Get The App

ભારતનો આર્થિક વિકાસ દર ઘટતો રહેશે તો તેના ડેબ્ટ્ રેટિંગ્સમાં ઘટાડો થવાની શકયતા

- આગામી ાૃથોડાક વર્ષોમાં આિાૃર્થક વિકાસ દર સુાૃધરવા અપેક્ષા રખાઈ રહી છે

Updated: Dec 12th, 2019

GS TEAM

Google News
Google News
ભારતનો આર્થિક વિકાસ દર ઘટતો રહેશે તો  તેના ડેબ્ટ્  રેટિંગ્સમાં ઘટાડો થવાની શકયતા 1 - image

નવી દિલ્હી,તા. 12 ડિસેમ્બર 2019, ગુરૂવાર

ભારતનો આર્થિક વિકાસ દર જો સતત ઘટતો રહેશે તો તેના ઋણ સાધનો માટેના રેટિંગસમાં ઘટાડો થવાની શકયતા રહેલી છે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગના જણાવ્યા પ્રમાણે, આગામી થોડાક વર્ષોમાં ભારતનો આર્થિક વિકાસ દર તબક્કાવાર સુધરશે.

જો વિકાસમાં વૃદ્ધિ જોવા નહી ંમળે અને ભારતનો સ્ટ્રકચરલ ગ્રોથ નોંધપાત્ર નબળો પડયો છે એવું સ્પષ્ટ થશે તો, તેના ડેબ્ટના રેટિંગમાં ઘટાડો આવી શકે છે એમ એસ એન્ડ પીના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકારની રચના બાદ દેશનો આર્થિક વિકાસ દર હાલમાં સૌથી નીચો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આર્થિક વિકાસ દર ઘટીને ૪.૫૦ ટકા સાથે ૬ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. 

ઉપભોગમાં ઘટાડો, બેન્કોમાં મુશકેલીઓ અને નબળા વૈશ્વિક આઉટલુકથી જીડીપી પર અસર પડી છે. એસએન્ડપીએ ભારતને બીબીબી- રેટસ આપ્યો છે જે સૌથી નીચો ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ છે. આ અગાઉ મૂડી'સે ભારતના આઉટલુકને સ્ટેબલમાંથી નેગેટિવ કર્યું હતું.   

Tags :