Get The App

આયાતી ખાદ્યતેલોમાં તેજીનો ઉકળતો ચરૂ રોજેરોજ દેખાઈ રહેલા નવા ઉંચા ભાવ

- એરંડા હાજર, વાયદો તથા દિવેલના ભાવ ઉંચકાયા

- વધતા ભાવોએ માગ પણ વધતાં પામતેલમાં ડિસેમ્બર ડિલીવરી માટે ઊંચા ભાવોએ ૧૦૦૦થી ૧૨૦૦ ટનના વેપાર થયા:કપાસિયા તેલમાં આગેકૂચ

Updated: Nov 25th, 2019

GS TEAM

Google News
Google News
આયાતી ખાદ્યતેલોમાં તેજીનો  ઉકળતો ચરૂ રોજેરોજ દેખાઈ રહેલા નવા ઉંચા ભાવ 1 - image

મુંબઈ, તા. 25 નવેમ્બર 2019, સોમવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલમાં તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા.  ઘરઆંગણે માગ પણ વધી હતી. મલેશિયા ખાતે પામતેલનો વાયદો વધી આજે નજીકની  ડિલીવરીમાં પોઈન્ટ ઉંચકાયો હતો. જોકે ત્યાં દૂરની ડિલીવરીના ભાવ ૮, ૧૭, ૧૫ પોઈન્ટ નરમ હતા ઉપરાંત ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢીથી પાંચ ડોલર નીચા બોલાઈ રહ્યા હતા જ્યારે  અમેરિકામાં  શિકાગો સોયાતેલ વાયદાના ભાવ આજે સાંજે  પ્રોજેકશનમાં  ૩થી ૪ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના ઉછળી રૂ.૭૫૦ બોલાયા હતા. જ્યારે  જેએનપીટીના  ભાવ વધી રૂ.૭૪૦ રહ્યા હતા.  વિવિધ રિફાઈનરીના ડાયરેકટ  ડિલીવરીના વેપારો આજે  ડિસેમ્બર ડિલીવરી માટે  રૂ.૭૫૧થી ૭૬૦માં મળીને કુલ આશરે ૧૦૦૦થી ૧૨૦૦ ટનના થયાના નિર્દેશો હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઉછળી રૂ.૬૭૦ રહ્યા હતા.

વાયદા બજારમાં  આજે સીપીઓ વાયદાના ભાવ રૂ.૬૬૪.૫૦ રહ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૬૭૧.૯૦ થઈ સાંજે ભાવ રૂ.૬૭૦.૫૦  રહ્યા હતા જ્યારે  સોયાતેલ વાયદાના ભાવ રૂ.૮૦૮ રહ્યા પછી વધી રૂ.૮૧૩.૮૦ થઈ સાંજે ભાવ રૂ.૮૧૦.૨૫ રહ્યા હતા.  

દરમિયાન, મુંબઈ બજારમાં  આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૨૦ના મથાળે શાંત હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૭૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૬૦થી ૧૫૭૦ રહ્યા હતા જ્યારે  ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૪૫થી ૭૪૮ વાળા ઉછળી રૂ.૭૫૫થી ૭૫૮ રહ્યા હતા.  મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલના ભાવ રૂ.૭૯૩ વાળા ઉછળી રૂ.૮૦૦ બોલાયા હતા.  દરમિયાન, સોયાતેલના ભાવ ડિગમના વધી રૂ.૭૮૫ તથા  રિફા.ના ભાવ રૂ.૭૯૦ રહ્યા હતા. જ્યારે સનફલાવરના ભાવ વધી રૂ.૭૯૦ તથા રિફા.ના રૂ.૮૩૫ રહ્યા હતા. 

મસ્ટર્ડના રૂ.૮૩૫ તથા કોપરેલના  ભાવ ૧૦ કિલોના રૂ.૧૩૨૦ વાળા રૂ.૧૩૧૦  રહ્યા હતા.   દિવેલના ભાવ આજે ૧૦ કિલોના રૂ.૧૦ ઉંચકાયા હતા સામે મુંબઈ ખોળ બજારમાં  આજે કપાસિયાખોળના ભાવ ટનના રૂ.૨૩૭૦૦ વાળા રૂ.૨૩૩૦૦ રહ્યા હતા જયારે સનફલાવર ખોળના ભાવ રૂ.૨૧૦૦૦ વાળા રૂ.૨૨૦૦૦ રહ્યા હતા.  સોયાખોળના ભાવ રૂ.૩૨૮૭૦ વાળા ૩૩૩૯૦થી ૩૩૩૯૫ રહ્યા હતા.  જ્યારે એરંડા ખોળના ભાવ રૂ.૫૯૦૦ વાળા રૂ.૫૮૦૦ રહ્યા હતા.

દરમિયાન, સોયાબીનની આવકો દેશવ્યાપી ધોરણે આજે બપોરે આશરે સાડા સાત લાખ ગુણી નોંધાઈ હતી જે પૈકી મધ્ય-પ્રદેશ બાજુ આવી આવકો આશરે ૩.૬૦થી ૩.૭૦ લાખ ગુણી આવી હતી તથા ત્યાં મથકોએ ભાવ રૂ.૩૭૦૦થી ૪૦૦૦ તથા પ્લાન્ટના ભાવ રૂ.૩૯૦૦થી ૪૦૫૦ રહ્યા હતા ત્યાં  આજે સોયાતેલના ભાવ રૂ.૭૬૫થી ૭૭૦ તથા રિફા.ના ૮૦૫થી ૮૧૦ રહ્યા હતા. મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે  ૭૫ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૨૦ રહજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૦૦થી ૯૮૦ રહ્યા હતા.

દરમિયાન, એરંડા વાયદા બજારમાં આજે સાંજે ભાવ ૧૦થી ૪૨ પ્લસમાં રહ્યા હતા જ્યારે સીપીઓ વાયદાના ભાવ સાંજે રૂ.૪.૦૦થી ૬.૩૦  ઉંચા રહ્યા હતા સામે સોયાતેલ વાયદાના ભાવ સાંજે રૂ.૧.૦૦થી ૩.૨૦ પ્લસમાં રહ્યાના સમાચાર હતા. નવી મુંબઈ જેએનપીટી બંદરે  ૨૫ નવેમ્બરે  આયાતી આરબીડી પામોલીનનો સિલ્લક સ્ટોક ૨૬૯૫૮થી ૨૬૯૫૯ ટનનો નોંધાયો છે જ્યારે  સોયાતેલ ડિગમનો સ્ટોક ૧૫૦૪૦થી ૧૫૦૪૧ ટન તથા ક્રૂડ પામ ઓઈલનો સ્ટોક ૧૭૭૦૯થી ૧૭૭૧૦ ટન નોંધાયો છે. સનફલાવર તેલનો સ્ટોક ૩૭૫૦૪થી ૩૭૫૦૫  ટન નોંધાયાના સમાચાર હતા.

Tags :