Get The App

HDFC બેન્કના સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ કેટલું રાખવાનું? બેન્કે કરી સ્પષ્ટતા

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
HDFC બેન્કના સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ કેટલું રાખવાનું? બેન્કે કરી સ્પષ્ટતા 1 - image


HDFC Bank Minimum Balance: એક દિવસ અગાઉ એચડીએફસી બેન્કે નવું બચત ખાતું ખોલાવવા પર મિનિમમ બેલેન્સ મર્યાદા રૂ. 10,000થી વધારી રૂ. 25,000 કર્યાના અહેવાલો હતા. આ અંગે સ્પષ્ટતા કરતા બેન્કે કહ્યું કે, બચત ખાતા માટે મિનિમમ બેલેન્સની જરૂરિયાતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરેરાશ માસિક બેલેન્સમાં કોઈ ફેરફાર કરાયો નથી. એચડીએફસી બેંકના સામાન્ય બચત ખાતા માટે માસિક મિનિમમ બેલેન્સ પહેલાંની જેમ રૂ. 10,000 રહેશે, પરંતુ ‘સેવિંગ્સ મેક્સ એકાઉન્ટ માટે મિનિમમ બેલેન્સ રૂ. 25,000 રહેશે.

તમામ ક્ષેત્રોમાં ગ્રાહકની પ્રોફાઈલ મુજબ જૂના દર જળવાઈ રહેશે

બેન્કે જણાવ્યું હતું કે, એચડીએફસી બેન્ક ગ્રાહકની પ્રોફાઈલ સાથે વિવિધ પ્રકારના બચત ખાતાં ઓફર કરે છે. વેલ્યૂ-એડેડ સર્વિસિઝના આધારે જરૂરી એવરેજ મંથલી બેલેન્સ (AMB) જૂની શરતો મુજબ લાગુ રહેશે. જેમાં ગ્રામીણ, અર્ધ-શહેરી, શહેરી અને મેટ્રો શહેરોમાં એકાઉન્ટ વેરિયન્ટ અનુસાર જૂની મિનિમમ બેલેન્સ મર્યાદા જ લાગુ રહેશે. 


અર્ધ-શહેરી, ગ્રામીણ વિસ્તારોમાં મર્યાદા યથાવત્

એચડીએફસી બૅન્કના બચત ખાતા હેઠળ, અગાઉ શહેરી શાખાઓ માટે મિનિમમ બેલેન્સ રૂ. 10,000, અર્ધ-શહેરી શાખાઓ માટે રૂ. 5,000 અને ગ્રામીણ શાખાઓ માટે રૂ. 2,500 હતું. હાલમાં, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ મર્યાદા યથાવત્ છે. 

આ પણ વાંચોઃ ICICI બૅન્કના ગ્રાહકોને બીજો મોટો ઝટકો, ATM અને રોકડ વ્યવહારો પરના ચાર્જમાં વધારો

આરબીઆઇ ગવર્નરે હાથ ઊંચા કર્યા

ખાનગી બૅન્કોની મિનિમમ બેલેન્સ અને બૅન્કિંગ સેવાઓ માટે વસૂલવામાં આવતા મસમોટા ચાર્જ મુદ્દે આરબીઆઇ ગવર્નરે હાથ ઊંચા કર્યા છે. તેમણે હાલ ચાલી રહેલા મિનિમમ બેલેન્સના વિવાદ વચ્ચે નિવેદન આપ્યું હતું કે, મિનિમમ બેલેન્સ પોલિસી આરબીઆઇના રેગ્યુલેટરી ડોમેન હેઠળ નથી. અમુક બૅન્કો રૂ. 1000 જ્યારે અમુક બૅન્કો ઝીરો બેલેન્સ એકાઉન્ટ સુવિધા આપી રહી છે. આ નિર્ણય બૅન્કોનો હોય છે.

ખાનગી બૅન્કોની સામે સરકારી બૅન્કોમાં રાહત

એકબાજુ ખાનગી બૅન્કો સતત પોતાના મિનિમમ બેલેન્સમાં વધારો કરી રહી છે. બીજી બાજુ એસબીઆઇ, પંજાબ નેશનલ બૅન્ક, કેનેરા બૅન્ક જેવી સરકારી બૅન્કોમાં ઝીરો મિનિમમ બેલેન્સ સુવિધા છે. આ બૅન્કોમાં મિનિમમ બેલેન્સની કોઈ મર્યાદા નથી. બૅન્ક ઑફ બરોડા, ઇન્ડિયન બૅન્કમાં પણ ઝીરો મિનિમમ બેલેન્સની સુવિધા છે. જ્યારે યુનિયન બૅન્કમાં મેટ્રો શહેરોમાં રૂ. 1000, અર્ધશહેરી વિસ્તારોમાં રૂ. 500 અને ગ્રામીણ વિસ્તારમાં રૂ. 250 તથા સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયામાં રૂ. 2500 મિનિમમ બેલેન્સ અનિવાર્ય છે.

HDFC બેન્કના સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ કેટલું રાખવાનું? બેન્કે કરી સ્પષ્ટતા 2 - image

Tags :