના નિવારણ માટે અને પ્રતિબંધિત પ્રવૃતિઓ માટે એપીઆઈઝ પર દેખરેખ માટે બ્રોકરો સંપૂર્ણપણે જવાબદાર રહેશે.

અલ્ગો પ્રોવાઈડરોનું નિયમન સેબી દ્વારા થશે નહીં, પરંતુ કોઈપણ અલ્ગો પ્રદાતા બ્રોકરો સાથે ઓર્ડર કરવાની સુવિધા પૂરી પાડે છે. એક સુરક્ષિત અધિકૃત માળતું જે થર્ડ-પાર્ટી એપ્લિકેશનોને વપરાશકર્તાની તેમના લોગિન આળખાણ અને અથવા અન્ય સંવેદનશીલ માહિતી શેર કરવાની જરૂરીયાત વિના ઉપયોગકર્તાને ડેટાને એક્સેસ કરવાની મંજૂરી આપે છે.


Google NewsGoogle News