Get The App

એપ્રિલમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 51 લાખ કરોડનો રેકોર્ડ વધારો

- માર્ચમાં મોટાપાયે નુકસાન થયા બાદ એપ્રિલ માસમાં ભારતીય શેરબજારનું માર્કેટ કેપ વધીને રૂ. ૪૬૩.૩ લાખ કરોડ પહોંચ્યું

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
એપ્રિલમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 51 લાખ કરોડનો રેકોર્ડ વધારો 1 - image

અમદાવાદ : દેશની તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ એપ્રિલ અંતે લગભગ રૂ. ૫૧ લાખ કરોડ વધીને રૂ. ૪૬૩.૩ લાખ કરોડ રહ્યું હતું. આ અત્યાર સુધીનો સૌથી વધુ માસિક વધારો છે. માર્કેટ કેપે અગાઉ માર્ચ ૨૦૨૫માં નોંધાયેલા રૂ. ૨૮.૯ લાખ કરોડના ઉચ્ચતમ સ્તરને પણ વટાવી દીધું હતું. 

માર્ચમાં બજાર મૂલ્યમાં જંગી ઘટાડા પછી આ તીવ્ર વધારો નોંઘાયો છે. આ ઘટાડો પશ્ચિમ એશિયા કટોકટીને કારણે થયો હતો, જેના કારણે ક્ડના ભાવમાં વધારો થયો અને સ્થાનિક શેરબજાર નબળું પડયું હતું.ગત એપ્રિલ માસમાં બેન્ચમાર્ક સૂચકાંકોમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો, જેમાં સેન્સેક્સ ૬.૯ ટકા અને નિફ્ટી ૭.૫ ટકા વધ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૩ પછી આ તેમનું શ્રેષ્ઠ માસિક પ્રદર્શન હતું.

સ્થાનિક બજાર મૂડીએ માર્ચના વેચાણ દરમિયાન થયેલા નુકસાનને પાછું મેળવ્યું છે અને બજાર યુદ્ધ શરૂ થયા પહેલાના સ્તરે પાછું ફર્યું છે. જોકે, કુલ બજાર મૂડી ૨ જાન્યુઆરીએ નોંધાયેલા રૂ. ૪૮૧ લાખ કરોડના ટોચના સ્તરથી લગભગ રૂ. ૧૮ લાખ કરોડ નીચે છે.

તાજેતરના સુધારા છતાં, સેન્સેક્સ તેના ૮૫,૮૩૬ ના રેકોર્ડ બંધ સ્તરથી લગભગ ૧૧% નીચે છે, જ્યારે નિફ્ટી તેની ટોચથી લગભગ ૯% નીચે છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો પણ તેમના ઉચ્ચ સ્તરથી નીચે છે, જે અનુક્રમે ૨.૭% અને ૮.૪% ઘટયા છે.

વિશ્લેષકો ચેતવણી ઉચ્ચારી છે કે તાજેતરના સુધારા પછી હજુ પણ ઘટાડાનું જોખમ રહેલું છે, જ્યારે મૂલ્યાંકન મર્યાદિત દેખાય છે, નિફ્ટી તેની ૧૨-મહિનાની આગળની કમાણીના લગભગ ૧૯ ગણા લાંબા ગાળાના સરેરાશની નજીક ટ્રેડિંગ કરી રહ્યો છે.

બજાર માટે ચાલુ ભૂ-રાજકીય તણાવ વચ્ચે ક્ડના ઊંચા ભાવ, સરેરાશથી ઓછા ચોમાસાની શક્યતા અને કમાણીના ડેટા પરના જોખમો મુખ્ય ચિંતાઓ છે.