સિંગતેલ તથા સિંગદાણામાં સામસામા રાહ:ખોળ બજારમાં સાર્વત્રિક ઉછાળા
- પામતેલના ભાવ વિશ્વ બજારમાં ત્રણ વર્ષની ટોચથી પાછા ફર્યા : મલેશિયાથી તેની નિકાસમાં ઘટાડો
- એરંડા હાજર તથા વાયદા બજારમાં નરમ હવામાન
મુંબઈ, તા. 10 ડિસેમ્બર 2019, મંગળવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોનાં ભાવમાં ઉંચા મથાળે ધીમો સુધારોે આગળ વધ્યો હતો. જોકે વધ્યા મથાળે આજે નવી માંગ પાંખી રહી હતી. વિશ્વ બજારના સમાચાર પણ ઉછાળે વેચવાલી બતાવતા હતા. મલેશિયામાં પ્લસમાં રહ્યા પછી છેલ્લી ઘડીએ નીચો ઉતરતાં છેલ્લે ભાવ ૮,૨ તથા ૪ પોઈન્ટ માઈનસમાં બંધ રહ્યા હતા. ત્યાં જોકે પામ પ્રોડકટના ભાવ અઢીથી સાડા સાત ડોલર ઉંચા રહ્યા હતા.
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૮૧૨ તથા જેએનપીટીના રૂ.૮૦૮ રહ્યા હતા. જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૨૯ રહ્યા હતા. ભાવ ઉંચા હતા સામે માગ ધીમી હતી. વાયદા બજારમાં આજે સીપીઓના ભાવ રૂ.૭૩૧ થયા પછી નીચામાં ૭૨૦.૬૦ થઈ સાંજે ૭૨૩ રહ્યા હતા. જ્યારે સોયાતેલ વાયદાના ભાવ રૂ.૮૬૯.૪૦થયા પછી સાંજે ભાવ ૮૫૭થી ૮૫૭.૫૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ બજારમાં સોયાતેલના હાજર ભાવ ડિગમના રૂ.૮૧૦ તથા રિફા.ના રૂ.૮૫૫ રહ્યા હતા.
દરમિયાન, મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના ૧૦ દિવસમાં આશરે ૧૧.૪૦ ટકા ઘટી ૩૭૬૬૫૯ ટન થઈ છે જે ગયા મહિને આ ગાળામાં ૪૨૫૦૧૦ ટન થઈ હોવાનું એસજીએસના રિપોર્ટમાં જણાવાયું હતું. આ ગાળામાં મલેશિયાથી ભારત તરફ પામતેલની કુલ નિકાસ જોકે ૨૯૯૦૦ ટનતી વધી ૩૧૩૦૦ ટન થયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વ બજારમાં પામતેલના ભાવ ઉંચામાં ૩ વર્ષની ટોચે પહોંચ્યા પચી આજે ઉંચા મથાળેથી નીચા ઉતર્યા હતા.
આ પૂર્વે વિશ્વ બજારમાં પામતેલના ભાવ ઉંચા ભાવ ૨૦૧૭ના ફેબુ્ર. મહિનામાં જોવા મલ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૧૦૫૦ રહ્યા હતા. જ્.ારે રાજકોટ બાજુ ભાવ વધી ૧૦૩૫ તથા ૧૫ કિલોના રૂ.૧૬૫૦થી ૧૬૬૦ રહ્યા હતા. ત્યાં આજે કોટન વોશ્ડના ભાવ રૂ.૮૦૦થી ૮૦૩ વાળા જોકે ઘટી રૂ.૭૯૫થી ૭૯૮ રહ્યા હતા. મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૮૫૫ બોલાતા હતા.
દરમિયાન, સિંગદાણાના ભાવ મથકોએ સૂસ્ત રહ્યા હતા. સિંગદાણાની ઓલ ઈન્ડિયા દૈનિક સરેરાશ આવકો હાલ આશરે ૪ લાખ ગુણી આવી હતી.
મુંબઈ ખોળ બજારમાં આજે સિંગખોળના ભાવ ટનના રૂ.૨૬૦૦૦ વાળા રૂ.૨૬૫૦૦ જ્યારે કપાસિયા ખોળના રૂ.૨૩૦૦૦ વાળા ઉછળી રૂ.૨૪૫૦૦ રહ્યા હતા. સનફલાવર ખોળના ભાવ રૂ.૨૩૦૦૦ વાળા રૂ.૨૩૫૦૦ જ્યારે સોયાખોળના રૂ.૩૩૯૧૦થી ૩૩૯૧૫ વાળા ઉછળી રૂ.૩૪૪૩૫ બોલાયા હતા.