Get The App

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ડીલ, LPGની મોટી માત્રામાં કરશે આયાત, શું સિલિન્ડર સસ્તા થશે?

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
India Seals First LPG Pact with US
(IMAGE - IANS)

India Seals First LPG Pact with US: ભારતે યુએસ પાસેથી LPG આયાત કરવા માટે પોતાનો પ્રથમ લાંબા ગાળાનો કરાર કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ પગલું દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરશે અને પુરવઠાના સ્રોતોમાં વિવિધતા લાવશે. 

ભારતની 10% LPG આયાત હવે US ગલ્ફ કોસ્ટમાંથી થશે

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે જાહેરાત કરી કે સરકારી ઓઇલ કંપનીઓએ વર્ષ 2026 માટે યુએસ ગલ્ફ કોસ્ટમાંથી વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન(MTPA) LPG આયાત કરવા માટે એક વર્ષનો કરાર કર્યો છે. આ જથ્થો ભારતની વાર્ષિક LPG આયાતનો લગભગ $10 છે. 

યુએસ સાથે ભારતનો પ્રથમ સંરચિત LPG ખરીદી કરાર

આ યુએસ સાથે ભારતનો અત્યાર સુધીનો પ્રથમ સંરચિત LPG ખરીદી કરાર છે અને તેને Mont Belvieu સાથે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે, જે LPG માટેનું મુખ્ય US પ્રાઇસિંગ હબ છે. ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશન(IOC), ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ.(BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ.(HPCL)ના અધિકારીઓની એક સંયુક્ત ટીમ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન મુખ્ય અમેરિકન ઉત્પાદકો સાથે વાટાઘાટો કરવા માટે યુએસ ગઈ હતી.

LPG બજાર હવે ઔપચારિક રીતે US પુરવઠા માટે ખુલ્લું:  હરદીપ સિંહ પુરી

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, 'આ એક ઐતિહાસિક પ્રથમ પગલું છે, જે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા LPG બજારોમાંનું એક હવે ઔપચારિક રીતે યુએસના પુરવઠા માટે ખુલી રહ્યું છે. ભારતના લોકોને સુરક્ષિત અને સસ્તું LPG પૂરું પાડવાના અમારા પ્રયાસમાં, અમે અમારા સ્રોતોમાં વિવિધતા લાવી રહ્યા છીએ. આ સોદો તે દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.'

શા માટે આ કરાર મહત્ત્વપૂર્ણ છે?

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો LPG ગ્રાહક છે. ઉજ્જવલા યોજનાના વિસ્તરણને કારણે તેની માંગ વધી છે અને હાલમાં ભારત તેની 50%થી વધુ LPG જરૂરિયાત પશ્ચિમ એશિયામાંથી આયાત કરે છે. યુએસ પાસેથી મોટો હિસ્સો મેળવવાનો આ નિર્ણય પરંપરાગત સપ્લાયરો પરની નિર્ભરતા ઘટાડવા, પુરવઠાની સ્થિરતા સુધારવા અને વૈશ્વિક ભાવના તીવ્ર ઉછાળા સામે ભાવના જોખમને ઘટાડવા અથવા નિયંત્રિત કરવા માટેની ભારતની વ્યૂહરચનાનો ભાગ છે.

કેન્દ્રીય મંત્રી પુરીએ જણાવ્યું હતું કે, 'ગયા વર્ષે વૈશ્વિક LPGના ભાવ 60%થી વધુ વધ્યા હોવા છતાં, સરકારે ₹40,000 કરોડથી વધુ ખર્ચ કરીને ગ્રાહકોને વાજબી ભાવ આપીને રાહત આપી હતી, જેનાથી ઉજ્જવલાના લાભાર્થીઓએ ₹1100ના વાસ્તવિક ખર્ચ સામે માત્ર ₹500–550 ચૂકવ્યા હતા.

આ પણ વાંચો: ‘જો અમેરિકા હજુ પણ વેપાર વિરોધી નીતિ યથાવત્ રાખશે તો...’ જે.પી.મોર્ગનની ચેતવણી

તેમણે યુએસ સાથેના આ કરારને ભારતીય પરિવારો માટે 'સુરક્ષિત, સસ્તું અને ભરોસાપાત્ર LPG પુરવઠો' સુનિશ્ચિત કરવાની દિશામાં બીજું પગલું ગણાવ્યું. આ કરાર ભારત-યુએસ ઊર્જા સહયોગને ગાઢ બનાવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે, પુરવઠામાં વિવિધતા સપ્લાય-ચેઇનનું જોખમ ઘટાડે છે અને ભાવ સ્થિરતા વધારે છે. ગ્રામીણ વિસ્તારોમાં LPG બજાર વિસ્તરી રહ્યું હોવાથી, સ્રોતોનું વધુ વૈવિધ્યકરણ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહેશે.

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ડીલ, LPGની મોટી માત્રામાં કરશે આયાત, શું સિલિન્ડર સસ્તા થશે? 2 - image

Tags :