ચંદા કોચરની મુશ્કેલીઓ વધી, ICICIએ પાછું માંગ્યું છેલ્લા 12 વર્ષનું ઇન્સેન્ટિવ અને બોનસ
નવી દિલ્હી,13 જાન્યુઆરી 2020 સોમવાર
ICICI બેંકનાં પુર્વ MD અને CEO ચંદા કોચરની મુશ્કેલીઓ સતત વધી રહી છે, હવે ICICI બેંકએ ચંદા કોચર વિરૂધ્ધ બોમ્બે હાઇકોર્ટમાં મોનેટરી સૂટ ફાઇલ કરી છે,બેંકએ કોચરની નિમણુકને રદ્દ કરતા કેટલાય પ્રકારની રકમની માંગણી કરી છે.
ગત 10 જાન્યુઆરીનાં દિવસે ફાઇલ કરવામાં આવેલી એક એફિડેવિટમાં બેંકએ ચંદા કોચર તરફથી દાખલ કરવામાં આવેલી એક અરજીને ખારીજ કરવાની માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ચંદા કોચરે એક અરજી દાખલ કરીને મની લોન્ડરીંગ મામલામાં પોતાની બરતરફીને કોર્ટમાં પડકારી હતી, બેંકએ પોતાની દલીલમાં કહ્યું કે આ મામલામાં કોમર્સિયલ કેસ પ્રમાણે યોગ્ય નિર્ણય કરી શકાય છે.
બેંકએ માગ્યું 12 વર્ષનું બોનસ,ઇન્સેન્ટિવ અને પગાર
બેંક તરફથી દાખિલ કરવામાં આવેલી એક એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે ICICI એ ચંદા કોચરને આપવામાં આવેલા બોનસને ક્લોબેકને લઇને એક કેસ દાખલ કર્યો છે.
જે કોચરને વર્ષ 2006થી માર્ચ 2018નાં સમયગાળા દરમિયાન આપવામાં આવ્યું છે, ક્લોબેક એક એવી વ્યવ્સ્થા છે,જેમાં કોઇ કર્મચારીને ઇન્સેન્ટીવ આધારીત પે અને બોનસને બરતરફી બાદની સ્થીતીમાં પાછા મેળવવાની જોગવાઇ છે.
સામાન્ય રીતે આ કર્મચારી દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહાર અથવા અંગત હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનાં આરોપમાં થાય છે.
પોતાના સ્ટોક વિકલ્પને સુરક્ષીત રાખવાનો પણ આરોપ
એફિડેવીટમાં વધુંમાં કહેવામાં આવ્યું છે કે કોચરનાં કારણે બેંક તથા તમામ સ્ટેક હોલ્ડર્સની છબીને નુકસાન પહોચ્યું છે.તેનાથી બેંકની છબી પણ ખરડાઇ છે,બેંકએ કહ્યું કે અરજીકર્તાએ જાણી જોઇને નિયમોનું ઉલ્લંખન કર્યું છે,જેથી કરીને તેમને અંગત ફાયદો થઇ શકે,એફિડેવીટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પોતાના માટે સ્ટોક વિકલ્પ સુરક્ષીત કરવા માટે પણ ખોટા પગલા ભર્યા છે.