Get The App

રૂપિયા સામે ડોલર તથા પાઉન્ડમાં મોટી અફડાતફડી

- સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા

- ક્રૂડતેલમાં મંદીને બ્રેક: ઓપેકના દેશો તથા રશિયા દ્વારા ઈમરજન્સી મિટિંગમાં ક્રૂડના ઉત્પાદનમાં વધુ કાપ મૂકાવાની શકયતા : ચીનના બજારો તથા કરન્સીમાં મોટો કડાકો

Updated: Feb 3rd, 2020

GS TEAM

Google News
Google News
રૂપિયા સામે ડોલર તથા પાઉન્ડમાં મોટી અફડાતફડી 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 03 ફેબુ્રઆરી 2020, સોમવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ઝડપી નીચા આવ્યા હતા. કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ ઉછળ્યા હતા.  ડોલરના ભાવ રૂ.૭૧.૩૬ વાળા રૂ.૭૧.૬૪ ખુલી ઉંચામાં  ભાવ રૂ.૭૧.૬૫ થયા પછી નીચામાં રૂ.૭૧.૩૨ થઈ છેલ્લે બંધ રૂ.૭૧.૩૩  રહ્યા હતા.  ડોલરમાં ઉછાળે આજે અમુક સરકારી બેન્કોની  વેચવાલી  નિકળ્યાની ચર્ચા હતી. દરમિયાન, બ્રિટીશ પાઉન્ડના ભાવમાં પણ મોટી અફડાતફડી જોવા મળી હતી. 

 બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૯૩.૫૮ વાળા આજે  રૂ.૯૩.૯૨ ખુલી ઉંચામાં  ભાવ  રૂ.૯૪.૩૦ રહ્યા પછી નીચામાં ભાવ રૂ.૯૩.૧૩ થઈ છેલ્લે બંધ રૂ.૯૩.૨૨ રહ્યા હતા.  પાઉન્ડના ભાવ આજે ૩૬ પૈસા ઘટયા હતા જ્યારે ડોલરના ભાવમાં ૩ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે યુરોના ભાવ આજે  ૨૧ પૈસા વધી રૂ.૭૮.૯૪થી ૭૮.૯૫  રહ્યા હતા.  યુરોના ભાવ આજે ચાલુ બજારે એક તબક્કે ઉંચામાં  રૂ.૭૯ની ઉપર જઈ રૂ.૭૯.૦૭ સુધી બોલાયા હતા. 

 વિશ્વ બજારના સમાચાર ઉછાલે વેચવાલી બતાવતા હતા.  વિશ્વ બજારમાં વિવિધ કરન્સીઓની બાસ્કેટ સામે ડોલરનો ઈન્ડેક્સ ઉંચો જતાં સોનામાં ઉછાળે ફંડવાળા વેચવા આવ્યા હતા.  વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના જે ઉંચામાં  ૧૫૮૮થી ૧૫૮૯ ડોલર થયા હતા તે આજે  ગબડી નીચામાં  ૧૫૭૩.૯૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૫૭૮.૧૦  ડોલર રહ્યા હતા.  સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ પણ ઔંશના જે ઉંચામાં  ૧૮.૦૫ ડોલર થયા હતા તે આજે  ગબડી સાંજે ૧૭.૭૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર  ૯૯.૫૦ના રૂ.૪૦૮૫૦ વાળા રૂ.૪૦૬૫૪ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૧૦૦૦ વાળા રૂ.૪૦૮૧૭ બંધ રહ્યા  હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા  રહ્યા હતા.   મુંબઈ ચાંદીના ભાવ આજે કિલોના જીએસટી વગર ૯૯૯નારૂ.૪૬૯૦૦ વાળા રૂ.૪૬૨૪૦ બંધ રહ્યા હતા જ્યારે  મોડી સાંજે ભાવરૂ.૪૬૨૦૦થી ૪૬૨૫૦ તથા જીએસટી સાથેના ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

 દરમિયાન, વિશ્વ બજારમાં આજે સાંજે  પ્લેટીનમના ભાવ ઘટી ઔંશના ૯૫૬.૯૦ ડોલર રહ્યા હતા જ્યારે  પેલેડીયમના ભાવ ઔંશના ૨૨૮૭.૬૦થી ૨૨૮૭.૭૦ ડોલર રહ્યા હતા.   દરમિયાન, વિશ્વ બજારમાંથી મળેલા  સમાચાર મુજબ ચીનના શેરબજારો  તાજેતરની રજાઓ પછી ફરી ખુલ્યા હતા ત્યારે આજે  ત્યાં શેરબજારો  આશરે ૮ ટકા ગબડી જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. ચીનમાં કાતિલ વાયરસનો વ્યાપ  વધતાં ત્યાં  શેરબજારમાં  આજે ભારે વેચવાલી નિકળી હતી.  

 ઉપરાંત ચીનની કરન્સી યુઆનના  ઓફ શોર ભાવ પણ તૂટી ગયા હતા.  ચીનના શેરબજારો આજે તૂટી ગયા હતા. ત્યારે  અમેરિકા અને યુરોપના શેરબજારો ઘટયા મથાળે  આંચકા પચાવી ફરી ઉંચકાયાના સમાચાર હતા.  ચીનમાંબજારોને સપોર્ટ કરવા સરકારે પ્રવાહિતામાં  આશરે ૨૨ અબજ ડોલર ઠાલવ્યા હતા છતાં  બજારો ગબડયાના  સમાચાર હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે  ક્રૂડતેલના ભાવ ઘટતા અટકી ઘટયા મથાલે અથડાતા રહ્યા હતા.  બ્રેન્ટક્રૂડના ભાવ આજે સાંજે  બેરલના ૫૬.૩૦થી ૫૬.૩૫ ડોલર રહ્યા હતા.  જ્યારે ન્યુયોર્કના ભાવ ૫૧.૬૦થી ૫૧.૬૫ ડોલર રહ્યા હતા. 

ચીનના કાતિલ વાયરસના પગલે  વિશ્વ બજારમાં માગ ઘટતાં તાજેતરમાં  ક્રૂડતેલના ભાવ નોંધપાત્ર ગબડતાં  ક્રૂડતેલના  ઓપેકના ઉત્પાદક દેશો  તથા રશિયાની  ઈમરજન્સી મિટિંગ  બોલાવવાનો  નિર્ણય સાઉદી અરેબિયાએ કર્યાના  સમાચાર હતા.  આવી મિટિંગ ૮-૯ ફેબુ્રઆરી અથવા ૧૪-૧૫ ફેબુ્રઆરીએ મળશે એવા સમાચાર હતા.

આ મિટિંગમાં ઉત્પાદનમાં દૈનિક ધોરણે વધુ પાંચ લાખ બેરલ્સનો કાપ મૂકાશે એવી શક્યતા  જાણકારો આજે  બતાવી રહ્યા હતા. કોપરના ભાવ આજે  ૦.૪૫થી ૦.૫૦ ટકા પ્લસમાં  રહ્યાના સમાચાર હતા.  લંડન એક્સ.માં આજે કોપરનો ભાવ ટનના ૩ મહિનાની ડિલીવરીના ૫૫૯૦થી  ૫૬૦૦ ડોલર રહ્યા હતા.  

 ચીનના શેરબજારમાં  આજે ભાવ  ગબડતાં આશરે ૩૩૦૦ જેટલા શેરમાં નીચલી સર્કિટ  અમલ બન્યાના સમાચાર હતા.  શેર ઈન્ડેક્સ ત્યાં આજે  ચાલુ બજારે  એક તબક્કે  ૯.૧૦ ટકા માઈનસમાં જતો રહ્યો હતો.

Tags :