ઓક્ટોબરમાં ગોલ્ડ ETFમાં રોકાણમાં ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવ ઘટતા ગોલ્ડ તેમજ સિલ્વર ઈટીએફમાં રોકાણમાં પીછેહઠ
ફંડ ઓફ ફંડ્સમાં નવા સબ્સ્ક્રિપ્શન સ્થગિત થતા ગોલ્ડ ઈટીએફમાં ઓક્ટોબરમાં અંદાજે રૂ. ૩,૩૦૦ કરોડનું રોકાણ, જે સપ્ટેમ્બરમાં રૂ. ૪,૪૫૦ કરોડ હતું
અમદાવાદ : એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ના ડેટા પરથી મેળવેલા અંદાજ મુજબ, ઓક્ટોબર મહિનામાં ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)માં થતું રોકાણ ાૃધીમું પડયું છે. આ ઘટાડો એવા સમયે નોંાૃધાયો છે જ્યારે મોટાભાગની એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ (એએમસી) મહિનાના ઉત્તરાર્ધમાં પોતાના ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સ (FoFs)માં નવા રોકાણો લેવાનું સ્થગિત કર્યું હતું.
ઓક્ટોબરમાં ગોલ્ડ ઈટીએફમાં અંદાજે રૂ. ૩,૩૦૦ કરોડનું ચોખ્ખું રોકાણ આવ્યું હતું. તેની સરખામણીએ સપ્ટેમ્બરમાં રૂ. ૪,૪૫૦ કરોડનું ૭ મહિનાની સૌથી ઊંચી સપાટીએ રોકાણ નોંધાયું હતું.
ગોલ્ડ ઈટીએફમાં રોકાણ ત્રણ માધ્યમો દ્વારા આવે છે. સ્ટોક એક્સચેન્જ પર રોકાણકારો દ્વારા સીધી ખરીદી, રૂ. ૨૫ કરોડથી વધુના મોટા રોકાણો માટે એએમસી સાથે સીધા યુનિટનું સર્જન, અને ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સ દ્વારા રોકાણ (જે આગળ જઈને સંબંિધત ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરે છે).
સોનાની વધતી આયાત અને રૂપિયા પરના દબાણ અંગેની ચિંતાઓને ધ્યાને રાખી સેબી દ્વારા અપાયેલા નિર્દેશ બાદ ફંડ હાઉસે ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સમાં નવા સબ્સ્ક્રિપ્શન સ્થગિત કર્યા છે.
ગોલ્ડ ઈટીએફ તેમજ સિલ્વર ઈટીએફમાં કિંમતી ધાતુઓમાં આવેલી જોરદાર તેજી વચ્ચે ૨૦૨૫માં રોકાણકારોનો રસ તીવ્રપણે વધ્યો હતો. જોકે, ૨૦૨૬માં આ ભાવોમાં નરમાઈ જોવા મળી છે. ખાસ કરીને છેલ્લા બે મહિનામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં ૩૧ ઓક્ટોબરના રોજ પૂરા થયેલા બે મહિનાના સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો થયો છે. રૂપિયાના સંદર્ભમાં જોઈએ તો, સોનાના ભાવ હાલ ઓલ-ટાઇમ હાઈ સપાટીથી ૨૫ ટકા નીચે છે.
વાૃધતી મોંઘવારીના ડરને પગલે કડક વ્યાજ દર નીતિ જળવાઈ રહેતાં યુએસ ફેડ દ્વારા વ્યાજ વધારાની અપેક્ષાઓનું દબાણ વધ્યું છે. આ માળખાકીય પરિસ્થિતિએ યુએસ બોન્ડ યીલ્ડ વધારી છે અને યુએસ ડૉલરને મજબૂત રાખ્યો છે, જેના કારણે કોઈ વળતર (ડિવિડન્ડ/વ્યાજ) ન આપતા સોનાને જાળવી રાખવાનો તક-ખર્ચ વધી ગયો છે.
જાણકારોના જણાવ્યા મુજબ, ટૂંકા ગાળામાં આ ધાતુ પર દબાણ રહી શકે છે. રોકાણકારોએ વર્તમાન સ્તરે પૂરી રકમ રોકવાનું ટાળવું જોઈએ અને તેના બદલે ભાવ ઘટવા પર તબક્કાવાર ખરીદી કરવાનો વિચાર કરવો જોઈએ. અનિશ્ચિતતા સામે જોખમ ઘટાડવા અને પોર્ટફોલિયોના વૈવિધ્યકરણ માટે સોનું લાંબા ગાળાના પોર્ટફોલિયોનો ભાગ બની રહી શકે છે.




