Get The App

GST ઘટાડા બાદ ચીજો સસ્તી ન મળે તો અહીં કરજો ફરિયાદ, તાત્કાલિક એક્શન લેવાશે

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
GST ઘટાડા બાદ ચીજો સસ્તી ન મળે તો અહીં કરજો ફરિયાદ, તાત્કાલિક એક્શન લેવાશે 1 - image


GST Reforms: આવતીકાલે 22 સપ્ટેમ્બર, 2025થી આસો નવરાત્રિના શુભારંભ સાથે દેશભરના લોકોને જીએસટીમાં ઘટાડાની મોટી રાહત મળશે. જેનાથી શેમ્પુ, સાબુ, બેબી પ્રોડક્ટ્સ, લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ જેવી રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી બનશે. જીએસટીના નવા દરોને  અસરકારક રીતે લાગુ કરવા માટે એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં જીએસટી સંબંધિત ફરિયાદો નોંધાવી શકાશે. આ પોર્ટલ પર તમે જીએસટી સુધારા બાદ પ્રોડક્ટ્સના નવા રેટ, બિલિંગ અને મળી રહેલી છૂટ વિશે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.

જીએસટીમાં ઘટાડાનો લાભ ન મળે તો...

રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઈન (https://consumerhelpline.gov.in)ના ઈનગ્રામ ( Integrated Grievance Redressal Mechanism) પોર્ટલ પર એક અલગ કેટેગરી બનાવવામાં આવી છે. જેમાં નેક્સ્ટ જનરેશન જીએસટી અર્થાત જીએસટીમાં ઘટાડાનો લાભ ન મળે તો તમે જીએસટી સંબંધિત ફરિયાદો નોંધાવી શકો છો. તેમાં એક સબ કેટેગરી પણ છે. જેમાં ઓટોમોબાઈલ, બેન્કિંગ, એફએમસીજી, ઈ-કોમર્સ જેવા સેક્ટર્સ પણ કવર કરવામાં આવ્યા છે.

કૉલ તથા એસએમએસ દ્વારા નોંધાવી શકશો ફરિયાદ

ટોલ ફ્રી નંબર 1915, એનસીએચ એપ, વેબ પોર્ટલ, વોટ્સએપ, એસએમએસ, ઈમેઈલ તથા ઉમંગ એપ મારફત ફરિયાદો નોંધાવી શકો છે. આ સર્વિસ હિન્દી, અંગ્રેજી, તમિલ, બંગાળી, ગુજરાતી અને અસમિયા સહિત 17 પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ છે. ફરિયાદ નોંધાયા બાદ તમને એક યુનિક ડોકેટ નંબર આપવામાં આવશે. જેની મદદથી તમે તમારી ફરિયાદ પર ચાલી રહેલી કાર્યવાહી ટ્રેક કરી શકો છો. સમય પર સમાધાન સુનિશ્ચિત કરવા માટે ડેટા સંબંધિત કંપની, સીબીઆઈસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ) તથા અન્ય રેગ્યુલેટર્સનો સંપર્ક સાધી શકો છો.

ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે, ફરિયાદ સંબંધિત પોર્ટલ શરૂ થવાથી ગ્રાહકોને જાણવામાં મદદ મળશે કે, સામાનો પર જીએસટી રેટ કટનો ફાયદો મળી રહ્યો છે કે, નહીં. લોકો તેનુ પાલન કરી રહ્યા છે કે નહીં. તેનાથી રિટેલ સ્તરે ટેક્સ રિફોર્મ અસરકારક રીતે લાગુ થશે.

ચીજોના ભાવની તુલના થઈ શકશે

સરકારે વધુ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. જેમાં તમે જીએસટી લાગુ થયા પહેલાં અને લાગુ થયા બાદ ચીજોના ભાવની તુલના કરી શકશો.જેનાથી તમને આઈડિયા આવશે કે, કંઈ પ્રોડક્ટ કેટલી સસ્તી થઈ છે. તેના માટે તમારે સરકારની  http:savingwithgst.inનો સંપર્ક સાધી શકો છો. જેમાં જુદા-જુદા પ્રકારની ચીજવસ્તુઓના કેટેગરી આધારિત ભાવ આપેલા છે.

GST ઘટાડા બાદ ચીજો સસ્તી ન મળે તો અહીં કરજો ફરિયાદ, તાત્કાલિક એક્શન લેવાશે 2 - image

Tags :