AIની અસર: અમેરિકામાં વર્ષમાં10 લાખ લોકો લોકોએ નોકરી ગુમાવી
- છેલ્લા બે દાયકના દરેક ઓકટોબરની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં સૌથી વધુ જોબ કટ

મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે ઉદ્યોગોમાં કામકાજની પદ્ધતિમાં આવી રહેલા ધરમૂળથી ફેરબદલો અને કોસ્ટ કટિંગના ભાગરૂપ અમેરિકન કંપનીઓ દ્વારા વર્તમાન વર્ષના ઓકટોબરમાં કર્મચારીઓની કરાયેલી છટણીનો આંક બે દાયકામાં કોઈપણ કોઈપણ ઓકટોબર મહિનાનો સૌથી ઊંચો રહ્યો છે.
ગયા મહિને અમેરિકન કંપનીઓ દ્વારા કુલ ૧,૫૩,૦૭૪ જોબ કટસની જાહેરાત કરાઈ હતી જે ગયા વર્ષના ઓકટોબરની તુલનાએ લગભગ ત્રણ ગણો છે.
કર્મચારીઓની સૌથી વધુ છટણી ટેકનોલોજી અને વેરહાઉસિંગ ક્ષેત્રની કંપનીઓ દ્વારા કરવામાં આવી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
૨૦૦૩ના ઓકટોબર બાદ વર્તમાન વર્ષના ઓકટોબરમાં આ સૌથી મોટી છટણી છે. ૨૦૦૩માં સેલફોનમાં ક્રાંતિથી ટેલિકોમ ક્ષેત્રે મોટા ફેરબદલો જોવા મળ્યા હતા.
કેટલીક કંપનીઓ જેમણે કોરોનાના કાળમાં મોટી ભરતી કરી હતી તેમાં તેઓ ઘટાડો કરી રહી છે પરંતુ ઓકટોબરની છટણી મોટે ભાગે એઆઈ, ગ્રાહક તથા કોર્પોરેટ ખર્ચમાં ઘટાડાને કારણે આવી પડી છે.
જે લોકોને છૂટા કરવામાં આવ્યા છે તેમની માટે રોજગાર મેળવવાનું હાલમાં મુશકેલ જણાઈ રહ્યું છે જેને કારણે અમેરિકામાં લેબર માર્કેટ વધુ નબળી જોવા મળશે.
વર્તમાન વર્ષમાં ઓકટોબર સુધીમાં રોજગારમાં કપાતનો આંક દસ લાખને પાર કરી ગયો હોવાનો પણ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ભરતીની જાહેરાત ૨૦૧૧ બાદ સૌથી નીચી જોવા મળી છે.

