Get The App

ડિસેમ્બરમાં છૂટક ફુગાવા દર વધીને 7.35% થયો, 2014 બાદ સૌથી વધુ થયો મોંઘવારી દર

Updated: Jan 13th, 2020

GS TEAM

Google News
Google News
ડિસેમ્બરમાં છૂટક ફુગાવા દર વધીને 7.35% થયો, 2014 બાદ સૌથી વધુ થયો મોંઘવારી દર 1 - image

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2020, સોમવાર

આર્થિક મોર્ચે સરકારને સતત ઝટકા મળી રહ્યાં છે. મોંઘવારી પર સરકાર લગામ લગાવી શકતી નથી. ખાવા પીવાની વસ્તુઓ મોંઘી થવાથી ડિસેમ્બરમાં છુટક મોંઘવારી દર વધીને 7.35% થઈ ગયો છે. જ્યારે નવેમ્બરમાં છુટક મોંઘવારી દર 5.54% હતો. આ સિવાય ખાદ્ય મોંઘવારી દરમાં પણ વર્ષના અંતે વધારો નોંધવામાં આવ્યો છે.

નવેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર 10.01% હતો જે ડિસેમ્બરમાં વધીને 14.12% થયો. જુલાઈ 2016 બાદ ડિસેમ્બર 2019 પહેલો મહીનો છે જ્યારે મોંઘવારી દર રિઝર્વ બેંકની અપર લિમિટ(2-6%)ને પાર કરી ગયો છે. આ પહેલાં જુલાઈ 2014માં છુટક મોંઘવારી દર 7.39% હતો. ઓક્ટોબર મહિનામાં છુટક મોંઘવારી દર 4.62% હતો. જે નવેમ્બરમાં વધીને 5.54% થઈ ગયો છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં છુટક મોંઘવારી દર 3.99% હતો.

ડુંગળી ટમેટા અને અન્ય શાકભાજીના ભાવમાં વધારો થયો હોવાથી ડિસેમ્બરમાં છુટક મોંઘવારી દરમાં આ ઉછાળો જોવા મળ્યો છે આ સિવાય પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ વધારાથી છુટક મોંઘવારી દર વધ્યો છે. શાકભાજીનો મોંઘવારી દર ઓક્ટોબરમાં 26% હતો, પછી નવેમ્બરમાં વધીને 36% થયો અને હવે ડિસેમ્બરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરમાં મોંઘવારી દર વધીને 60.5% થઈ ગઈ છે.
Tags :