Business

ITR ફાઇલ કરવાની ડેડલાઇન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે

By GS TEAM
17 Sep 20252 mins read
TukuTouch Logo
સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનુ ચૂકી ગયેલા કરદાતાઓને રાહત આપતાં વધુ એક દિવસની 16 સપ્ટેમ્બરની મુદ્દત આપી હતી. આ ડેડલાઇન પણ ચૂકી જનારાઓએ હવે પેનલ્ટી, કાર્યવાહી સહિતના પડકારોનો સામનો કરવો પડી શકે છે. કરદાતાઓ પોતાનું બિલેટેડ આઇટીઆર (વિલંબિત આઇટીઆર) 31 ડિસેમ્બર, 2025 સુધી ફાઇલ કરી શકે છે. જે કરદાતાઓને કાયદાનું અનુપાલન કરવાનો બીજો વિકલ્પ પ્રદાન કરે છે. જો કે, તેમાં અમુક પેનલ્ટી અને પ્રતિબંધો લાગુ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ITR ફાઇલ કરવાની ડેડલાઇન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે

Belated ITR Filing: સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનુ ચૂકી ગયેલા કરદાતાઓને રાહત આપતાં વધુ એક દિવસની 16 સપ્ટેમ્બરની મુદ્દત આપી હતી. આ ડેડલાઇન પણ ચૂકી જનારાઓએ હવે પેનલ્ટી, કાર્યવાહી સહિતના પડકારોનો સામનો કરવો પડી શકે છે. કરદાતાઓ પોતાનું બિલેટેડ આઇટીઆર (વિલંબિત આઇટીઆર) 31 ડિસેમ્બર, 2025 સુધી ફાઇલ કરી શકે છે. જે કરદાતાઓને કાયદાનું અનુપાલન કરવાનો બીજો વિકલ્પ પ્રદાન કરે છે. જો કે, તેમાં અમુક પેનલ્ટી અને પ્રતિબંધો લાગુ થશે.

બિલેટેડ આઇટીઆર

આઇટીઆર ફાઇલ કરવાની વાસ્તવિક ડેડલાઇન ચૂકી ગયા બાદ બિલેટેડ રિટર્ન ફાઇલ કરી શકાય છે. આવકવેરા અધિનિયન અનુસાર, કરદાતાઓ આંકરણી વર્ષ પૂર્ણ થાય તે પહેલાં અથવા વાસ્તવિક ડેડલાઇન બાદ ત્રણ મહિના સુધી બિલેટેડ આઇટીઆર ફાઇલ કરી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં 31 ડિસેમ્બર, 2025 સુધી બિલેટેડ આઇટીઆર ફાઇલ થઈ શકશે. આવકવેરા અધિનિયમ હેઠળ કલમ 234 (એફ) અંતર્ગત બિલેટેડ આઇટીઆર ફાઇલ કરતી વખતે લેઇટ ફાઇલિંગ ફી ચૂકવવી પડી શકે છે. 

આ પણ વાંચોઃ આજે ITR ફાઇલ કરવાનો છેલ્લો દિવસ, જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ

જો ડેડલાઇન ચૂકી ગયા તો...

આઇટીઆર ફાઇલ કરવાની ડેડલાઇન ચૂકી ગયા તો ઇન્કમ ટેક્સ ઍક્ટની કલમ 234 (એફ) હેઠળ લેટ ફી ચૂકવવી પડશે. જે કરદાતાની આવક રૂ. 5 લાખથી વધુ હોય તેઓએ રૂ. 5000 અને રૂ. 5 લાખથી ઓછી આવક ધરાવતા હોય તો રૂ. 1000 લેટ ફી પેટે ચૂકવવા પડશે. વધુમાં અમુક કપાતના લાભો પણ ચૂકી શકો છો. તેમજ કરચોરીના કેસમાં કાર્યવાહીનો ભોગ પણ બની શકો છો. અમુક કિસ્સામાં મોટાપાયે કરચોરીની જાણ થાય તો સંપત્તિ કે રોકડ ટાંચમાં લઈ શકે છે. તેમજ ભવિષ્યમાં આઇટીઆર ફાઇલિંગમાં મળતાં લાભો ગુમાવી શકો છો.

જૂની કર વ્યવસ્થા પસંદ કરવા પર અસર

જૂની કર વ્યવસ્થા પસંદ કરવા માંગતા લોકો માટે 16 સપ્ટેમ્બરની સમયમર્યાદા ચૂકી જવાથી કપાત પર અસર થઈ શકે છે. કલમ 80C હેઠળ ઘર ભાડું ભથ્થું (HRA), હોમ લોન મુદ્દલ અને વ્યાજ અથવા રજા મુસાફરી ભથ્થું (LTA) જેવા લાભોનો દાવો કરવા માટે ITR નિયત તારીખે અથવા તે પહેલાં ફાઇલ કરવું આવશ્યક છે. મોડા રિટર્ન ફાઇલ કરવા પર આ કપાતના લાભો ગુમાવશો.