કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: SBI સહિત PSU બૅન્કોમાં ટોચના પદો પર પ્રાયવેટ સેક્ટરના લોકોની થઈ શકશે નિમણૂક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PSB ED Recruitment Guidelines: સરકારે શુક્રવારે બૅન્કિંગ ક્ષેત્ર માટે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. ખાનગી ક્ષેત્રના ઉમેદવારો હવે દેશની ટોચની સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI) સહિત અન્ય સરકારી બૅન્કોમાં ટોચના મેનેજમેન્ટ હોદ્દાઓ માટે પાત્ર બનશે. નવી માર્ગદર્શિકા અનુસાર, SBIમાં ચાર મેનેજિંગ ડિરેક્ટર પદમાંથી એક ખાનગી ક્ષેત્રના ઉમેદવાર માટે અને જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓમાં કામ કરનારા વ્યક્તિઓ માટે ખુલ્લું મૂકાશે. હાલમાં તમામ એમડી અને ચેરમેન પદ આંતરિક ઉમેદવારો દ્વારા ભરવામાં આવે છે. સુધારેલી નિમણૂક માર્ગદર્શિકા અનુસાર, એક એમડી પદ હવે ખાનગી ક્ષેત્રના ઉમેદવાર માટે ઉપલબ્ધ રહેશે.
12 સરકારી બૅન્કોમાં ખાનગી ક્ષેત્રના ઉમેદવાર
મંત્રીમંડળની નિમણૂક સમિતિ દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા ખાનગી ક્ષેત્રના ઉમેદવારોને જાહેર ક્ષેત્રની બૅન્કો(PSB)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) માટે પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપે છે. એસબીઆઇ ઉપરાંત, પંજાબ નેશનલ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, કેનેરા બૅન્ક, યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા અને બૅન્ક ઑફ ઇન્ડિયા સહિત 11 જાહેર ક્ષેત્રની બૅન્કોમાં આ માર્ગદર્શિકા અનુસરવામાં આવશે. સમિતિ અનુસાર, એમડી પદ પર નિમણૂક કરવા માટે ખાનગી ક્ષેત્રના ઉમેદવારો પાસે ઓછામાં ઓછો 21 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. જેમાં ઓછામાં ઓછો 15 વર્ષનો બૅન્કિંગ અનુભવ અને બૅન્કના બોર્ડ સ્તરે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ શામેલ છે.
હવે ખાનગી ક્ષેત્રના ઉમેદવારને મળશે તક
નવી માર્ગદર્શિકા અમલમાં આવતાંની સાથે જ એસબીઆઇ એમડી પદ ખાલી ગણવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રના પદ માટે લાયક ઉમેદવારો પણ આવી ખાલી જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર બનશે. આ માર્ગદર્શિકા અમલમાં આવે તે તારીખથી એસબીઆઇના એમડીનું પહેલું પદ ખાલી ગણવામાં આવશે. માર્ગદર્શિકા અનુસાર, જાહેર ક્ષેત્રની બૅન્કોમાં હોદ્દા માટે લાયકાત ધરાવતા કોઈપણ ઉમેદવાર અરજી કરી શકશે. સરકારી બૅન્કોમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની નિમણૂક અંગેની નવી માર્ગદર્શિકા જણાવે છે કે બૅન્કમાં એક પદ ખાનગી ક્ષેત્રના ઉમેદવારો સહિત તમામ લાયક ઉમેદવારો માટે ખુલ્લું રહેશે. ઉલ્લેખનીય છે, મોટી નેશનલાઇઝ્ડ બૅન્કોમાં ચાર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોય છે, જ્યારે નાની બૅન્કોમાં આવા બે પદ હોય છે.









