ગુજરાત ગેસ દ્વારા CNG-PNGના ભાવમાં વધારો, મોંઘવારીનો વધુ એક માર

- CNGમાં ગુજરાત ગેસ અને અદાણીના ભાવ એક સમાન થઈ જતાં હવે વાહન ચાલકોને સસ્તાનો લાભ નહીં મળે
અમદાવાદ, તા. 14 મે 2022, શનિવાર
ગુજરાત ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં રૂ. 2.60નો વધારો કરવામાં આવ્યો છે જેથી જૂનો ભાવ રૂ. 79.56 હતો તે હવે વધીને 82.16 થઈ ગયો છે. જ્યારે PNGના ભાવમાં રૂ. 3.91નો વધારો કરવામાં આવતા તેની કિંમત રૂ. 44.14થી વધીને 48.50 રૂપિયા થઈ ગઈ છે. આ ભાવવધારો ગુપચૂપ રીતે 10મી તારીખથી અમલમાં આવે તે રીતે લાગુ કરી દેવામાં આવ્યો છે.
ભાવવધારાના કારણે રાજ્યમાં અદાણી ગેસ અને ગુજરાત ગેસના CNGના ભાવ સરખા થઈ ગયા છે.
અત્યાર સુધી વાહન ચાલકો ગુજરાત ગેસનો સસ્તો CNG ભરાવવાનું પસંદ કરતા હતા પરંતુ હવે બંને કંપનીના ભાવ સરખાં થઈ જતાં લોકો કોઈ વિશેષ લાભ નહીં લઈ શકે.
વર્ષ 2018થી અત્યાર સુધીમાં ગુજરાત ગેસ દ્વારા CNGની કિંમતોમાં કુલ 29.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
|
તારીખ |
જૂનો ભાવ |
નવો ભાવ |
તફાવત |
|
02-10-2018 |
54.70 રૂ. |
52.45 રૂ. |
- 02.25 રૂ. |
|
24-08-2021 |
52.45 રૂ. |
54.45 રૂ. |
02.00 રૂ. |
|
05-10-2021 |
54.45 રૂ. |
58.10 રૂ. |
03.65 રૂ. |
|
16-10-2021 |
58.10 રૂ. |
60.78 રૂ. |
02.68 રૂ. |
|
01-11-2021 |
60.78 રૂ. |
65.74 રૂ. |
04.96 રૂ. |
|
05-01-2022 |
65.74 રૂ. |
67.53 રૂ. |
01.79 રૂ. |
|
23-03-2022 |
67.53 રૂ. |
70. 53 રૂ. |
03.00 રૂ. |
|
06-04-2022 |
70.53 રૂ. |
76.98 રૂ. |
06.45 રૂ. |
|
14-04-2022 |
76.98 રૂ. |
79.56 રૂ. |
02.58 રૂ. |
|
10-05-2022 |
79.56 રૂ. |
82.16 રૂ. |
02.60 રૂ. |
|
|
|
|
કુલ = 29.71 રૂ. |

