વીમા કંપનીઓનો AI, ક્લાઉડ ટેકનોલોજી પર ભાર, IT ખર્ચમાં 10 ટકાનો વધારો

- અંડરરાઇટિંગ, ક્લેમ પ્રક્રિયાઓ અને સ્વયંસંચાલિત ગ્રાહક સેવામાં AI અને મશીન લર્નિંગ પર ખર્ચમાં વધારો

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
વીમા કંપનીઓનો AI, ક્લાઉડ ટેકનોલોજી પર ભાર, IT ખર્ચમાં 10 ટકાનો વધારો 1 - image


નવી દિલ્હી : વીમા કંપનીઓ ટેકનોલોજી પર ભારે ખર્ચ કરી રહી છે. કંપનીઓ ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પર વધુ ખર્ચ કરી રહી છે જેથી તેઓ આધુનિક ક્લાઉડ આર્કિટેક્ચર તરફ આગળ વધી શકે. જેના થકી ગ્રાહકો, કર્મચારીઓ અને વિતરકોને વધુ સારો ઓનલાઈન અનુભવ પ્રદાન કરી શકાશે.

ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રીના રફ અંદાજ મુજબ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) સંબંધિત ખર્ચ હવે કંપનીઓના ખર્ચના ૧૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. વીમા કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષમાં તેમના આઈટી  ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે. કંપનીઓ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પહેલને આભારી ગ્રાહકોની બદલાતી માંગને પહોંચી વળવા સક્ષમ બનશે, જે વિવિધ પ્લેટફોર્મને આધુનિક બનાવવા અને ગ્રાહકો માટે ઓનલાઈન અનુભવને બહેતર બનાવવા પર કેન્દ્રિત છે.

ઉદ્યોગના નિષ્ણાતોના મતે, અંડરરાઇટિંગ, ક્લેમ પ્રક્રિયાઓ અને સ્વયંસંચાલિત ગ્રાહક સેવામાં એઆઈ અને મશીન લર્નિંગ પર ખર્ચમાં વધારો થયો છે. હાલમાં, કુલ ખર્ચના પ્રમાણમાં ટેકનોલોજી પરનો ખર્ચ ૧૦ થી ૧૫ ટકા છે, જ્યારે પાંચ કે છ વર્ષ પહેલા તે પાંચથી છ ટકા હતો. 

ઘણી કંપનીઓએ એઆઈ અપનાવ્યું છે અને અમારી જેમ તેઓ જનરેટિવ એઆઈ પર પોતાનો હાથ અજમાવી રહી છે.  ઉદ્યોગના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હેલ્થકેરમાં ટેલિમેટિક્સ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનોલોજીના સંકલનથી જોખમોનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવા અને સારી સેવાઓ પ્રદાન કરવા માટે વીમા કંપનીઓના ટેકનોલોજી પર ખર્ચમાં વધારો થયો છે.



Google NewsGoogle News