Get The App

ઘઉંની સરકારી ખરીદી 300 લાખ ટન, છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ

- પંજાબમાંથી ૧૧૯ લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી, જે કુલ ખરીદીના લગભગ ૪૦ ટકા

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
ઘઉંની સરકારી ખરીદી 300 લાખ ટન, છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ 1 - image


નવી દિલ્હી : આ વર્ષે સરકારે લઘુત્તમ ટેકાના ભાવ  પર મોટાપાયે ઘઉં ખરીદ્ય છે. ઘઉંની સરકારી ખરીદી ૩૦૦ લાખ ટનના સ્તરને વટાવી ગઈ છે. જેના કારણે લાખો ખેડૂતોને ફાયદો થયો છે. 

છેલ્લા કેટલાક વર્ષોથી, ઘઉંની સરકારી ખરીદી ઘટી રહી હતી અને ૩૦૦ લાખ ટનની નીચે રહી હતી. આવી સ્થિતિમાં, ૪ વર્ષ પછી, આ વર્ષે, ઘઉંની સરકારી ખરીદી ૩૦૦ લાખ ટનના આંકડાને વટાવી ગઈ છે. 

અગાઉ ૨૦૨૧-૨૨માં, રેકોર્ડ ૪૩૩ લાખ ટન ઘઉં ખરીદાયા હતા. આ પછી, ૨૦૨૨-૨૩માં, ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થતાં, તેની સરકારી ખરીદી પણ ઘટીને ૧૮૭ લાખ ટન થઈ ગઈ હતી. હવે, છેલ્લા ૩ વર્ષથી સારા ઘઉંના ઉત્પાદનને કારણે, તેની ખરીદી પણ વધી રહી છે. 

રવી સિઝન ૨૦૨૫-૨૬ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ૨,૪૨૫ રૂપિયા છે. આ વર્ષે, ઘઉંની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ ફૂડ ગ્રેઇન્સ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ અનુસાર, રવી માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬ માં અત્યાર સુધીમાં, ઘઉંની સરકારી ખરીદી ૩૦૦ લાખ ટનને વટાવી ગઈ છે.

પોર્ટલના ડેટા અનુસાર, પંજાબમાંથી ૧૧૯.૧૯ લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે, જે કુલ ખરીદીના લગભગ ૪૦ ટકા છે. આ પછી, મધ્યપ્રદેશમાંથી ૭૭.૫૩ લાખ ટન, હરિયાણામાંથી ૭૨.૦૬ લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. કુલ ઘઉંની ખરીદીમાં આ ત્રણેય રાજ્યોનો હિસ્સો ૯૦ ટકાની નજીક હતો.

Tags :