Get The App

આગઝરતી તેજી : સિંગતેલ રૂ. ૨૦૦૦ને પાર : સોનું @ ૪૦,૦૦૦

- અમદાવાદ સિંગતેલ ૨૦૧૦/૨૦૨૦ : અમદાવાદ સોનું રૂ. ૪૦,૦૦૦ : અમદાવાદ ચાંદી રૂ. ૪૭૨૦૦

Updated: Dec 26th, 2019

GS TEAM

Google News
Google News
આગઝરતી તેજી : સિંગતેલ રૂ. ૨૦૦૦ને પાર : સોનું @ ૪૦,૦૦૦ 1 - image

અમદાવાદ, તા. 26 ડિસેમ્બર 2019, ગુરૃવાર

નવું વર્ષ શરૃ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે વિવિધ કોમોડિટીના ભાવમાં ફરી ભડકો થતા પ્રજાના માથે બોજામાં વધારો થયો છે. વૈશ્વિક સ્તરે ડોલર મજબૂત થતા ઘરઆંગણે વિવિધ કોમોડિટી બજાર પર જોવા મળી છે.

 ડોલર ઊંચકાતા ઘરઆંગણે આયાતી ખાદ્યતેલોની આયાત પડતર ઊંચી જવા સામે બજારભાવ હજી પણ આયાત પડતર કરતા નીચા રહેતા આજ અમદાવાદ ખાદ્યતેલ બજારમાં તેજીનો પવન ફૂંકાતા સિંગતેલના ભાવ રૂ. ૨૦૦૦ની સપાટી કૂદાવી ગયા હતા. 

બીજી તરફ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડડીલ મુદ્દે સ્પષ્ટતા ન થવાની સાથે ડોલર મજબૂત થતા વૈશ્વિક બજારમાં સોનું ઊછળીને ૧૫૦૦ ડોલર કુદાવી જતા અમદાવાદ બુલીયન બજારમાં આજે સોનું ઊછળીને પુન: રૂ. ૪૦૦૦૦ની ટોચે પહોંચી ગયું હતું. જ્યારે ચાંદીએ રૂ. ૪૭૦૦૦ની સપાટી કુદાવી હતી.

અમદાવાદ તેલીબીયા બજારમાં આજે સિંગતેલનો નવો ડબ્બો રૂ. ૨૦૧૦/૨૦૨૦ બોલાયો હતો. જ્યારે કપાસીયા તેલનો નવો ડબ્બો રૂ. ૧૫૨૦/૧૫૩૦ બોલાતો હતો.આ ઉપરાંત સોયાબીન,પામોલીન,સનફલાવર તેમજ વનસ્પતિ ઘીના ભાવમાં પણ વધારો થયો હતો. અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે સોનું ૯૯.૯ રૂ. ૧૦૦ વધીને રૂ. ૪૦૦૦૦ અને ૯૯.૫ રૂ. ૧૦૦ વધી ૩૯૮૫૦ બોલાતું હતું. અમદાવાદ ચાંદી રૂ. ૪૦૦ ઊછળી રૂ. ૪૭,૨૦૦ મુકાય હતી.


Tags :