For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઔદ્યોગિક ક્ષેત્રનો ઉત્પાદન વૃદ્ધિદર 8 માસની ટોચે, એપ્રિલમાં 7.1% વધ્યું

Updated: Jun 10th, 2022

Article Content Image

નવી દિલ્હી, તા.10 જુન 2022,શુક્રવાર

ભારતીય અર્થતંત્ર સંખ્યાબંધ વિક્ષેપ વચ્ચે પણ વૃદ્ધિના પંથે મક્કમતા સાથે આગળ વધી રહ્યુ છે અને તેની સાથે જ ઔદ્યોગિક ક્ષેત્રે રિકવરી જોવા મળી રહી છે. એપ્રિલ મહિનામાં ઔદ્યોગિક ક્ષેત્રનો ઉત્પાદન વૃદ્ધિદર 7.1 ટકા નોંધાયો છે, જે આઠ મહિનામાં સૌથી વધુ છે.

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના આંકડા મુજબ માર્ચ 2022માં ઔદ્યોગિક ઉત્પાદન 2.2 ટકા વધ્યુ હતુ. ઔદ્યોગિક ઉત્પાદન આંકમાં વૃદ્ધિએ લો-બેઝ ઇફેક્ટને આભારી છે, એપ્રિલ 2021માં આઇઆઇપી ગ્રોથ 133.5 ટકા વધ્યો હતો.   

ઔદ્યોગિક ઉત્પાદન આંક પર એક નજર

વિગત

એપ્રિલ-22

માર્ચ-22

એપ્રિલ-21

IIP ગ્રોથ

7.1%

2.2%

133.5%

માઇનિંગ

7.8%

3.9%

36.5%

મેન્યુફેક્ચરિંગ

6.3%

1.4%

196.0%

ઇલેક્ટ્રિસિટી

11.8%

6.1%

38.5%

પ્રાયમરી ગુડ્સ

10.1%

5.7%

36.9%

કેપિટલ ગુડ્સ

14.7%

2.0%

1,028.6%

ઇન્ટરમીડિયેટ ગુડ્સ

7.6%

1.8%

213.0%

કન્ઝ્યુમર ડ્યુ. ગુડ્સ

8.5%

-2.6%

1,778.2%

નોન-કન્ઝ્યુમર ડ્યુ. ગુડ્સ

0.3%

-4.6%

92.6%

Gujarat