ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું ટેન્શન ઊભું થયું, ક્રૂડ ઓઈલના ભાવમાં 'ભડકો'

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
crude oil


Iran-Israel Conflict: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વમાં ચિંતા વધી રહી છે. ઈરાને લગભગ 180 મિસાઈલો છોડીને ઈઝરાયલ પર જોરદાર હુમલો કર્યો છે તો સામે ઈઝરાયલી સેનાએ પણ જવાબી હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનો દાવો કર્યો છે. બંને દેશોમાં વધતા તણાવની અસર સૌથી પહેલા ક્રૂડ ઓઈલની કિંમતો પર જોવા મળી રહી છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં એક સાથે 5 ટકાનો વધારો થયો છે.

ઈરાન ઓઈલ સેક્ટરનો મોટો ખેલાડી 

ઈરાન, જે ઓપેકનું સભ્ય છે અને તેને આ ઓઈલ સેક્ટરનો સૌથી મોટો ખેલાડી પણ માનવામાં આવે છે. તેમજ ઈરાન વિશ્વના લગભગ એક તૃતીયાંશ તેલનો પુરવઠો પૂરો પાડે છે. એવામાં આ હુમલા કારણે હવે ઓઈલ સપ્લાય ચેઈનમાં વિક્ષેપ આવવાની અસર પણ હવે દેખાઈ રહી છે. જે ક્રૂડ ઓઈલની કિંમતોમાં જોરદાર ઉછાળો રૂપે જોઈ શકાય છે. 

આ પણ વાંચો: IBC હેઠળ રૂ. 3.5 લાખ કરોડની વસૂલાત કરાઈ

બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઉછાળો 

ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી રહી છે. જેમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ (WTI ક્રૂડ)ના ભાવમાં અચાનક 5 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ભૂતકાળમાં તેમાં લગભગ 2.7 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ તાજેતરના વધારા બાદ તેની કિંમત ફરી એક વખત પ્રતિ બેરલ $71ને પાર કરી ગઈ છે. જો આપણે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત વિશે વાત કરીએ, તો તે લગભગ 5 ટકાના ઉછાળા સાથે પ્રતિ બેરલ $75ની ઉપર પહોંચી ગયો છે.

ઈરાન અને ઈઝરાયલમાં વધી રહેલા તણાવની અસર માત્ર ક્રૂડ ઓઈલની કિંમતો પર જ નહીં, પરંતુ હવે વૈશ્વિક શેર બજારો પર પણ કડાકો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેલના ભાવ વધી રહ્યા છે, બોન્ડ વધી રહ્યા છે, સોનાના  ભાવ વધી રહ્યા છે અને શેર બજાર તૂટી રહ્યું છે.

ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું ટેન્શન ઊભું થયું, ક્રૂડ ઓઈલના ભાવમાં 'ભડકો' 2 - image


Google NewsGoogle News