આરામદાયક રિટાયરમેન્ટ માટે ભારતીયોને 3.5 કરોડ રૂપિયાની જરૂરિયાત', HSBCના રિપોર્ટમાં દાવો
Retirement Planning India : સમૃદ્ધ ભારતીયોએ આરામદાયક અને સુરક્ષિત નિવૃત્તિ સુનિશ્ચિત કરવા માટે લગભગ 3.5 કરોડ રૂપિયાની બચત કરવી પડશે. HSBC એ એક રિપોર્ટમાં આ ટિપ્પણી કરી છે. 'સમૃદ્ધ રોકાણકારો સ્નેપશોટ 2025' ટાઈટલવાળા રિપોર્ટમાં ભારતીયોના વધતા જીવન ખર્ચ, ફુગાવા અને આયુષ્ય વિશે વધતી જાગૃતતાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જે દેશમાં નિવૃત્તિ આયોજનને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે.
ભારતમાં રોકાણકારો જીવન ખર્ચ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે ચિંતિત છે
રિપોર્ટના તારણો પરથી ખ્યાલ આવે છે કે, ઘણા લોકો હજુ પણ મુસાફરી, શિક્ષણ અથવા મિલકત ખરીદવા જેવા ટૂંકા ગાળાના લક્ષ્યોને પ્રાથમિકતા આપે છે, પરંતુ હવે મોટી સંખ્યામાં લોકોએ લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પ્રબંધિત રોકાણો, શેર અને સોનું હાલમાં સૌથી લોકપ્રિય નાણાકીય ઉત્પાદનો છે, અને રોકાણકારો વૈકલ્પિક અને પ્રબંધિત રોકાણો પર પણ વિચાર કરી રહ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતમાં રોકાણકારો જીવન ખર્ચ અને આર્થિક અનિશ્ચિતતા વિશે ચિંતિત છે. વૈશ્વિક પરિસ્થિતિની તુલનામાં તેઓ નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવાની તેમની ક્ષમતા વિશે આત્મવિશ્વાસ ધરાવે છે.'
રોકાણ મામલે સોનામાં સૌથી વધુ ઘસારો
ભારતીય રોકાણકારો મિલકત રોકાણ તેમના પરિવારોને નાણાકીય મદદ અને વ્યક્તિગત કલ્યાણ માટે બચતને પ્રાથમિકતા આપે છે. જોકે, HSBCનું માનવું છે કે, 2025 માં સરેરાશ સંપત્તિ ફાળવણીની વાત કરીએ તો છેલ્લા 12 મહિનામાં સોનામાં ફાળવણીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. આ પછી જ અન્ય સંપત્તિઓને પસંદ કરે છે.
રોકાણ જેટલું વહેલું શરૂ થશે, તેટલા વધુ ફાયદો
છેલ્લા 12 મહિનામાં રોકાણકારોની રોકડ ફાળવણી ઘટીને 15 ટકા થઈ ગઈ છે, અને આગામી 12 મહિના માટે આ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. HSBC નું વિશ્લેષણ પણ શક્ય તેટલી વહેલી તકે બચત શરૂ કરવાના મહત્ત્વ પર ભાર મૂકે છે.