Get The App

PF પર 8.25 ટકા વ્યાજદરને નાણા મંત્રાલયની મંજૂરી, 7 કરોડ કર્મચારીઓને ટ્રાન્સફર થશે વ્યાજની રકમ

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News

PF પર 8.25 ટકા વ્યાજદરને નાણા મંત્રાલયની મંજૂરી, 7 કરોડ કર્મચારીઓને ટ્રાન્સફર થશે વ્યાજની રકમ 1 - image

EPF Interest Rate: નાણાકીય વર્ષ 2024-25માં માટે પીએફ ખાતામાં જમા રકમ પર મળતા વ્યાજ દર 8.25 %  યથાવત્ રાખવા માટે EPFOના નિર્ણયને કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. આ પહેલા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની 28 ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં પણ વ્યાજ દર 8.25 ટકા પ્રમાણે યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ નાણાકીય વર્ષ 2023-24માં વ્યાજ દરને 8.15 થી 0.10 વધારીને 8.25 ટકા કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2022-23માં 8.10 ટકાથી વધારીને 0.05 ટકા વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા આરબીઆઈનું સૂચન

પીએફ એકાઉન્ટમાં કઈ રીતે જમા થાય છે રકમ

ઈપીએફઓની નિયમ મુજબ કર્મચારીનો મૂળ પગાર + મોંઘવારી ભથ્થાના 12 ટકા પીએફ એકાઉન્ટમાં જાય છે. તો કંપની પણ કર્મચારીના મૂળ પગાર + મોંઘવારી ભથ્થાના 12 ટકા જમા કરાવે છે. કંપનીના 12 ટકાના હિસ્સામાંથી 3.67 ટકા પીએફ એકાઉન્ટમાં જાય છે અને બાકીના 8.33% પેન્શન સ્કીમમાં જાય છે. તો કર્મચારીના હિસ્સાના બધા પૈસા પીએફ ખાતામાં જાય છે.

ગયા વર્ષે કેવા રહ્યા હતા વ્યાજ દર

આ પહેલા 2022માં ઈપીએફઓએ 2021-22 માટે તેના સાત કરોડથી વધુ ગ્રાહકો માટે ઈપીએફ પર વ્યાજ દર ઘટાડીને ચાર દશકથી વધારે નીચા સ્તરે 8.1 % કરી દેવામાં આવ્યો હતો. 2020-21માં આ વ્યાજ દર 8.5 ટકા હતો. આ પહેલા 2020-21 માટે  ઈપીએફઓ પર 8.10 % વ્યાજ દર હતું, તો 1977-78 પછી સૌથી ઓછુ વ્યાજ હતું. ત્યારે ઈપીએફ વ્યાજ દર માત્ર 8 ટકા હતું. 

આ પણ વાંચો : મે મહિનામાં કમોસમી વરસાદથી ઠંડા પીણાં, એેસીના વેચાણ પર થયેલી અસર

EPF સાથે જોડાયેલી મહત્ત્વની બાબત

  • EPF પર દર વર્ષે વ્યાજ દરમાં ફેરફાર થતો રહે છે.
  • સરકારની મંજૂરી પછી જ વ્યાજ એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. 
  • EPFના પૈસા સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. 
  • EPFની જમા રકમ ચેક કરવા માટે UMANG એપ અથવા ઈપીએફઓની વેબસાઈટનો ઉપયોગ કરી શકાય છે.
Tags :