દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે, 2030 સુધીમાં જાણો કેટલો હશે બિઝનેસ
India's semiconductor business : ઉદ્યોગ જગતમાં ભારતનું સેમિકન્ડક્ટર બજાર 2030 સુધીમાં બેગણાથી પણ વધુ થવાની સંભાવના છે. આમ થવાથી દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે. મળતી માહિતી મુજબ, ભારતીય સેમિકન્ડક્ટર બજાર 2024-2025માં આશરે 45-50 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે 2023માં 38 બિલિયન ડોલર હતું. જેના બિઝનેસના અનુમાન અનુસાર, આગામી વર્ષ 2030 સુધી ભારતીય સેમિકન્ડક્ટર બજાર આશરે 100-100 બિલિયન ડોલર પહોંચવાની શક્યતા છે.
તાઇવાન સૌથી મોટો નિકાસકાર
સેમિકન્ડક્ટર્સની જરૂરિયાત સરકારી પ્રયાસો અને ઉદ્યોગ પ્રતિક્રિયા પર પ્રકાશ પાડતા એક વિગતવાર નિવેદનમાં કોવિડ રોગચાળા દરમિયાન પસંદગીના ભૌગોલિક વિસ્તારો પર નિર્ભરતાને કારણે વિવિધ ટેકનોલોજી ક્ષેત્રો, ખાસ કરીને ઓટોમોટિવ ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવેલા સંકટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
હાલમાં તાઇવાન, દક્ષિણ કોરિયા, જાપાન, ચીન અને અમેરિકા જેવા દેશો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રભુત્વ ધરાવે છે. તાઇવાન વિશ્વના 60 ટકાથી વધુ સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરે છે, જેમાં લગભગ 90 ટકા સૌથી અદ્યતન સેમિકન્ડક્ટરનો સમાવેશ થાય છે.
2030 સુધીમાં એક લાખ અબજ ડોલરનો વ્યવસાય
યુએસ, યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયાએ સ્થાનિક ચિપ ઉત્પાદનને ટેકો આપવા અને એક જ ક્ષેત્ર પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવા માટે રાષ્ટ્રીય વ્યૂહરચના શરૂ કરી છે. આ વૈશ્વિક પરિવર્તનમાં ભારત એક મહત્ત્વપૂર્ણ અને વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: FASTag મામલે સરકાર લાવી ગજબની યોજના, 15 ઓગસ્ટથી લાગુ કરશે વાર્ષિક પાસ, જાણો તેના ફાયદા
વૈશ્વિક સેમિકન્ડક્ટર બજાર 2030 સુધીમાં એક લાખ કરોડ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. જેમાં ભારતનું આગવુ સ્થાન રહેવાની શક્યતા છે. ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન પુરવઠા શૃંખલાને ત્રણ પ્રાથમિક સ્તંભો ઉપકરણ, સામગ્રી-સેવા અને સંશોધન અને વિકાસ (R&D)માં મુખ્ય ફાળો આપનાર તરીકે ઉભરી આવવાની ક્ષમતા છે.