Get The App

ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ

- સોનાના ઐતિહાસિક ઊંચા ભાવે પણ રોકાણકારોમાં સતત આકર્ષણ જળવાયું

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ 1 - image

મુંબઈ : ગોલ્ડ કેન્દ્રીત એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં ગત મહિને રોકાણકારોએ જંગી નાણાં ઠાલવ્યાનું જાહેર થયેલા ડેટા પરથી જણાય છે. બજારની અનિશ્ચિત સ્થિતિ વચ્ચે રોકાણકારો સલામત રોકાણ તરફ વળી રહ્યા હોવાથી ગોલ્ડ ઈટીએફમાં છેલ્લા એક વર્ષથી ગતિશીલતા જોવા મળી છે જે વર્તમાન નાણાં વર્ષના અંતિમ  ત્રિમાસિકમાં પણ જોવા મળી છે.

જાન્યુઆરી, ૨૦૨૬માં ગોલ્ડ ઈટીએફસમાં રૂપિયા ૨૪૦૩૯.૯૬ કરોડનો ઈન્ફલોસ રહ્યો છે જે ડિસેમ્બર, ૨૦૨૫માં આવેલા રૂપિયા ૧૧૬૪૬.૭૪ કરોડની સરખામણીએ બમણાથી પણ વધુ રહી ૧૦૬ ટકા જેટલો છે. 

ગયા નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિકથી ગોલ્ડ ઈટીએફસમાં રોકાણ માટે રોકાણકારોના આકર્ષણમાં વધારો જોવા મળ્યો છે. 

જાન્યુઆરીનો ઈન્ફલોસ તાજેતરના મહિનાઓમાં સૌથી વધુ માસિક ઈન્ફલોસ હોવાનું એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના સુત્રોએ જણાવ્યું હતું. જાન્યુઆરીનો ગોલ્ડ ઈટીએફસનો ઈન્ફલોસ ઈક્વિટીસ ઈન્ફલોસને લગભગ સમાન છે. ઈક્વિટી ઈન્ફલોસનો આંક રૂપિયા ૨૪૦૨૯ કરોડ રહ્યો છે.

ગોલ્ડ ઈટીએફસમાં ઈન્ફલોસમાં વધારાનો અર્થ રોકાણકારો ઊંચા ભાવે પણ સોનાને રોકાણ માટે સલામત એસેટસ માને છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

ગોલ્ડ ઈટીએફસના મજબૂત ઈન્ફલોસને કારણે વિવિધ પ્રકારના ઈટીએફસ ઉપરાંત વિદેશલક્ષી ફન્ડ શ્રેણીમાં મળીએકંદર ઈન્ફલોસનો આંક જાન્યુઆરીમાં રૂપિયા ૩૯૯૫૪.૬૩ કરોડ રહ્યો છે જે ડિસેમ્બરમાં રૂપિયા ૨૬૭૨૩.૨૪ કરોડ રહ્યો હતો એમ એમ્ફીના ડેટા જણાવે છે. 

અન્ય શ્રેણીના ઈટીએફસમાં પણ સ્થિર આકર્ષણ જળવાઈ રહ્યું છે.