mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આધારકાર્ડમાં પોતાનો ફોટો કેમ બદલી શકાય? જાણો ઓનલાઇન પ્રોસેસ

UIDAI દ્વારા આધારકાર્ડમાં ફોટો બદલવા માટેની સુવિધા આપવામાં આવી છે

Updated: Dec 18th, 2023

આધારકાર્ડમાં પોતાનો ફોટો કેમ બદલી શકાય? જાણો ઓનલાઇન પ્રોસેસ 1 - image


Aadhar Card Image Update: આધાર કાર્ડ દરેક ભારતીયની ઓળખ છે. આધાર કાર્ડ દ્વારા તમે સરકારી યોજનાઓનો લાભ મેળવી શકાય છે તેમજ તેનો ઉપયોગ સરકારી અને ખાનગી હેતુઓ માટે પણ કરી શકો છો. જો કે આધાર કાર્ડમાં છાપતા ફોટોની ક્વોલોટીના કારણે પોતાના ફોટોને લઈને  ઘણા લોકો શરમ અનુભવે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે જાણીએ આધારકાર્ડમાં ઘર બેઠા ફોટો કઈ રીતે અપડેટ કરી શકાય છે.

આ પ્રોસેસ કરવાથી ફોટો થઇ જશે અપડેટ 

- UIDAIની ઓફિશિયલ વેબસાઇટ uidai.gov.inની મુલાકાત લો 

- ત્યારબાદ Update Aadhaar વિકલ્પ પર ક્લિક કરો

- આધાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરીને તેમાં જરૂરી તમામ વિગતો ભરો

- ત્યારબાદ આ ફોર્મ નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર સબમિટ કરો

- આધાર કર્મચારી બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા તમામ વિગતોની ચકાસણી કરીને નવા ફોટોગ્રાફ પર ક્લિક કરશે જે તમારા આધાર કાર્ડમાં અપડેટ થશે

- ફોટો અપડેટ કરવા માટે 100 રૂપિયા ઉપરાંત GSTની ફી ચૂકવવી પડશે

- ત્યારબાદ કચેરીએથી આધાર કર્મચારી તમને એક એક્નોલેજમેન્ટ સ્લિપ અને અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) આપશે

- આ પ્રોસેસ કર્યા બાદ 90 દિવસમાં તમારો ફોટો અપડેટ કરવામાં આવશે

આ પ્રોસેસ કર્યા બાદ આધારકાર્ડને ટ્રેક કરવાનો ઓપ્શન પણ મળશે 

આ પ્રોસેસ કર્યા બાદ આધારકાર્ડને ટ્રેક કરવાનો ઓપ્શન પણ મળશે  જેથી તમે જાણી શકો કે તમારું આધાર કાર્ડ ક્યારે તૈયાર થશે. આ ટ્રેકિંગ પ્રક્રિયા ઓનલાઈન છે, તેથી તમારે કોઈ કચેરીએ જવાની જરૂર નથી. જો તમે પણ તમારા આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માટે અરજી કરી છે, તો તમે આ પ્રક્રિયા દ્વારા તેને ટ્રેક કરી શકો છો. જેના માટે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને URN નંબરથી આધાર કાર્ડને ટ્રેક કરી શકાય છે. જ્યારે તમે નજીકના આધાર કેન્દ્ર પર જાઓ છો ત્યારે જ ફોટો અપડેટ કરવાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય છે.

14 માર્ચ સુધી ફ્રીમાં અપડેટ કરી શકશે આધારકાર્ડ

આધાર કાર્ડ બાબતે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે જે લોકો આધાર કાર્ડ અપડેટ કરવા માટે મફત સુવિધા મેળવવા માંગે છે. તેઓ 14 માર્ચ સુધી ફ્રીમાં અપડેટ કરી શકશે. UIDAI એ My Aadhar Portal દ્વારા આધાર વિગતોના મફત અપડેટ માટે ફરીથી સમયમર્યાદા લંબાવી છે. UIDAI એ 11 ડિસેમ્બર, 2023 ના રોજ ઓફિસ મેમોરેન્ડમ જારી કર્યું છે. જેના આધારે આ સુવિધાને વધુ 3 મહિના એટલે કે 15 ડિસેમ્બરથી 14 માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આધારકાર્ડમાં પોતાનો ફોટો કેમ બદલી શકાય? જાણો ઓનલાઇન પ્રોસેસ 2 - image

Gujarat