Get The App

ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ અવશ્ય ફાઈલ કરો ITR, નહીં તો ભવિષ્યના આ લાભોથી વંચિત રહી જશો!

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ અવશ્ય ફાઈલ કરો ITR, નહીં તો ભવિષ્યના આ લાભોથી વંચિત રહી જશો! 1 - image


ITR Filing 2025-26: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 15 સપ્ટેમ્બર, 2025 છે. ઘણા લોકો પોતાની ટેક્સેબલ ઈનકમ ઝીરો હોવાથી આઈટીઆર ફાઈલ કરવાનું ટાળતા હોય છે. પરંતુ આજના દોરમાં આઈટીઆર ફાઈલિંગ અત્યંત આવશ્યક ડોક્યુમેન્ટ બન્યુ છે. જેથી તેને ટાળવુ યોગ્ય નથી. તે ભવિષ્યમાં તમારા માટે ફાઈનાન્સ, ટૂર, સંબંધિત અનેક માર્ગો સરળ બનાવી શકે છે.  તે તમારા નાણાકીય ઓળખપત્રોને મજબૂત બનાવે છે, લોન લેવામાં સરળતા રહે છે, અને કર ચકાસણીથી પણ બચાવે છે. વધુમાં સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મદદરૂપ થાય છે.

ગતવર્ષે 9.19 કરોડથી વધુ લોકોએ ITR ફાઈલ કર્યાં

ગતવર્ષે (2024-25) ભારતમાં કુલ 9.19 કરોડથી વધુ લોકોએ આઈટી રિટર્ન ફાઈલ કર્યા છે. આ સંખ્યા દર્શાવે છે કે, લોકોમાં જાગૃત્તિ વધી રહી છે. માત્ર ચાર વર્ષ પહેલાં (2020-21)માં આ આંકડો 6.72 કરોડ હતો. ઝીરો ટેક્સ ધરાવતા કરદાતાઓ પણ રિટર્ન ફાઈલ કરી રહ્યા છે. જે એક સારી આદત છે.

આઈટીઆર ફાઈલ કરવાના પાંચ મોટા કારણ

1. વિદેશ પ્રવાસ માટે ITR જરૂરી

વિદેશ પ્રવાસ કરવા માગતા લોકો માટે આઈટીઆર ફાઈલિંગ આવશ્યક છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોમાં વિઝા મેળવવા માંગો છો? ત્યાંના દૂતાવાસો ઘણીવાર છેલ્લા 2-3 વર્ષના ITRની નકલ માગે છે. જેના આધારે વિઝા નિર્ણયો લેવાય છે. તમે આર્થિક રીતે કેટલા સ્થિર છો અને વિઝા આપવાનું યોગ્ય રહેશે કે નહીં તેનો નિર્ણય પણ લેવાય છે. જો તમારી પાસે ITR ન હોય તો તમે વિઝા ફાઈલ કરી શકતા નથી.

2. ઘર, કાર તથા પર્સનલ લોન માટે જરૂરી

બેન્કો કે કોઈપણ લોન આપતી કંપની (હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન) લોન આપતી વખતે ચોક્કસપણે છેલ્લા 2-3 વર્ષના ITR માગે છે.  ભલે તમારી આવક કર હેઠળ આવતી ન હોય, પણ આઈટીઆર ફાઈલિંગનો ડોક્યુમેન્ટ અત્યંત જરૂરી છે. કારણ કે ITR એ સરકાર દ્વારા માન્ય તમારી આવકનું સૌથી વિશ્વસનીય પ્રમાણપત્ર છે. તેના  વિના લોન મેળવવી ખૂબ જ મુશ્કેલ બની છે.

આ પણ વાંચોઃ કિંમતી ધાતુની તેજી પર બ્રેક વાગી, સોનું એક લાખ અંદર, ચાંદીમાં પણ નોંધાયો ઘટાડો, જાણો આજના ભાવ

3. ટીડીએસ પરત લેવાનો એકમાત્ર માર્ગ

ઘણી વખત એવું બને છે કે ટેક્સેબલ ઈનકમ ન હોવા છતાં તમારી આવક પર TDS કાપવામાં આવે છે. જેમ કે શેરમાંથી મળેલા ડિવિડન્ડ પર અથવા જો તમે ભૂલથી એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો હોય તો. ઘણા પગારમાં ટીડીએસ કપાય છે.  આ ટીડીએસની રકમ માટે તમે દાવો કરી શકો છો. જો કે, તેના માટેનો એકમાત્ર માર્ગ આઈટીઆર ફાઇલિંગ છે. જ્યાં સુધી તમે આવકવેરા વિભાગની વેબસાઇટ પર રિટર્ન ફાઈલ ન કરો ત્યાં સુધી તમને ટીડીએસની રકમ પરત મળતી નથી.

4. શેર-પ્રોપર્ટીમાં નુકસાન, ભવિષ્યના લાભ માટે જરૂરી

જો તમે શેરબજારમાં રોકાણ કર્યું હોય અથવા મિલકત વેચી હોય અને નુકસાન (મૂડી નુકસાન) ભોગવ્યું હોય, તો આઈટીઆર ફાઇલ કરીને તમે આ નુકસાનને ભવિષ્યના વર્ષોમાં કેરિ ફોરવર્ડ કરી શકો છો. આ નુકસાન ભવિષ્યના નફા (કેપિટલ ગેઈન) પર ટેક્સ ઘટાડવામાં ઉપયોગી થશે. ઉપરાંત, નિયમિતપણે આઈટીઆર ફાઇલ કરવાથી તમારો ક્રેડિટ ઇતિહાસ અને ક્રેડિટ સ્કોર પણ સુધરે છે, જે તમારી નાણાકીય સમજણ દર્શાવે છે.

5. આવકનું પ્રમાણ અને કાયદાનું પાલન

જો તમે ફ્રીલાન્સર, ગિગ વર્કર અથવા નિવૃત્ત છો, તો આઈટીઆર તમારી આવકનો સૌથી મજબૂત પુરાવો છે. તે ટેન્ડર માટે અરજી કરવા, સબસિડી મેળવવા અથવા આવકના પુરાવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત, આઈટીઆર ફાઇલ કરવાથી તમે એક જવાબદાર નાગરિક છો અને દેશના કાયદાઓનું પાલન કરો છો, તેની વિશ્વસનીયતામાં વધારો કરે છે.

ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ અવશ્ય ફાઈલ કરો ITR, નહીં તો ભવિષ્યના આ લાભોથી વંચિત રહી જશો! 2 - image

Tags :