Get The App

પામતેલમાં આયાત અંકુશોના પગલે ભાવ ઉછળ્યા જોકે વિશ્વ બજાર ઘટવાના બદલે વધતા આશ્ચર્ય

- રિફાઈન્ડ પામતેલની આયાત માટે હવે કદાચ લાઈસન્સ લેવા પડશે તથા જથ્થાત્મક મર્યાદા આવશે: અમુક બંદરો ખાતે જ આયાત થવાની શક્યતા

- આયાતી ખાદ્યતેલો વધતાં દેશી ખાદ્યતેલો પણ ઉંચકાયા

Updated: Jan 9th, 2020

GS TEAM

Google News
Google News
પામતેલમાં આયાત અંકુશોના પગલે ભાવ ઉછળ્યા જોકે વિશ્વ બજાર ઘટવાના બદલે વધતા આશ્ચર્ય 1 - image

મુંબઈ, તા. 09 જાન્યુઆરી 2020, ગુરૂવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે આયાતી ખાદ્યતેલોમાં તેજી આગળ વધી હતી. પામતેલના ભાવ ૧૦ કિલોના હવાલા રિસેલના વધી રૂ.૮૯૫ બોલાયા હતા જ્યારે જેએનપીટીના ભાવ વધી રૂ.૮૮૮ રહ્યા હતા. હવાલા રિસેલમાં આજે રૂ.૮૮૭થી ૮૯૦માં આશરે ૧૫૦થી ૨૦૦ ટનના વેપાર થયા હતા.

જ્યારે રિફાઈનરીઓના ડાયરેકટ ડિલીવરીના ભાવ ઉંચા પહબેતાં ડાયરેકટ ડિલીવરીમાં આજે ખાસ વેપારો ન હતા.બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આજે  રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીના ભાવ ઉંચામાં રૂ.૯૦૫ સુધી બોલાયા હતા. જેના પગલે બજારમાં  એક નવો રકોર્ડ જોવા મળ્યો હતો. 

દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી આજે રૂ.૮૧૯થી ૮૨૦ રહ્યા હતા. જ્યારે વાયદા બજારમાં આજે સીપીઓના ભાવ રૂ.૮૨૫.૪૦ તથા રૂ.૮૩૫ વચ્ચે રહી સાંજે ભાવ રૂ.૮૩૦ રહ્યા હતા. દરમિયાન, ભારત સરકારે દેશમાં આયાત થતા રિફા.ના પામતેલ તથા રિફા. પામોલીનની આયાતને રિસ્ટ્રીકટેડ યાદીમાં  મૂકી છે.

 આના પગલે  હવે આવું રિફાઈન્ડ  પામતેલ આયાત કરવા માટે  આયાતકારોએ વિવિધ નિયમો અપનાવવા પડશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. જોકે  આ વિશે હજી સરકાર તરફથી  ચોખવટ કરાઈ નથી  અને આ પ્રશ્ને સરકાર દ્વારા કેવી સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી છે. 

બજારના જાણકારોના જણાવ્યા મુજબ આવા રિફા. પામતેલની આયાત કરવા માટે કદાચ સ્પેશિયલ આયાત પરવાના-લાઈસન્સ મેળવવા પડશે તથા આવી આયાત કેટલી કરવી એ વિશે જથ્થાત્મક અંકુશો આવશે તેમજ અમુક જ બંદરોએ આવી આયાત થઈ શકે એવો નિયમ પણ કદાચ બનાવવામાં આવશે એવી શક્યતા આજે બજારમાં આ લખાય છે ત્યારે ચર્ચાઈ રહી હતી.

ૉદરમિયાન, ભારતમાં  આયાત અંકુશો લદાવા છતાં  મલેશિયામાં  આજે પામતેલના ભાવ ઉછળતાં  ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા.  મલેશિયામાં  આજે પામતેલનો વાયદો ઉછળી છેલ્લે ૮૨,૬૮,૭૨ તથા ૫૬ પોઈન્ટ  ઉંચો બંધ આવ્યો હતો જ્યારે ત્યાં  પામ પ્રોડકટના ભવા શાંત હતા.  આ તરફ અમેરિકામાં  શિકાગો સોયાતેલ વાયદો  ઓવરનાઈટ ૧૯ પોઈન્ટ  નરમ રહ્યા પછી  આજે પ્રોજેકશનમાં ભાવ સાંજે  ૨૮થી ૨૯ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચાર મળ્યા હતા. 

મુંબઈ બજારમાં  આજે ૧૦ કિલોના ભાવ સોયાતેલના ડિગમના વધી રૂ.૯૦૫ તથા રિફા.ના રૂ.૯૨૦ રહ્યા હતા જ્યારે વાયદા બજારમાં આજે સોયાતેલનો વાયદો રૂ.૯૪૦.૬૦ તથા રૂ.૯૩૦.૬૦ વચ્ચે અથડાઈ સાંજે ભાવ રૂ.૯૩૫.૬૦ રહ્યા હતા.  દરમિ.ાન, મુંબઈ બજારમાં  આજે સિંગતેલના ભાવ રૂ.૧૧૩૦ વાળા રૂ.૧૧૪૦ રહ્યા હતા જ્યારે  રાજકોટ બાજુ ભાવ વધી રૂ.૧૧૦૦ તથા ૧૫ કિલોના રૂ.૧૭૫૦થી ૧૭૬૦ રહ્યા હતા. 

ત્યાં કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૮૬૫થી ૮૬૮ રહેતાં મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલના ભાવ વધી રૂ.૯૧૫ રહ્યા હતા.  મુંબઈ બજારમાં મસ્ટર્ડના ભાવ વધી રૂ.૯૫૦, કોપરેલના વધી રૂ.૧૩૩૦, સનફલાવરના રૂ.૯૦૦ તથા રિફા.ના  રૂ.૯૩૦ રહ્યા હતા. દિવેલના ભાવમાં ધીમો સુધારો દેખાયો હતો. મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૨૭૦ વાળા રૂ.૪૨૭૫ રહ્યા હતા.

Tags :