પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આશા વધી, કારણ કે ક્રૂડ ઓઇલનો ભાવ 60 ડૉલરથી પણ નીચે આવ્યો
Petrol-Diesel Price: ક્રૂડ ઓઇલ 60 ડૉલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા વધી છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી પેટ્રોલ-ડીઝલ સસ્તું થઈ શકે છે. આ વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના રેટ અપડેટ કરી દીધા છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવા છતાં દેશમાં ક્યાંય પણ પેટ્રોલ-ડીઝલના રેટમાં કોઈ ફેરફાર થયો નથી. આજે પણ ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ પોર્ટ બ્લેરમાં છે. અહીં પેટ્રોલનો ભાવ 82.46 અને ડીઝલનો ભાવ 78.05 પ્રતિ લિટર છે. જ્યારે દિલ્હીમાં પેટ્રોલ 94.77 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પર સ્થિર છે.
શું છે ક્રૂડ ઓઇલનો ભાવ
ક્રૂડ ઉત્પાદક દેશોના ગ્રુપ ઓપેક+ એ તાજેતરમાં જ ક્રૂડની સપ્લાઈ વધારવાનો નિર્ણય લીધો છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો થયો છે. યુએસ ક્રૂડ ઓઇલ (WTI) ના ભાવમાં 4%નો ઘટાડો થયો. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ 3.79 ટકા ઘટીને 58.79 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. આનો અર્થ એ થયો કે વિશ્વભરમાં ક્રૂડની સપ્લાઈ વધવાથી કિંમતો પર દબાણ આવી રહ્યું છે.
ગરમીની શરૂઆત સાથે પેટ્રોલ-ડીઝલની માગ વધી
એપ્રિલ મહિનામાં દેશમાં ડીઝલની માગમાં લગભગ ચાર ટકાનો વધારો થયો છે. ઘણા મહિનાઓ સુધી નકારાત્મક અથવા ઓછી વૃદ્ધિ બાદ ઉનાળાની શરૂઆત સાથે એપ્રિલમાં ડીઝલનો વપરાશ વધ્યો છે. ડેટા પ્રમાણે એપ્રિલમાં ડીઝલનો વપરાશ વધીને 82.3 લાખ ટન થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતા લગભગ ચાર ટકા વધુ છે.
આ પણ વાંચો: કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા માગ, ખાલિસ્તાનીઓએ પરેડ યોજી, PM સામે ઉઠ્યા સવાલ
એપ્રિલ 2023ની તુલનામાં વપરાશ 5.3 ટકા અને કોવિડ પહેલાનો સમયગાળો એટલે કે 2019ની તુલનામાં તેમાં 10.45 ટકાનો વધારો થયો છે. બીજી તરફ એપ્રિલ 2025માં પેટ્રોલનો વપરાશ 4.6 ટકા વધીને 34.35 લાખ ટન થઈ ગયો છે. ગત વર્ષે ચૂંટણી પ્રચારના કારણે પેટ્રોલના વપરાશમાં 19 ટકાનો વધારો થયો હતો.
ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચનારા શહેર
પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓ: 82.46 રૂપિયા પ્રતિ લિટર
ઈટાનગર, અરુણાચલ પ્રદેશ: 90.87 રૂપિયા પ્રતિ લિટર
સિલવાસા, દાદરા અને નગર હવેલી: 92.37 રૂપિયા પ્રતિ લિટર
દમણ, દમણ અને દીવ: 92.55 રૂપિયા પ્રતિ લિટર
હરિદ્વાર, ઉત્તરાખંડ: 92.78 રૂપિયા પ્રતિ લિટર
રૂદ્રપુર, ઉત્તરાખંડ: 92.94 રૂપિયા પ્રતિ લિટર
ઉના, હિમાચલ પ્રદેશ: 93.27 રૂપિયા પ્રતિ લિટર
દેહરાદૂન, ઉત્તરાખંડ: 93.35 રૂપિયા પ્રતિ લિટર
નૈનીતાલ, ઉત્તરાખંડ: 93.41 રૂપિયા પ્રતિ લિટર
સ્ત્રોત: ઈન્ડિયન ઓઇલ
ભારતમાં સૌથી સસ્તું ડીઝલ વેચનારા શહેર
પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓ: 78.05 રૂપિયા પ્રતિ લિટર
ઈટાનગર, અરુણાચલ પ્રદેશ: 80.38 રૂપિયા પ્રતિ લિટર
જમ્મુ, જમ્મુ અને કાશ્મીર: 81.32 રૂપિયા પ્રતિ લિટર
સંબા, જમ્મુ અને કાશ્મીર: 81.58 રૂપિયા પ્રતિ લિટર
કઠુઆ, જમ્મુ અને કાશ્મીર: 81.97 રૂપિયા પ્રતિ લિટર
ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર: 82.15 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 82.44 રૂપિયા પ્રતિ લિટર
રાજૌરી, જમ્મુ અને કાશ્મીર: 82.64 રૂપિયા પ્રતિ લિટર
સ્ત્રોત: ઈન્ડિયન ઓઇલ