Get The App

શેરબજારમાં ધબડકાને પગલે ભારતીય ઈક્વિટીની Mcap ઘટી પાંચ ટ્રિલિયન ડોલરની અંદર

- ટોચના દસ દેશોની વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપ ૧૫૭.૫૦ ટ્રિલિયન ડોલર, વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટી ૩.૧૭ ટકા

- માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વના ટોચના દસ દેશોમાં ભારત પાંચમાં ક્રમે સોમવારે માર્કેટ કેપનો આંક ડોલરની દ્રષ્ટિએ ગયા વર્ષના મે બાદ સૌથી નીચો

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
શેરબજારમાં ધબડકાને પગલે ભારતીય ઈક્વિટીની Mcap ઘટી પાંચ ટ્રિલિયન ડોલરની અંદર 1 - image

મુંબઈ : ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ભારતીય શેરબજારમાં સોમવારે બોલાઈ ગયેલા કડાકા ઉપરાંત રૂપિયાની નબળાઈની અસર બીએસઈ પર લિસ્ટેડ ઈક્વિટી શેરોની માર્કેટ કેપ પર જોવા મળી હતી.બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ સોમવારે ડોલરના સ્વરૂપમાં તૂટીને પાંચ ટ્રિલિયન ડોલરની અંદર સરકીને ૪.૯૯ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. માર્કટ કેપની દ્રષ્ટિએ ભારતનો ક્રમ ટોચના દસ દેશોમાં પાંચમો છે. 

છેલ્લા કેટલાક સમયથી દેશની ઈક્વિટીસમાં ભારે વોલેટિલિટીને પરિણામે માર્કેટ કેપમાં વાર્ષિક ધોરણે ૫.૬૦ ટકા જેટલો ઘટાડો થયો છે. 

સોમવારે માર્કેટ કેપનો આંક ડોલરની દ્રષ્ટિએ ગયા વર્ષના મે બાદ સૌથી નીચો રહ્યો હતો. માર્કેટ કેપ તેની ટોચેથી અંદાજે ૧૩ ટકા જેટલી ઘટી ગઈ હોવાનું પણ પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે. 

છેલ્લા એક વર્ષમાં ભારત ઉપરાતં માર્કેટ કેપમાં ઘટાડામાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. જો કે ૭૨.૦૪ ટ્રિલિયન ડોલર સાથે અમેરિકા હજુપણ પ્રથમ ક્રમે છે જ્યારે ૧૪.૮૪ ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા ક્રમે છે.

 છેલ્લા એક વર્ષમાં ચીનની ઈક્વિટી માર્કેટ કેપમાં ૧૦.૭૦ ટકાનો વધારો થયો છે. ૮.૮૫ ટ્રિલિયન ડોલર સાથે જાપાન ત્રીજા ક્રમે તથા ૭.૫૪ ટ્રિલિયન ડોલર સાથે હોંગકોંગ ચોથા ક્રમે રહ્યં૮ છે. 

ટોચના દસ દેશોની વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપ સોમવારે ૧૫૭.૫૦ ટ્રિલિયન ડોલર રહી હતી. વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટી ૩.૧૭ ટકા પર આવી ગયો છે. 

રૂપિયાની દ્રષ્ટિએ સોમવારે ભારતની માર્કેટ કેપ સોમવારે રૂપિયા ૪૫૬.૯૦ લાખ કરોડ રહી હતી. ૨૦૨૫માં ભારતીય શેરબજારના ઈન્ડેકસ ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચવા સાથે માર્કેટ કેપ પણ વધી પાંચ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. 

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જોવા મળી રહી છે. જેને પરિણામે ઈક્વિટીસના ભાવ દબાણ હેઠળ રહ્યા કરે છેય. 

એમએસસીઆઈ ઊભરતી બજારોના ઈન્ડેકસમાં પણ ભારતનું સ્થાન ચોથા ક્રમે આવી ગયું છે, જે એક સમયે ટૂંક સમય માટે બીજા ક્રમે જોવા મળ્યું હતું.