Get The App

આયાતી ખાધતેલો વિશ્વ બજાર પાછળ ફરી ઉંચકાયા

- સિંગતેલ તથા કપાસિયા તેલમાં સૌરાષ્ટ્ર પાછળ સામસામા રાહ : પામતેલમાં ૭૦૦થી ૮૦૦ ટનના વેપાર

- સોયાતેલમાં ડિગમ તથા રિફાઈન્ડના ભાવ એક જ સપાટીએ આવી જતાં આશ્ચર્ય સર્જાયું : એરંડા વાયદામાં પીછેહટ

Updated: Nov 22nd, 2022


Google NewsGoogle News
આયાતી ખાધતેલો વિશ્વ બજાર પાછળ ફરી ઉંચકાયા 1 - image


મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલ તથા કપાસિયા તેલના ભાવમાં  સૌરાષ્ટ્ર પાછળ સામસામા રાહ જોવા મળ્યા  હતા. આયાતી  ખાધતેલો વિશ્વ બજાર  પાછળ વધી આવ્યા હતા.  વિશ્વ બજારમાં મલેશિયા પામતેલ વાયદો  આજે ૧૫૦થી ૧૫૫ પોઈન્ટ  ઉછળ્યો  હતો.

જ્યારે અમેરિકા  સોયાતેલના  ભાવ આજે પ્રોજેકશનમાં  ૭૦થી ૭૫ પોઈન્ટ  પ્લસમાં રહ્યા  હતા. મુંબઈ હાજર બજારમાં  આજે ૧૦ કિલોના  ભાવ આયાતી  પામતેલના  રૂ.૯૪૫થી ૯૫૦  વાળા વધી  રૂ.૯૬૦ રહ્યા હતા.   

આયાતી પામતેલમાં  વિવિધ  ડિલીવરી માટે રૂ.૯૫૫થી  ૯૬૫ની રેન્જમાં છેક  ૨૫મી ડિસેમ્બર સુધીના વેપારો મળીને કુલ વેપારો  આજે ૬૦૦થી ૭૦૦ ટનના થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ  કંડલાના ભાવ વધી  રૂ.૮૭૫ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ સિંગતેલના ભાવ રૂ.૧૫૨૫ વાળા રૂ.૧૫૩૦  જયારે  કપાસિયા તેલના ભાવ રૂ.૧૩૧૦ વાળા રૂ.૧૩૦૦ રહ્યા હતા. 

સૌરાષ્ટ્ર  ખાતે સિંગતેલના  ભાવ રૂ.૧૫૦૦ તથા ૧૫ કિલોના  રૂ.૨૪૦૦ રહ્યા હતા.   જ્યારે સૌરાષ્ટ્ર  કોટન વોશ્ડના  ભાવ રૂ.૧૨૨૦થી  ૧૨૨૫ના મથાળે  નરમ રહ્યા હતા. નવા કપાસની  આવકો વિવિધ ઉત્પાદક મથકોએ વધી રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ સોયાતેલના ભાવ આજે  રિફાઈન્ડ તથા ડિગમના  એકસરખા  રૂ.૧૩૨૦ બોલાતા  થતાંબજારમાં આશ્ચર્ય  બતાવાઈ રહ્યું  હતું.  મુંબઈ સનફલાપર રિફાઈન્ડના  ભાવ  રૂ.૧૪૬૦ના મથાળે આજે  શાંત હતા.  મસ્ટર્ડના ભાવ રૂ.૧૪૨૦ તથા  રિફાઈન્ડના  રૂ.૧૪૫૦ રહ્યા હતા.

મુંબઈ દિવેલના ભાવ  આજે રૂ.પાંચ તથા હાજર એરંડાના  ભાવ કિવ.ના  રૂ.૨૫ અને  એરંડા વાયદાના રૂ.૭૦થી ૭૫  તૂટયા બતા.  જો કે  એરંડા ખોળના  ભાવ વધી આજે ટનના રૂ.૧૩૧૫૦ રહ્યા હતા.

મુંબઈ-મહારાષ્ટ્રમાં  ખાધતેલોના  વેપારીઓની ફુજડ સેફટી વિભાગ દ્વારા  વધેલી  કનડગતના  વિરોધમાં  બજારમાં  રોષ વધ્યો  છે. આ પ્રશ્ને  વેપારી મહાસંઘ  દ્વારા વિવિધ  સરકારી અધિકારીઓ તથા ટોચના  રાજનેતાઓને  રજૂઆત કરવામાં આવી છે. ંલેશિયામાં પામતેલનુંં  ઉત્પાદન  ૨૦ દિવસમાં  ૬થી ૭ ટકા ઘટયાના  સમાચાર હતા.   નવા કપાસની  આવકો આજે  ઓલ ઈન્ડિયા  સ્તરે ૧ લાખ ૨૨થી ૨૩ હજાર ગાંસડી આવી હતી.

સોયાબીનની આવકો  મધ્ય-પ્રદેશમાં  ૩ લાખ ૫૦ હજાર  ગુણી તથા મહારાષ્ટ્રમાં  ૨ લાખ ૭૫ હજાર  ગુણી આવી  હતી. મસ્ટર્ડની   આવકો  આજે  રાજસ્થાનમાં  ૧ લાખ ૧૫ હજાર  ગુણી તથા  ઓલ ઈન્ડિયા ૩ લાખ ૨૫ હજાર   ગુણી આવી હતી.  અમેરિકામાં ઓવરનાઈટ ટ્રેડમાં  સોયાતેલ, સોયાબીન તથા સોયાખોળના ભાવ ઉંચકાયા હતા.

oilseed

Google NewsGoogle News